Voter ID Cardમાં ઓનલાઈન ચેન્જ કરો જન્મતારીખ, બસ આટલું કરવાનું છે

By Gizbot Bureau
|

લોકસભા ચૂંટણી 2024ની તારીખો ધીરે ધીરે નજીક આવી રહી છે. આ મતદાનનો પર્વ છે. અને મતદાન કરવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર હોય છે. ખાસ કરીને વોટર આઈડી વગર વોટ આપવો મુશ્કેલ છે. પરંતુ ઘણા લોકોને ચૂંટણી આવે ત્યારે જ યાદ આવે છે કે તેમના ચૂંટણી કાર્ડમાં કેટલીક ડિટેઈલ્સ એડિટ કરવાની છે. અને તેમને એ પણ ખ્યાલ નથી હોતો કે આ ડિટેઈલ્સ બદલવાની કેવી રીતે?

અહીં આ આર્ટિકલમાં અમે તમને વોટર આઈડી કાર્ડમાં ઓનલાઈન કરેક્શનની આખી પ્રોસેસ જણાવી રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે તમારી જન્મ તારીખ ઘરે બેઠા બેઠા જ બદલી શક્શો. જો કે આ માટે તમારે કેટલાક દસ્તાવેજ તૈયાર રાખવાના છે.

Voter ID Cardમાં ઓનલાઈન ચેન્જ કરો જન્મતારીખ, બસ આટલું કરવાનું છે

વોટર આઈડી કાર્ડમાં જન્મ તારીખ બદલવા માટે આટલા દસ્તાવેજ ભેગા કરી રાખો.

- સૌથી પહેલા તમારી પાસે તમારી સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ અથવા સ્થાનિક ઓથોરિટી દ્વારા આપવામાં આવેલું બર્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.

- આ ઉપરાંત તમારા ધોરણ 5,8, 10 અથવા 12ની માર્કશીટ હશે તો પણ ચાલસે. ખાસ ધ્યાન આપો કે ધોરણ 5 અને 8ની માર્કશીટમાં જન્મતારીખ હોવી જરૂરી છે.

વોટર આઈડી કાર્ડમાં જન્મ તારીખ અપડેટ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તો NVSPની સત્તાવાર વેબસાઈટ WWW.nvsp.in/ પર જાવ. અહીં હોમ પેજ પર આવી જાવ.

સ્ટેપ 2: હવે લોગ ઈન આઈડી અને પાસવર્ડ દ્વારા પોર્ટલ પર રજિસ્ટર કરો.

સ્ટેપ 3: બાદમાં તમારે Form 8 (Correction of entries in electoral roll) ઓપ્શન પર ક્લિક કરવાનું છે.

સ્ટેપ 4: હવે અહીં તમારી પાસે જરૂરી ડિટેઈલ્સ માગવામાં આવશે, જેમાં તમારે રાજ્ય, જિલ્લો, વિધાનસભા, લોકસભા મત વિસ્તાર એન્ટર કરવાનો છે.

સ્ટેપ 5: પછી નામ, સરનેમ, સીરિયલ નંબર, EPIC એટલે કે ઈલેક્શન કાર્ડનો નંબર નાખવાનો છે.

સ્ટેપ 6: બાદમાં તમારે ડેટ ઓફ બર્થ સેક્શન શોધવાનું છે અને જન્મ તારીખ એન્ટર કરવાની છે. એના પછી તમારે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.

સ્ટેપ 7: ડિક્લેરેશન એક્સેપ્ટ કર્યા બાદ છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.

આટલું કર્યા બાદ તમને એક ઈમેઈલ આવશે. જેમાં મતદાર ઓળખ પત્રની અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે એક લિંક હશે. જેના પર ક્લિક કરીને તમે જન્મ તારીખ અપડેટ થઈ કે નહીં તે ચેક કરી શકો છો. જો બધું બરાબર હશે તો 30 દિવસની અંદર તમારી અપડેટેડ જન્મ તારીખ સાતે નવું વોટર આઈ કાર્ડ મળી જશે.

Best Mobiles in India

English summary
Voter id card birth date updating tips how to

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X