તમારા ગુગલ ક્રોમ ની સ્પીડ વધારવા માટે ફ્લેગ્સ નો ઉપીયોગ કરો

Posted By: Keval Vachharajani

બધા જ લોકો એવું ઈચ્તા હોઈ છે કે તેમનું બ્રાવઝર વધુ ફાસ્ટ ચાલે અને જે કોઈ પણ વેબ પેજ તેલોકો ખોલવા માંગે છે તે વેબપેજ અથવા ફોટોઝ અમુક સેકંડો ની અંદર જ ઓપન થઇ જાય. અને ઈન્ટરનેટ યુઝર્સ વચ્ચે આ વાત ખુબ જ પોપ્યુલર છે કે ક્રોમ એ સૌથી સારો બ્રાવઝિંગ નો અનુભવ આપે છે.

તમારા ગુગલ ક્રોમ ની સ્પીડ વધારવા માટે ફ્લેગ્સ નો ઉપીયોગ કરો

તો કેવું રહેશે જો તમારા ડેસ્કટોપ ની અંદર રહેલું ગુગલ ક્રોમ તમને પોતાની ધીમીગતિ ના લીધે જરાય હેરાન કર્યા વગર એક્દુમ સ્પીડ માં ચાલે તો? અને આ વસ્તુ માટે તમારે કોઈ વધારે પડતું ઘૂંચવાણ વાળું કામ પણ નથી કરવા નું. આ કામ માટે ક્રોમ પર પહેલે થી જ બધી વસ્તુ તૈયાર જ છે. માત્ર તેના અમુક હિડન ફ્લેગ્સ નો ઉપીયોગ કરવા થી આ કામ સરળતા થી થઇ શકે છે. પરંતુ આ કામ ને શરૂ કરતા પહેલા તમારે તા,અરા ગુગલ ક્રોમ ને અપડેટ કરવું પડશે અને ત્યાર બાદ તેને ઓપન રાખવું પડશે.

સૌથી પહેલા તો આપડે એ જાણવું પડશે કે તે હિડન ફ્લેગ્સ નો કઈ રીતે ઉપીયોગ કરવો. આ બધા ફ્લેગ્સ એ એક એક્સપિરિમેન્ટલ ફીચર છે કે જેને ગુગલ ક્રોમ ની સાથે મુકવા માં આવ્યા છે અને એવું પણ બની શકે કે આવનારા ગુગલ ક્રોમ ના સ્ટેબલ રિલીઝ ની અંદર તે ના પણ હોઈ. જેથી આ ફીચર કોઈ પણ સમયે અદ્રશ્ય થઇ શકે છે. અને કેમ કે આ એક એક્સપિરિમેન્ટલ ફીચર છે જેથી જયારે તમે આ ફ્લેગ્સ નસ પેજ પર જાશો એટલે તમને આગળ વધતા પહેલા એક વોર્નિંગ આપવા માં આવશે.

ગૂગલ પ્લેસ્ટોર અપડેટ, આવ્યું નવું માય એપ સેક્શન

અને ગુગલ ક્રોમ ની અંદર આ ફ્લેગ પેજ નો ઉપીયોગ કરવો ખુબ જ સરળ છે. તમારે માત્ર એડ્રેસ બાર ની અંદર chrome://flags લખી અને એન્ટર આપવા નું રહેશે. અને બસ ત્યાર બાદ તમે એક હિડન પેજ ની અંદર પહોંચી જશો. જેની અળનેર તમને બધા એક્સપિરિમેન્ટલ ફીચરએસ બતાવવા માં આવ્યા હશે અને ત્યાર બાદ હવે આપડે જાણીશું કે તે બધા ફીચર્સ ને કઈ રીતે બદલવા જેથી આપણું ગૂગલે ક્રોમ સ્પીડ માં ચાલી શકે.

તમારા ગુગલ ક્રોમ ની સ્પીડ વધારવા માટે ફ્લેગ્સ નો ઉપીયોગ કરો

નોંધ: અને આ પેજ ની અળનેર કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ફ્લેગ ને સર્ચ કરવા માટે + f ટાઈપ કરો.

માત્ર જરૂરી પેજ ને જ રિલોડ કરો

માત્ર જરૂરી પેજ ને જ રિલોડ કરો

જો તમારી સામે ઘણા બધા પેજીસ ઓપન થઇ અને પડ્યા છે અને જો તે બધા જ લોડ નથી થઇ રહ્યા અને તમે માત્ર એવા જ વેબ પેજ ને લોડ કરવા માંગો છો કે જે જરૂરી છે અથવા જે પેજીસ વિઝિબલ છે તેના માટે 'ઓનલી ઓટો રિલોડ વિઝિબલ પેજ' ઓપ્શન ને ચાલુ કરી દયો. અને જો તમે કોઈ પણ ફેલ્ડ પેજ ને રિલોડ નથી કરવા માંગતા તો, તમે આ ઓપ્શન ને બંધ કરી શકો છો તેના માટે 'ઑફલાઇન ઓટો રિલોડ મોડ' ને બંધ કરવું પડશે. કે જે આની ઉપર જ આપવા માં આવે છે.

પેજ લોડિંગ ટાઈમ ને વધારો

પેજ લોડિંગ ટાઈમ ને વધારો

જો તમે કોઈ પણ પેજ ને ઝડપ થી લોડ કરવા માંગો છો, તો તેના માટે તમારે 'એક્સપિરિમેન્ટલ એડવાન્સ ફીચર' ને ચાલુ કરવું પડશે, આ ફીચર ક્રોમ ને અપારદર્શક કેનવાસ ઉપીયોગ કરવા નિયા નુમતી આપે છે અને કેનવાસ પિક્સલ ની અંદર જેટલું પણ હોઈ તે બધા ને કાઢી નાખે છે.

રાસ્ટર થ્રેડ્સ ના નંબર ને બદલી નાખો

રાસ્ટર થ્રેડ્સ ના નંબર ને બદલી નાખો

જો તમે કોઈ પણ પેજ ને ઓપન કરો ત્યારે જો તમારી સામે ફોટોઝ ધીમે ધીમે ઓપન થતા હોઈ તો, તેના યિપય માટે તમારે રાસ્ટર થ્રેડ્સ વેલ્યુ ને બદલવી પડશે, તેના માટે 'નંબર ઓફ રાસ્ટર થ્રેડ્સ' નામ ના ફીચર ને શોધો. અને ડિફોલ્ટ વેલ્યૂ ને 4 સાથે બદલી નાખો.

એમેઝોન ખુબ જ જલ્દી એઆર અને વીઆર હોમવેર સ્ટોર પર લાવશે

ક્વિક રી-ઓથેન્ટિકેશન

ક્વિક રી-ઓથેન્ટિકેશન

ડેટા ને ઝડપ થી મોકલવા અને મેળવવા માટે, તમારે 'TCP ફાસ્ટ ઓપન' એક્સટેન્સશન ને ચાલુ કરવું પડશે, કે જે ક્રોમ ને એક ક્રિપ્ટોગ્રાફિક કૂકી આપે છે જેના કારણે, તે એક પરંપરાગત રીતે થવા '3 વે હેન્ડ શેક' ના પુરા થયા પહેલા જ રી-ઓથેન્ટિકેશન કરી શકે છે.

ટેબ્સ ને બંધ કરો અને વિન્ડોઝ ફાસ્ટર

ટેબ્સ ને બંધ કરો અને વિન્ડોઝ ફાસ્ટર

'ફાસ્ટ ટેબ/વિન્ડો ક્લોઝ' આ ઓપ્શન ને ચાલુ કરવા થી તે બંને ટેબ અને વિન્ડો બંને ને ઝડપ થી બંધ કરે છે.

કેચ ને સારી રીતે રિયુઝ કરો

કેચ ને સારી રીતે રિયુઝ કરો

'સ્ટેલ વાઇલ રિવેલિડેટ' ઓપ્શન ને ચાલુ કરો, જેના દ્વારા તમે કેચ ને ફરી થી ઉપીયોગ કરી શકો પછી ભલે ને તે સ્ટેલ બની ગઈ હોઈ. આવું કરવા થી તમને એક સારો અને ઝડપી બ્રાવઝિંગ નો અનુભવ મળી શકે છે.

નવા ઝડપી કનેક્શન ને એસ્ટાબ્લિશ કરો

નવા ઝડપી કનેક્શન ને એસ્ટાબ્લિશ કરો

એક નવા ઝડપી કનેક્શન ને એસ્ટાબ્લિશ કરવા માટે, 'QUIC પ્રોટોકોલ' પર જાવ, અને તેને ચાલુ કરો, QUIC એ એક એક્સપિરિમેન્ટલ ટ્રાન્સપોર્ટ લેયર નેટવર્ક પ્રોટોકોલ જે બેન્ડવિથ ને ઘટાડવા પર ફોક્સ કરે છે.

તમારા બ્રાવઝર ને ફરી થી લોન્ચ કરો

તમારા બ્રાવઝર ને ફરી થી લોન્ચ કરો

એક વખત જયારે તમે આ બધા જ ફ્લેગ સેટિંગ્સ ને બદલી નાખો, ત્યાર બાદ તમારે તે બધા જ બદલાવ ને બદલ્યા પછી કન્ફોર્મ કરવા ના રહેશે અને તેના માટે તમારે 'રિલોન્ચ નવ' બટન પર ક્લિક કરવા નું રહેશે, કે જે સામાન્ય રીતે પેજ ની નીચે ની તરફ આપવા માં આવતું હોઈ છે.

ફ્લેગ્સ ને રીસ્ટોર કરો

ફ્લેગ્સ ને રીસ્ટોર કરો

જેટલા પણ ફ્લેગ ના બદલાવ તામર બ્રાવઝર પર કરવા માં આવેલ છે જો તે બેહદ જ બ્રાવઝર ને તમે જેવા હતા તેમ કેવા માંગો છો ટૂંક માં અનડુ કરવા માંગતા હો તો, તમે તેને સરળતા થી રીસેટ કરી શકો છો, અને તેમના માટે તમારે પેજ ના ટોચ સુધી સ્ક્રોલ કરવા નું રહેશે. ત્યાર બાદ તમારે 'રીસેટ ઓલ ટુ ડિફોલ્ટ' પર ક્લિક કરવા નું રહેશે અને તમારા બ્રાવઝર ને રિસ્ટાર્ટ કરવા નું રહેશે, અને બસ તમારું કામ પૂરું.

બીજા પણ ઘણા બધા એવા ઓપ્શન છે જેના દ્વારા આ કામ થઇ શકે છે, અને તમે તે બધા નો પણ ઉપીયોગ કરી શકો છો અને તે પણ કોઈ પણ પ્રકાર ના દર વગર કેમ કે તમને ખબર છે કે તેને રીસ્ટોર કઈ રીતે કરવા.

English summary
How about having the Google Chrome browser in your desktop which lets you browse any page without frustrating you because of its slowness?

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot