તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર

By Gizbot Bureau
|

જો તમે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનને અપગ્રેડ કરીને આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા ફોનનો તમામ ડેટા પણ નવા ફોનમાં ટ્રાન્સફર કરવો પડશે. પરંતુ સવાલ એ છે કે કેવી રીતે? આ આ માટે તમારા ડેટા કેબલ કે બીજી કોઈ પણ એસેસરીઝની જરૂર નથી. તમે સાવ સરળ રીતે તમારા વ્હોટ્સઅપ ચેટ, ફોટોઝ, વીડિયો, ગ્રુપ ચેટ્સ સહિતનો ડેટા ટ્રાન્સફર કરી શકો છો. હા, જો કે આ રીતે તમારી કૉલ હિસ્ટ્રી એન્ડ્રોઈડથી આઈફોનમાં ટ્રાન્સફર નહીં થાય.

તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં

કયા ડિવાઈસની જરૂર પડશે?

એક ફોનમાંથી બીજા ફોનમાં ડેટા ટ્રાન્સફર કરવો આમ તો સાવ સરળ છે. પરંતુ આ દરમિયાન કેટલીક ટેક્નિકલ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

જેમ કે,

1. તમારા બંને હેન્ડ સેટ એક જ વાઈફાઈ નેટવર્ક સાથે કનેક્ટેડ હોવા જોઈએ.

2. તમારા એન્ડ્રોઈડ ફોનમાં Move to iOS એપ ઈન્સ્ટોલ કરેલી હોવી જોઈએ.

3. તમારો એડ્રોઈડ ફોન એન્ડ્રોઈડ OS Lollipop, SDK 21 અથવા એન્ડ્રોઈડ 5 કે તેનાથી અપગ્રેડેડ વર્ઝનનો હોવો જોઈએ.

4. બંને ડિવાઈસ ચાર્જિંગમાં મૂકી રાખવા પણ જરૂરી છે, જેથી પ્રોસેસ અડધેથી અટકી ન જાય.

આ રીતે ડેટાને કરો ટ્રાન્સફર

1. તમારા ફોનમાં Move to iOS એપ ઓપન કરો. (તમારા એન્ડ્રોઈડ ફોનમાં પણ આ એપ હોવી જરૂરી છે.)

2. તમારા iPhoneની સ્ક્રીન પર એક કોડ જોવા મળશે. જ્યારે તમારા એન્ડ્રોઈડ ફોનમાં પૂછવામાં આવે ત્યારે આ કોડ દાખલ કરો.

3. હવે Continue પર ક્લિક કરો અને આગળના સૂચનોનો અમલ કરો.

બસ આટલા જ સ્ટેપ સાથે તમારા એન્ડ્રોઈડ ફોનમાંથી તમારો તમામ ડેટા આઈફોનમાં ટ્રાન્સફર થઈ જશે. હવે તમારે તમારા જૂના ફોટોઝ, વ્હોટ્સ એપ મેસેજિસ બીજી કોઈ રીતે નવા ફોનમાં ટ્રાન્સફર કરવાની જરૂર નથી.

આજકાલ સામાન્ય રીતે યુઝર્સ દર વર્ષે પોતાનો ફોન બદલતા હોય છે. હવે જ્યારે દુનિયા ડિજિટલ થઈ છે, ત્યારે આપણી તમામ જરૂરી માહિતી ફોટોઝ, પાસવર્ડ બધું જ આપણા ફોનમાં સ્ટોર હોય છે. એટલે જ્યારે પણ ફોન બદલવાની વાત આવે ત્યારે યુઝરના મનમાં સૌથી પહેલી મૂંઝવણ આ તમામ મહત્વનો ડેટા ટ્રાન્સફર કરવાની હોય છે.

એમાંય એન્ડ્રોઈડથી એન્ડ્રોઈડમાં મૂવ થતી વખતે યુઝર્સને વધારે મુશ્કેલી નથી પડતી. કારણ કે એન્ડ્રોઈડ બેઝ્ડ ફોનની ઓપરેટિંગ સિસ્ટમ એક જ સરખી રીતે કામ કરે છે. પરંતુ જ્યારે કોઈ એન્ડ્રોઈડ યુઝર, આઈઓએસમાં એટલે કે આઈ ફોનમાં ટ્રાન્સફર થાય છે, ત્યારે યુઝર ઈન્ટરફેસ બદલાઈ જાય છે. આ દરમિયાન ડેટા ટ્રાન્સફર કરવો એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક ચેલેન્જ બની જાય છે.

પરંતુ તમારે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. ઉપર આપેલા સ્ટેપ્સ ફોલો કરવાથી તમે ભલે પહેલીવાર આઈફોન વાપરતા હો, તો પણ સરળતાથી તમારો ડેટા ટ્રાન્સફર થઈ જશે. એટલે હવે લઈ લો બંને ફોન હાથમાં અને કરી નાખો ડેટા ટ્રાન્સફર.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Chat Transfer: Steps To Transfer WhatsApp Data From Android To iPhone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X