વોટ્સએપ ચેટ બેકઅપ ને આઈફોન માંથી એન્ડ્રોઇડ માં કઈ રીતે ટ્રાન્સફર કરવું?

By Gizbot Bureau
|

વોટ્સએપ ચેટ માઈગ્રેશન ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ વચ્ચે હવે ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે. ગુગલ દ્વારા તેમના ઓફિશિયલ બ્લોગપોસ્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે હવે જે નવા સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 પર ચાલે છે તેઓ આઈફોન પર થી એન્ડ્રોઇડ ની અંદર તેમના વોટ્સએપ ચેટ બેકઅપ ને સરળતા થી ટ્રાન્સફર કરી શકશે.

વોટ્સએપ ચેટ બેકઅપ ને આઈફોન માંથી એન્ડ્રોઇડ માં કઈ રીતે ટ્રાન્સફર કરવું

ગુગલ દ્વારા તે વાત ની પણ સ્પષ્ટા કરવા માં આવી હતી કે સ્માર્ટફોન મેનુફ્રેક્ચરર પણ એન્ડ્રોઇડ 12 ની સાથે આ ફીચર ને તેમના સ્માર્ટફોન ની અંદર ઇન્ટિગ્રેટ કરી શકે છે. અને તેના પર થી કહી શકાય કે અત્યાર ના સ્માર્ટફોન ની અંદર પણ આ ફીચર ને ભવિષ્ય ના અપડેટ ની સાથે આપી શકાય છે.

અને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે વોટ્સએપ ચેટ ને આઈફોન માંથી એન્ડ્રોઇડ ની અંદર કઈ રીતે ટ્રાન્સફર કરવું તો તેના વિષે ની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અહીં જણાવવા માં આવેલ છે.

ગુગલ ની ઓફિશિયલ બ્લોગપોસ્ટ ના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયા ખુબ જ સરળ છે. યુઝર્સે માત્ર એટલું જ કરવા નું છે કે બંને સ્માર્ટફોન ને એકબીજા ની સાથે વાયર જોડે કનેક્ટ કરવા ના છે અને ત્યાર પછી વોટ્સએપ ની ચેટ ટ્રાન્સફર થઇ જશે. અને આ પ્રક્રિયા ને શરૂ કરતા પહેલા તમારે એક વાત નું ધ્યાન રાખવા નું રહેશે કે તમે જે એન્ડ્રોઇડ સ્માર્ટફોન નો ઉપીયોગ કરી રહ્યા છો તે નવો હોઈ અથવા તેની અંદર આ પ્રક્રિયા ને શરૂ કરતા પહેલા ફેક્ટરી રીસેટ કરવા માં આવેલ હોઈ.

- નવા એન્ડ્રોઇડ ડીવાઈસ ને સેટ કરવા થી પ્રક્રિયા ને શરૂ કરો.

- ત્યાર પછી યુએસબી સી ટુ લાઈટનિંગ કેબલ ની સાથે બંને સ્માર્ટફોન ને કેન્ક્ટ કરો.

- તેના પછી આઈફોન ની અંદર ક્યુઆર કોડ ને સ્કેન કરી અને વોટ્સએપ પર થી બધા જ ચેટ અને મીડિયા ફાઈલ ને એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની અંદર ટ્રાન્સફર કરો.

જો કોઈ કારણો સર ક્યુઆર કોડ સ્કેન ના થાય અથવા તેની અંદર કોઈ એરર આવે તો સેટિંગ્સ ની અંદર જય અને ચેટ ના વિકલ્પ માંથી મુવ ચેટ્સ ટુ એન્ડ્રોઇડ ના વિકલ્પ ને પસન્દ કરો. અને ત્યાર પછી ટ્રાન્સફર ની પ્રક્રિયા ને શરૂ કરવા માટે ક્યુઆર કોડ ને સ્કેન કરો.

સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન યુઝર્સ આ પ્રર્કિયા ને સેમસંગ સ્માર્ટ સ્વીચ એપ દ્વારા પણ અનુસરી ને વોટ્સએપ ના ચેટ બૅકઅપ ફાઈલ ને આઈફોન માંથી એન્ડ્રોઇડ ની અંદર ટ્રાન્સફર કરી શકે છે.

Best Mobiles in India

English summary
WhatsApp Chat From iPhone To Android: Step By Step Guide For Chat Transfer

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X