Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
લેપટોપનું માઈક બગડી ગયું છે, ચિતાં નહીં, મોબાઈલને કરો માઈક તરીકે યુઝ
આજના સમયમાં આપણી પાસે જુદા જુદા ઘણા ગેજેટ હોય છે, જેની મદદથી આપણે જુદા જુદા કામ કરીએ છીએ. આપણામાંથી ઘણા એવા લોકો છે, જેમની પાસે કમ્પ્યુટર કે લેપટોપ નહીં હોય, પરંતુ સ્માર્ટફોન તો હશે જ. એમાંય જો તમે કન્ટેન્ટ ક્રિએટર છો, અને તમારા કન્ટેન્ટમાં ઓડિયો ક્વોલિટી સુધારવા ઈચ્છો છો, તો શરૂઆતમાં તમારે માઈક પર પૈસા ખર્ચવાની જરૂર નથી. તમે કેટલાક ઈઝી સ્ટેપ્સની મદદથી ફોનને જ માઈક્રોફોન એટલે કે માઈક તરીકે યુઝ કરી શકો છો. જાણવું છે કેવી રીતે? તો આ આર્ટિકલ વાંચી લો.

સ્માર્ટફોનને માઈક બનાવવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારો સ્માર્ટફોન ઓપન કરો અને પ્લે સ્ટોરમાં જાવ. અહીંથી તમે WO Mic નામની એપ્લીકેશન ડાઉનલોડ કરો.
સ્ટેપ 2: આ એપની સાઈઝ ખાસ મોટી નથી, એટલે તેને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કર્યા બાદ એપને તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરો અને એપ ઓપન કરો.
સ્ટેપ 3: હવે એપમાં હોમ પેજ પર દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો. બાદમાં નીચે સ્ક્રોલ કરીને અથવા તો Vol + Vol – બટનનો ઉપયોગ કરીને સેટિંગ્સ ઓપ્શન પર આવો. તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: સેટિંગ્સમાં આવી ગયા બાદ સૌથી પહેલા તમને ટ્રાન્સપોર્ટ નામનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે ટ્રાન્સપોર્ટ પર આવ્યા બાદ તમને 4 ઓપ્શન જોવા મળશે. જેમાં તમે Bluetooth, USB, Wi-Fi, Direct ઓપ્શન જોઈ શક્શો. આમાંથી તમારે જે ઓપ્શન સિલેક્ટ કરવું છે, તે સિલેક્ટ કરી શકો છો. તમારે હાલ યુએસબી ઓપ્શન સિલેક્ટ કરવાનું છે.
સ્ટેપ 6: હવે તમારા ફોનને કમ્પ્યુટર સાથે યુએસબી દ્વારા કનેક્ટ કરો.
સ્ટેપ 7: બાકીના સેટિંગ તમે તમારા પ્રમાણે સેટ કરી શકો છો, જેમ કે થીમ, ઓટો મ્યુટ અને ઓડિયો સોર્સના ઓપ્શન મળે છે.
સ્ટેપ 8: હવે તમારે WO Micના હોમ પેજ પર જઈને પ્લે બટન પર ક્લિક કરવાનું છે. અને કમ્પ્યુટરમાં જઈને તમારે જે પણ વસ્તુ રેકોર્ડ કરવી છે, તેનું રેકોર્ડિંગ શરૂ કરી દો.
હવે તમારો ઓડિયો મોબાઈલના માઈક દ્વારા રેકોર્ડ થઈ રહ્યો છે.
જો WO Mic એપ તમારા ફોનમાં કામ નથઈ કરી રહી તો તમે આવી જ બીજી એપ્સનો ઉપયોગ કરી શકો છો. WO Mic ઉપરાંત તમારી પાસે એન્ડ્રોઈડ અને iOS એપ સ્ટોરમાં બીજા ઘણા ઓપ્શન છે. જેમ કે તમે Live Mic, Extra Mic, Live Microphone, Mic Announce, Pro Microphone, Easy Voice Recorder એપનો ઉપયોગ કરી શકો છો.
માઈક ઉપરાંત તમે કેટલીક એપ્સમાં વોઈસ રેકોર્ડિંગ અને ઓડિયો ચેટ જેવા ફીચર્સનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે આવી એપ્સના પ્રીમિયમ વર્ઝનનો ઉપયોગ કરો છો, તો તમને ઓડિયો એડિટિંગમાં કામ લાગે તેવા ફીચર્સ પણ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications