Just In
- 537 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 538 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 539 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 540 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Gmail અકાઉન્ટને હેકર્સથી બચાવવા માટે યુઝ કરો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન, આ રહ્યા સ્ટેપ્સ
ગૂગલની ઈમેઈલ સર્વિસ જીમેઈલનો જો તમે ઉપયોગ કરો છો, તો તમારે અકાઉન્ટની સિક્યોરિટીનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો અમે કહીએ કે હેકર પાસે તમારા જીમેઈલનો પાસવર્ડ હોવા છતાંય, હેકર તમારો કોઈ પણ ડેટા નહીં ચોરી શકે, તો તમને કદાચ આશ્ચર્ય થશે. પરંતુ આ વસ્તુ શક્ય છે, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને કારણે. ગૂગલ તરફથી અકાઉન્ટ સિક્યોરિટી માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનની સુવિધા આપવામાં આવે છે. આ સેટિંગને અનેબલ કરવાની સાથે સાથે જ તમારા જીમેઈલ અકાઉન્ટની સિક્યોરિટી સ્ટ્રોંગ થઈ જાય છે.

આ રીતે કામ કરે છે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન
ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન તમારા ગૂગલ અકાઉન્ટની સિક્યોરિટી માટે એક એક્સ્ટ્રા લેયર તરીકે કામ કરે છે. જેવું તમે કોઈ નવા ડિવાઈસના જીમેઈલ અકાઉન્ટથી લોગ ઈન કરવાની કોશિશ કરો છો, કે પાસવર્ડ નાખ્યા બાદ તમારે તરત જ આ બીજા સ્ટેપ પર આવવાની જરૂર પડે છે. ગૂગલ તરફથી એ કન્ફર્મ કરવામાં આવશે કે આ ગૂગલ અકાઉન્ટ અસલી યુઝર દ્વારા જ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. સેટિંગ ઓન થયા બાદ તમારા પ્રાઈમરી ફોન પર એક ગૂગલ નોટિફિકેશન આવશે. આ પ્રાઈમરી ડિવાઈસ પર જ્યારે તમારા તરફથી ઓથેન્ટિકેશન પાસ કરવામાં આવશે,ત્યારે જ બીજા ડિવાઈસમાં જીમેઈલ ઓપન કરી શકાશે.
ધ્યાન રાખો કે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ટ્રસ્ટેડ ડિવાઈસમાં જુદી રીતે કામ કરે છે. એક વખત કોઈ નવા ડિવાઈસમાં ટુ સ્ટેપ વેરિફિકેશન પાસ થઈ જાય, તો પછી બીજી વાર તે ડિવાઈસમાં પાસવર્ડની મદદથી જીમેઈલ લોગઈન કરી શકાય છે.
હેકરથી કઈ રીતે બચાવે છે જીમેઈલ અકાઉન્ટનું ડેટા
આ ફીચર હેકરના ખતરાથી તમારા અકાઉન્ટને બચાવે છે. હેકર જો તમારા જીમેઈલ અકાઉન્ટનો પાસવર્ડ હેક કરી લે છે, તો તેણે લોગઈન માટે બીજા સ્ટેપ પર જવું પડશે. જો કે, આ પણ તમારી પરમિશન પર બેઝ્ડ હશે. જ્યારે તમે પરમિશન નહીં આપો, તો અકાઉન્ટ પાસવર્ડ સાથે પણ લોગ ઈન નહીં કરી શકે.
જીમેઈલ માટે આ રીતે ઓન કરો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન
સ્ટેપ 1: સૌથી પહેલા તમારું જીમેઈલ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ રાઈટ કોર્નર પર પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે Manage Your Google Account પર ટેપ કરો.
સ્ટેપ 4: નેવિગેશન પેનલ પર Security પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે How You sign in to google પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે તમારે 2 Step Verification પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 7: હવે Turn on 2 Step verification પર ટેપ કરો.
બસ તમારું કામ થઈ ગયું. ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન થઈ ગયું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications