WhatsApp કોલ માટે સેટ કરી શકાય છે કસ્ટમ રિંગટોન, આટલું કરો

By Gizbot Bureau
|

WhatsApp હાલ વિશ્વમાં સૌથી વધુ યુઝ થતી મેસેજિંગ એપ્લિકેશન છે. ફક્ત ભારતની જ વાત કરીએ તો આપણા દેશમાં આ એપ્લિકેશન યુઝ કરનાર લગભગ 2 બિલિયન લોકો છે. તમને જણાવી દઈએ કે આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા યુઝર્સ એકબીજાને મેસેજ કરી શકે છે, વોઈસ કોલ કરી શકે છે અને વીડિયો કોલ દ્વારા એકબીજા સાથે વાતચીત પણ કરી શકે. વ્હોટ્સ એપ પોતાના યુઝર્સને નીતનવી અપડેટ આપ્યા કરે છે. લગભગ દર સપ્તાહે વ્હોટ્સ એપ પોતાના યુઝર્સ માટે કોઈને કોઈ નવા ફીચર્સ રિલીઝ કરે છે, ક્યારેક યુઝર્સની પ્રાઈવસી વધુ સઘન થાય છે, તો ક્યારેય યુઝરનો એક્સપીરિયન્સ વધુ સારો બને છે. શું તમે જાણો છો કે વ્હોટ્સ એપમાં યુઝર્સ ઈનકમિંગ કોલ અને મેસેજ માટે કસ્ટમ રિંગટોન સેટ કરી શકે છે.

WhatsApp કોલ માટે સેટ કરી શકાય છે કસ્ટમ રિંગટોન, આટલું કરો

વ્હોટ્સ એપમાં દરેક યુઝર્સ દરેક કોન્ટોક્ટ માટે કસ્ટમ એલર્ટ સેટ કરી શકે છે. એટલે કે જ્યારે પણ તમને કોઈ યુઝરનો ફોન કે મેસેજ આવે, ત્યારે જુદી જુદી રિંગટોન વાગે તેવું સેટિંગ કરી શકાય છે. જો તમે પણ કોઈ યુઝરના વ્હોટ્સ એપ ઈનકમિંગ કોલ માટે કસ્ટમ રિંગટોન સેટ કરવા ઈચ્છો છો, તો અમે તમને જણાવીશું કે તે કેવી રીતે કરી શકાય છે. તો ચાલો, સ્ટેપ બાય સ્ટેપ જાણી લઈએ કસ્ટમ રિંગટોન સેટ કરવાની રીત.

એન્ડ્રોઈડ પર આ રીતે સેટ કરો કસ્ટમ રિંગટોન

1. સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો અને ચેટ ટેબ પર જાવ.

2. હવે તમારે જે કોન્ટેક્ટ માટે કસ્ટમ રિંગટોન સેટ કરવી છે, તે કોન્ટેક્ટ સિલેક્ટ કરો.

3. બાદમાં આ કોન્ટેક્ટની પ્રોફાઈલ ઓપન કરો.

4. હવે નીચે સ્ક્રોલ કરીને કસ્ટમ નોટિફિકેશન પર ટેપ કરો.

5. અહીં તમને Use Custom Notification નામનું ચેક બોક્સ મળશે, તેના પર ટિક કરો.

6. હવે કૉલ નોટિફિકેશન અંતર્ગત રિંગટોન પર ટેપ કરો અને તમને ગમતી રિંગટોન પસંદ કરો.

અહીં અમે તમને જણાવી દઈએ કે આઈફોન પર ગ્રુપ કોલ માટે માત્ર ડિફોલ્ટ રિંગટોન જ યુઝ કરી શકાય છે. આ રિંગટોન બદલી નથી શકાતી. પરંતુ એન્ડ્રોઈડ પર તમે આ રિંગટોન પણ કસ્ટમાઈઝ કરી શકો છો, જેથી જ્યારે તમે ગ્રુપ વીડિયો કોલ રિસીવ કરો, ત્યારે એક અલગ રિંગટોન તમને સંભળાય. ચાલો, એ પણ જાણી લઈએ કે એન્ડ્રોઈડમાં ગ્રુપ વીડિયો કોલ માટે રિંગટોન કેવી રીતે સેટ કરી શકાય છે.

1. સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપ ઓપન કરો, અને ચેટ ટેબ પર ક્લિક કરો.

2. હવે અહીં તમારે એ ગ્રુપને સિલેક્ટ કરવાનું છે, જેના માટે તમે કસ્ટમ રિંગટોન સેટ કરવા ઈચ્છો છો.

3. બાદમાં તમારે તે ગ્રુપના નામ પર ટેપ કરીને, તેની પ્રોફાઈલ પર જવાનું છે.

4. હવે નીચે સ્ક્રોલ કરો અને કસ્ટમ નોટિફિકેશન પર ટેપ કરો.

5. અહીં Use Custom Notificaiton નામના બોક્સ પર ટિક કરો.

6. કૉલ નોટિફિકેશન અંતર્ગત રિંગટોન પર ટેપ કરો અને તમારી ગમતી રિંગટોન સિલેક્ટ કરો.

બસ તમારું કામ થઈ ગયું. હવે જ્યારે તમને આ ગ્રુપ પર વીડિયો કોલ આવશે, ત્યારે આ રિંગટોનથી જ ખબર પડી જશે કે કોનો કોલ આવી રહ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
WhatsApp Call Can Be Identified With Custom Ringtone Follow Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X