WhatsApp Tips and Tricks: Uninstall કર્યા વગર એપ પરથી થઈ જાઓ ગાયબ!

By Gizbot Bureau
|

આજે વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો મોબાઈલ યુઝર હશે, જે વ્હોટ્સએપનો ઉપયોગ નહીં કરતો હોય. કામની વાત હોય કે ગપ્પા મારવા હોય, ડોક્યુમેન્ટ મોકલવા હોય કે ટ્રિપના ફોટોઝ વ્હોટ્સ એપ સૌથી પહેલો વિકલ્પ છે. કંપનીનો દાવો છે કે આખા વિશ્વમાં રોજ અરબો મેસેજ યુઝર્સ એકબીજાને મોકલે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે કોઈ જરૂરી કામમાં હોવાને લીધે અથવા તો કોઈ ખાસ જગ્યાએ ઉપસ્થિત હોવાને લીધે તમે વ્હોટ્સ એપ ઉપયોગ કરવા નથી ઈચ્છતા.

WhatsApp Tips and Tricks: Uninstall કર્યા વગર એપ પરથી થઈ જાઓ ગાયબ!

પરંતુ જો તમે તમારા ફોનનું ડેટા કનેક્શન ઓફ કરી દો, તો બીજી ઓનલાઈન એક્ટિવિટીઝ પણ બંધ થઈ જાય છે. અને જો તમે ડેટા કનેક્શન ઓન રાખો તો, તમે વ્હોટ્સ એપ પર આવનારા મેસેજ રોકી શક્તા નથી. આવામાં તમારી પાસે એપ અનઈન્સ્ટોલ કરવાનો જ એક વિકલ્પ બચે છે. પરંતુ આજે અમે તમને એક એવી રીત બતાવીશું, જેને કારણે તમે એપ અનઈન્સ્ટોલ કર્યા વગર, ડેટા કનેક્શન ઓન રાખીને તમારા વ્હોટ્સ એપમાં આવતા મેસેજ કંટ્રોલ કરી શક્શો.

જો કે વ્હોટ્સ એપ તમને બ્લૂ ટિક બંધ કરવાનો પણ વિકલ્પ આપે છે. પરંતુ આ બ્લૂ ટિક બંધ કરવાથી સામેવાળા યુઝર્સને તમે મેસેજ વાંચ્યો કે નહીં એ જ જાણ નથી થતી, પરંતુ તમે ઓનલાઈન તો દેખાવ જ છો. જેને કારણે તે મેસેજ કરવાનું બંધ નથી કરતાં. એટેલ બ્લૂ ટિક બંધ કરવાનો પણ વિકલ્પ ખાસ ઉપયોગી નથી.

જ્યારે તમે એપ ઓપન કરો છો, ત્યારે મેસેજ મોકલનાર તમામને તમે ઓનલાઈન દેખાવ છો. પરંતુ જો તમારે થોડાક કલાકો માટે વ્હોટ્સ એપનો ઉપયોગ નથી કરવો, તમે એપ અનઈન્સ્ટોલ કર્યા વગર તમારા ફોન પર આવતા મેસેજથી બચવા ઈચ્છો છો, સામેવાળા યુઝર્સની નજરમાંથી ગાયબ કરવા ઈચ્છો છો, તો આ રીતને ફોલો કરજો.

બસ આટલું સરળ છે કામ

આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે 1 મિનિટ કરતા પણ ઓછા સમયમાં વ્હોટ્સ એપ અનઈન્સ્ટોલ કર્યા વગર તેના પરથી ગાયબ થઈ શક્શો. બસ એક સેટિંગ બદલો અને તમારું કામ થઈ જશે.

સ્ટેપ 1: WhatsApp પર લોંગ પ્રેસ કરો અને App Info આઈકન પર ટેપ કરો.

સ્ટેપ 2: હવે તમને ટોપ પર Force Stop પર વિકલ્પ દેખાશે. તમારે બસ એના પર ટેપ કરવાનું છે.

સ્ટેપ 3: Whatsappને બેકગ્રાઉન્ડમાં બંધ કરી દો. એક વાત આવું કર્યા બાદ હવે તમને એપ પર મેસેજ આવવાના બંધ થઈ જશે.

ખાસ નોંધઃ

જો તમે આ ટ્રિક ફોલો કરશો, તો સેન્ડરને માત્ર મેસેજ ડિલીવર થવા પર એક જ ટિક દેખાશે, જેથી મોકલનારને લાગશે કે તેમણે મોકલેલો મેસેજ ડિલીવર જ નથી થતો. વ્હોટ્સ એપમાં ડબલ ટિકનો અર્થ છે, કે મેસેજ તમને મળ્યો છે, પરંતુ તમે તેને જોયો નથી. જ્યારે બ્લૂ ટિકનો અર્થ છે કે તમે મેસેજ વાંચી લીધો છે.

બસ ધ્યાન રાખો કે જેવી તમે એપ ખોલશો કે તરત જ તે નોર્મલ થઈ જશે, અને તમને મેસેજ મળવા લાગશે. એટલે જો તમારે થોડાક સમય માટે એપ પરથી ગાયબ થવું છે તો એપને બેકગ્રાઉન્ડમાં પણ બંધ રાખો અને ફોર્સ સ્ટોપનો ઉપયોગ કરો.

Best Mobiles in India

English summary
Want To Quit WhatsApp? Here’s How To Disappear From WhatsApp Without Uninstalling It

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X