Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સસ્તો સેકન્ડ હેન્ડ iPhone ખરીદતા પહેલા આ 5 વાતોનું રાખજો ધ્યાન
આજકાલ ટીનેજર્સ અને યુવાનોમાં આઈફોનનો જબરજસ્ત ક્રેઝ જોવા ળે છે. લોકો ઓનલાઈન પ્લેટફોર્મ પર સતત સસ્તા આઈફોન શોધતા હોય છે. કારણ કે આઈફોન એક પ્રીમિયમ સ્માર્ટફોન છે, એટલે તેની કિંમત વધારે છે, જે આઈફોન વાપરવા ઈચ્છતા બધા જ લોકોને પોસાતી નથી. પરિણામે લોકો સસ્તા સેકન્ડ હેન્ડ આઈફોન તરફ નજર દોડાવે છે.

કેટલાક આઈફોન લવર્સ પૈસા બચાવવાના ચક્કરમાં સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદે છે. પરંતુ તેમન જાણ નથી હોતી કે સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, શું ચેક કરવું જોઈએ. જો તમ પણ આંખ બધ કરીને આવો સસ્તો સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને નુક્સાન થઈ શકે છે. આ નુકસાનથી બચવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.
ફોનનું ઈનવોઈસ
જો તમે કોઈ સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદી રહ્યા છો તો તેનું ઓરિજિનલ ઈનવોઈસ હાર્ડ કોપી કે સોફ્ટ કોપી લેવી જરૂરી છે. ઘણીવાર ફોન જૂનો હોવા છતા તેની વોરંટી ચાલુ હોઈ શકે છે. જો તમારી પાસે ઈનવોઈ હશે, તો તમે વોરંટીનો લાભ લઈ શક્શો. સાથે જ ઓરિજિનલ બિલ એ વાતની સાબિતી છે કે ફોનનો કોઈ ખોટી રીતે ઉપયોગ નથી થયો.
બેટરી હેલ્થ
આઈફોનની બેટરી હેલ્થ ચેક કરવા માટે તમે Settings> Batter? Batter Health and Charging પર જઈ શકો છો. જો કોઈ આઈપોનની બેટરી 80 ટકા કરતા વધારે છે, તો આ ડિવાઈસ સારી બેટરી લાઈફ આપશે. પરંતુ જો આઈફોનની બેટરી હેલ્થ 80 ટકા કરતા ઓછી છે, તો તમે આ ફોન ખરીદવો કે નહીં તે અંગે તમારી સૂજબૂજ પ્રમાણે નિર્ણય કરી શકો છો. જો તમને બેટરી હેલ્થ ચેક કરવાનો વિકલ્પ નથી મળી રહ્યો, તો આ આઈફોન નકલી છે.
સીરિયલ નંબર
વોરંટી વેરિફિકેશન માટે એપલ IMED નંબપ ઉપરાંત પોતાની બધી જ પ્રોડક્ટ્સને સીરિયલ નંબર પણ આપે છે. આ સિરીયલ નંબર તમે Settings>General>About સેક્શનમાં જઈને ચેક કરી શકો છો. સીરિયલ નંબરને કૉપી કરીને તમે Checkcoverage.apple.com પર પેસ્ટ કરીને આઈફોન અંગે બધી જ માહિતી મેળવી શકો છો.
ડિસ્પ્લે
આધુનિક આઈપોનની સાથે એપલે એ ઓળખવું પણ સરળ બનાવ્યું છે કે આ ડિવાઈસ પર ડિસ્પ્લેને અનધિકૃત સર્વિસ સેન્ટર દ્વારા રિપ્લેસ કે રિપેર કરવામાં આવી છે કે નહીં. આ ચેક કરવા માટે તમે Settings> Display and brightnessની અંદર True Tone એક્ટિવ કરી શકો છો.
જો આ ફીચર એક્ટિવ નથી તો મોટા ભાગે એવી શક્યતા છે કે આ આઈફોન રિપેર થયેલો છે, અને તેમાં લોકલ ડિસ્પ્લે લગાવવામાં આવી છે. આ જ રીતે કેટલાક પસંદગીના આઈફોનમાં એપલ થર્ડ પાર્ટી સ્પેર પાર્ટ્સની ઈન્સ્ટોલ થવા પર iPhone પર ફેસ આઈડી લૉક કરી દે છે. એટલે જો તમે ફેસ આઈડી એક્સેસ નથી કરી શક્તા, તો તમારા શક્ય છે કે તેમાં કોઈ થર્ડ પાર્ટી સ્પેર પાર્ટ્સ નખાયેલા છે.
આ વાતોનું પણ રાખો ધ્યાન
સેકન્ડ હેન્ડ આઈફોન લેતા સમયે એ પણ જરૂર ચેક કરો કે આઈફોનના બધા જ કેમેરા કામ કરી રહ્યા છે કે નહીં. સેલ્ફી કેમેરા પણ ચેક કરવાનું ન ભૂલતા. આ ઉપરાંત આઈફોનની બોડી પર કોઈ ડેન્ટ કે સ્ક્રેચ છે કે નહીં તે પણ ચેક કરો. યુઝ થયેલા આઈફોનમાં આવી કોઈ ડિફેક્ટ હોવી સામાન્ય વાત છે. પરંતુ પાછળન તરફ કે સ્ક્રીન પર કોઈ નુક્સાન થયેલું છે કે નહીં તે ખાસ ચેક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications