Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Whatsappમાં આવ્યું નવું Image Blurring Tool, આ રીતે કરશે કામ
Whatsapp એ પોતાનું નવું ઈમેજ બ્લરિંગ ટૂલ ગ્લોબલી રોલ આઉટ કરી દીધું છે. હાલમાં ઈમેજ બ્લરિંગ ટૂલ ડેસ્કટોપ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે. વ્હોટ્સ એપ ગત વર્ષથી આ નવા ફીચર પર કામ કરી રહ્યું હતું. આ ફીચરના ઉપયોગથી કોઈ પણ ઈમેજને વ્હોટ્સ એપ પર શૅર કરતા પહેલા તેને બ્લર કે ડિસ્ટોર્ટ કરી શકાશે. આ ફોટો એડિટિંગ ટૂલ દ્વારા યુઝર્સ ફોટોને એડિટ, ક્રોપ સહિતની પ્રવૃત્તિઓ કરી શક્શે. સાથે જ જો યુઝર્સ ઈચ્છે તો આ એડિટિંગ ટૂલ દ્વારા ઈમેજમાં સ્ટીકર્સ પણ એડ કરી શક્શે.

વ્હોટ્સ એપે હાલ આ ટૂલને ડેસ્કટોપ બીટા યુઝર્સ માટે રોલ આઉટ કર્યું છે. ટૂંક સમયાં જ એપ દ્વારા આ ટૂલનું સ્ટેબલ વર્ઝન પર રોલ આઉટ કરી દેવામાં આવશે. આ ટૂલ દ્વારા યુઝર કોઈ પણ સેન્સિટિવ ફોટોને શેર કરતા પહેલા બ્લર કરી શક્શે. આ ઉપરાંત તાજેતરમાં જ વ્હોટ્સ એપ દ્વારા નવું ઓટો ડાઉનલોડિંગ કંટ્રોલ ફીચર પણ લોન્ચ કર્યું છે.
મેટાના ઈન્સટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મમાં હવે એન્ડ્રોઈડ અને આઈઓએસ મોબાઈલ યુઝર્સની સાથે સાથે ડેસ્કટોપ યુઝર્સ માટે પણ સતત નવા ફીચર્સ અપાઈ રહ્યા છે. વ્હોટ્સ એપના આ નવા ઈમેજ બ્લરિંગ ટૂલ અંગે પહેલીવાર જૂન 2022માં માહિતી સામે આવી હતી. WEBetalinfo દ્વારા જાહેર કરાયેલા એક લીક રિપોર્ટમાં આ ફીચર વિશે વાત કરવામાં આવી હતી.
આ રીતે કામ કરશે Image Blurring Tool
વ્હોટ્સ એપના ટૂલ દ્વારા યુઝર્સ એક આખી ઈમેજને બ્લર કરી શક્શે. જો યુઝર ઈચ્છશે તો ઈમેજનો કેટલોક નિશ્ચિત પાર્ટ પણ બ્લર કરી શક્શે. આ ટૂલ બંને રીતે કામ કરવા સક્ષમ છે.
યુઝર જ્યારે કોઈ પણ ફોટો મોકલવા માટે સિલેક્ટ કરશે, ત્યારે તેમને ઉપરની તરફ સ્ટીકર, ઈમોજી, ટેક્સ્ટ એડ કરવાની સાથે સાથે ફોટો બ્લર કરવાનો અને ક્રોપ કરવાનો ઓપ્શન પણ મળશે.
યુઝર ઈમેજ સિલેક્ટ કર્યા બાદ ઈમેજમાં જે જગ્યાને બ્લર કરવા માંગે છે, તેને માર્ક કર્યા બાદ તમારે બ્લર ફીચર અપ્લાય કરવાનું છે. આટલું જ કરતા જ ઈમેજનો તે ભાગ બ્લર થઈ જશે.
હવે યુઝર આ બ્લર કરેલી ઈમેજને વ્હોટ્સ એપ પર શૅર કરી શક્શે. આ ટૂલનો ઉપયોગ ઈમેજમાંથી કોઈ સેન્સિટિવ આઈટમ્સ હટાવવા માટે પણ કરી શકે છે.
વ્હોટ્સ એપ અંગે વધુ એક સમાચારની વાત કરીએ તો હજી બે દિવસ પહેલા જ આખા વિશ્વમાં વ્હોટ્સ એપ કામ કરવાનું બંધ થઈ ગયું હતું. લગભગ 2 કલાક સુધી વ્હોટ્સ એપની સર્વિસ અટકી ગઈ હતી. જેને કારણે આખા વિશ્વના કરોડો યુઝર્સ પરેશાન થયા હતા. જો કે બાદમાં વ્હોટ્સ એપની માલિકી ધરાવતી કંપની મેટાએ આ ગ્લોબલ આઉટેજ અંગે માફી માગી હતી. હવે આ બધાની વચ્ચે વ્હોટ્સ એપ રોજેરોજ પોતાની સર્વિસને વધુ સારી બનાવવા માટે નવા ફીચર્સ પર કામ કરી રહી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications