Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા સ્માર્ટ ફોનનો TV રિમોટ તરીકે કરો ઉપયોગ, આ રહ્યા સ્ટેપ્સ
દરેક ઘરમાં હંમેશા ટીવીનું રિમોટ ખોવાઈ જાય છે. મોટા ભાગે ટીવી જોતા સમયે આપણે ટીવીના રિમોટને આડું અવળું મૂકી દઈએ છીએ અને પછી જરૂરિયાતના સમયે તે મળતું નથી. ક્યારેક રિમોટ સોફાની નીચે હોય છે, તો ક્યારેક બેડની નીચે. તો વળી ક્યારેક ઘરમાં બાળકો રિમોટને ક્યાંક છુપાવી દે છે. રિમોટ ખોવાઈ જવાથી ઘણા ઘરમાં ઝઘડા પણ થાયે છે અને સમસ્યા પણ સર્જાય છે. કારણ કે ટીવી રિમોટ વગર એક્સેસ કરવું અઘરું છે. પરંતુ આ સમસ્યાનો ઉકેલ પણ અમે તમારા માટે લઈ આવ્યા છીએ. તમે તમારા સ્માર્ટફોનને જ હવે ટીવીના રિમોટ તરીકે યુઝ કરી શકો છો. આ માટે બસ તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.

Google TV એપથી તમે કોઈ પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તમારા એન્ડ્રોઈડ ટીવીને કંટ્રોલ કરી શકો છો. એટલે કે તમે ચેનલ બદલી શકો છો, વોલ્યુમ વધારી ઘટાડી શકો છો, તમારે જે એપ્સ જોવી છે, તે ઓપન પણ કરી શકો છો. આ બધા જ કામ તમે જ્યાં બેઠો છો ત્યાંથી અને રિમોટ શોદ્યા વગર થઈ શકે છે. સારી વાત એ છે કે આ એપ એપલ અને એન્ડ્રોઈડ બંનેમાં કામ કરે છે.
અહીં અમે તમને એન્ડ્રોઈડ ફોન કે આઈફોન પર ગૂગલ ટીવી એપ કેવી રીતે સેટ કરવી, જેથી તમારો ફોન ટીવીના રિમોટ તરીકે કામ કરે તેના સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ.
તમારા એન્ડ્રોઈડ ફોનને આ રીતે ટીવીનું રિમોટ બનાવો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં Google Play store ઓપન કરનો અને Google TV એપ ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 2: આ દરમિયાન ધ્યાન રાખો કે તમારું ટીવી અને ફોન એક જ વાઈ ફાઈ કનેક્શન પર ચાલી રહ્યા છે .જો તમારા ટીવીમાં વાઈ ફાઈ નથી તો તમારા ફોન અને ટીવીને કનેક્ટ કરવા માટે તમે બ્લૂટૂથનો પણ ઉપયોગ કરી શકો છો.
સ્ટેપ 3: હવે ફોનમાં ગૂગલ ટીવી એપ ઓપન કરો. એપ ખુલ્યા બાદ જમણી તરફ નીચેના ખૂણામાં દેખાતા રિમોટ બટન પર ક્લિક કરો. હવે એપ ડિવાઈસ સ્કેન કરવાનું શરૂ કરશે. એકવાર તમારું ટીવી એપમાં દેખાવા લાગે, કે તેને ટેપ કરીને સિલેક્ટ કરો.
સ્ટેપ 4: આટલું કરતા જ તમારા ટીવીના સ્ક્રીન પર એક કોડ દેખાશે. આ કોડને ગૂગલ ટીવી એપમાં ઈન્સર્ટ કરો અને પેર પર ટેપ કરો.
સ્ટેપ 5: એકવાર તમારો ફોન તમારા ટીવી સાથે કનેક્ટ થઈ જાય કે તમારા ટીવીને તે ફોન દ્વારા બિલકુલ એ જ રીતે કંટ્રોલ કરી શક્શો, જે રીતે રિમોટ દ્વારા કંટ્રોલ કરો છો.
iPhoneને આ રીતે બનાવો તમારા ટીવીનું રિમોટ
સ્ટેપ 1: સૌથી પહેલા એ નક્કી કરો કે તમારો આઈફોન અને ટીવી એક જ વાઈ ફાઈ નેટવર્ક પર છે.
સ્ટેપ 2: હવે એપ સ્ટોર પરથી ગૂગલ ટીવી એપ ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 3: તમારા આઈફોનમાં ગૂગલ ટીવી એપ ઓપન કરો અને સ્ક્રીનમાં નીચેની તરફ જમણી બાજુ ખૂણામાં દેખાતા રિમોટ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે એપ ઓટોમેટિક રીતે તમારા ટીવીને શોધી લેશે. જો તમારું ટીવી નથી મળી રહ્યું તો ડિવાઈસ સ્કેન કરવા માટે બટન પર ટેપ કરો.
સ્ટેપ 5: એકવાર તમારું ટીવી મળી જાય, તો તેના પર ટેપ કરીને તમારી ટીવી સ્ક્રીન પર દેખાતા 6 આંકડાના કોડને ઈન્સર્ટ કરો.
સ્ટેપ 6: તમારા આઈફોનને ટીવી પર કનેક્ટ કરવા માટે પેર પર ક્લિક કરો.
એકવાર તમારો આઈફોન ટીવી સાથે કનેક્ટ થઈ જશે કે પછી તમે તેને રિમોટની જેમ યુઝ કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
