Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone Lockdown mode શું છે આ ફીચર, કેવી રીતે કરે છે કામ?
હેકિંગ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. હેકિંગથી બચવા માટે તમારા ફોન, કમ્પ્યુટરની સિક્યોરિટી મજબૂત હોવી જરૂરી છે. તાજેતરમાં જ ભારતમાં વિપક્ષના કેટલાક નેતાઓએ સરકાર સામે આરોપ લગાવતા કહ્યું કે, તેમના આઈફોન પર એક નોટિફિકેશન આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તમારા ડિવાઈસને હેકિંગ માટે ખૂબ સરળતાથી ટાર્ગેટ કરી શકાય છે. એટલે કે આ ફોન હૅક થઈ શકે છે. જો તમારા ફોનમાં પણ આવી કોઈ નોટિફિકેશન આવશે, તો તમે શું કરશો?

આમ તો આઈફોન સૌથી વધુ જાણીતો તેની સુરક્ષા માટે છે. કંપની પણ પોતાના યુઝર્સને સિક્યોરિટી આપવા માટે સતત અપડેશન કરતી રહે છે. આ જ સિલિસલાને આગળ ધપાવતા એપલે ખાસ લૉકડાઉન ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર તમારા ડિવાઈસને હેકર્સથી બચાવે છે. ચાલો આગળ જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરે છે અને કેમ ઉપયોગી છે?
શું છે આઈફોનનો લૉકડાઉન મોડ?
આ ફીચરના કામને સમજવા માટે સૌથી પહેલા આ ફીચર અંગે જાણવું જરૂરી છે. એપલે 2022માં આ ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચર iOS 16 સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરનો ઉપયોગ એક સિક્યોરિટી ફીચર છે. સરળ રીતે કહીએ તો આ એપલનું એક એક્સ્ટીમ સિક્યોરિટી ફીચર છે, જે તમામ ડિવાઈસને સાઈબર એટેક્સથી સુરક્ષિત રાખે છે. આ ડિવાઈસ કેટલાક ખાસ લોકોના હોય છે, જેમાં પત્રકાર એક્ટિવિસ્ટ અને સરકારી અધિકારીઓ જેવા લોકો સામેલ છે. એપલે પોતાના પેજ પર આ અંગે માહિતી આપી છે. આમ તો આ ફીચર બધા જ માટે છે, જો કે તે ઓપ્શનલ છે. એપલની સલાહ છે કે તમામ યુઝર્સે આ મોડ ઓન કરવાની જરૂર નથી.
કેવી રીતે કામ કરે છે આ ફંક્શન?
આ ફીચરની સાથે તમારો ફોન નોર્મલ ફોન કરતા થોડો જુદી રીતે કામ કરે છે. આમાં તમને મેસેજ અને કોલ્સ તો આ છએ, પરંતુ અન્ય કેટલીક એપ્સની ફંક્શનાલિટી બદલાઈ જાય છે. આ ફીચર ઓન કર્યા બાદ તમને ઈમેજ, વીડિયો, ઓડિયો અને લિંક જેવી વસ્તુઓનું એક્સેસ મળે છે.
આ ઉપરાંત સફારી સહિત અન્ય કેટલીક વેબ ફંક્શનાલિટીનો ઉપયોગ બંધ થઈ જાય છે. એપલનું લૉકડાઉન ફીચર ઓન કરતાની સાથે જ તમારા ફેસટાઈમ કોલ પણ સિસ્ટમ ઓટોમેટિક બંધ કરી દે છે.
કેવી રીતે ઓન કરશો ફીચર?
જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો આવી સ્થિતિમાં તમે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો.
સ્ટેપ 1: સૌથી પહેલા સેટિંગ્સ એપ ઓપન કરો.
સ્ટેપ 2: બાદમાં પ્રાઈવસી અને સિક્યોરિટી ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે નીચેની તરફ સ્ક્રોલ કરો અને લૉકડાઉન મોડનું ઓપ્શન મળે એટલે તેના પર ટેપ કરીને ઓન કરો.
સ્ટેપ 4: હવે ટર્ન ઓન અને રિસ્ટાર્ટ ટેબ પર ક્લિક કરીને પાસકોડ એન્ટર કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications