Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઈન્ટરનેટ વગર પણ થઈ જશે UPI પેમેન્ટ, બસ આટલું કરો, કામ લાગશે
ઘણીવાર એવી પરિસ્થિતિ સર્જાય કે આપણી પાસે ઓનલાઈન પેમેન્ટ કરવા સિવાય કોઈ ઓપ્શન ન હોય, એટલે કે ઓનલાઈન પેમેન્ટ કરવું જ પડે તેમ હોય. પરંતુ આવી સ્થિતિમાં ઈન્ટરનેટ સ્લો હોય કે પછી ઈન્ટરનેટ કનેક્શન જ ન આવતું હોય. આવી સ્થિતિમાં પરેશાન થવું સ્વાભાવિક છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ વગર પણ UPI પેમેન્ટ કરી શકાય છે. સરકાર આવો ઓપ્શન આપે છે. જો કે, મોટાભાગના લોકોને આ વિશે માહિતી નથી હોતી. અહીં આ આર્ટિકલમાં અમે તમને ઈન્ટરનેટ કનેક્શન વગર UPI પેમેન્ટ કરવાની રીત જણાવી રહ્યા છીએ. તમે આ કામ ઓફિશિયલ USSD કોડ ડાયલ કરીને સરળતાથી કરી શકો છો.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા NPCI દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવા દ્વારા તમે ઈન્ટરનેટ વગર પણ બેન્કિંગ સેવાનો ઉપયોગ કરી શકો છો. *99# સર્વિસ અલગ અલગ બેન્કિંગ કામ માટેની સુવિધા આપે છે, જેમાં ઈન્ટરબેન્ક ફંડ ટ્રાન્સફર, અકાઉન્ટ બેલેન્સ ચેક કરવું અને UPI પિન સેટ કરવા જેવી બાબતો સામેલ છે. જો તમારી પાસે ઈન્ટરનેટ કનેક્શન નથી, તો તમે UPI પેમેન્ટ કરવા માટે *99#નો ઉપયોગ કરી શકો છો. આ USSD કોડનો ઉપયોગ કરવા અંગે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની બધી જ માહિતી આપીશું.
ઈન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરવા આટલું કરો.
- સૌથી પહેલા તમારા બેન્ક અકાઉન્ટ સાથે લિંક્ડ રજિસ્ટર્જ મોબાઈલ નંબરથી *99# ડાયલ કરો.
- હવે તમને જુદી જુદી બેન્ક ફેસિલિટીઝ અંગેનું એક મેન્યુ જોવા મળશે. જેમાં નીચે દર્શાવેલા ઓપ્શન્સ હશે.
1. Send Money
2. Request Money
3. Check Balance
4. My Profile
5. Pending Request
6. Transactions
7. UPI Pin
- તમારે જો પૈસા મોકલવા છે, તો 1 ટાઈપ કરો અને સેન્ડ કરો.
- બાદમાં પૈસા મોકલવાનું માધ્યમ પસંદ કરો. જેમ કે મોબાઈલ નંબર, UPI ID, સેવ્ડ બેનિફિશયરી કે કોઈ બીજા ઓપ્શન. બાદમાં જરૂરી નંબર્સ એન્ટર કરીને સેન્ડ પર ટેપ કરો.
- જો તમે મોબાઈલ નંબર દ્વારા ટ્રાન્સફરનો ઓપ્શન સિલેક્ટ કરો છો, તો રિસીવરના UPI અકાઉન્ટ સાથે લિંક્ડ મોબાઈલ નંબર એન્ટર કરો અને સેન્ડ પર ટેપ કરો.
- બાદમાં એ અમાઉન્ટ એન્ટર કરો, જે તમે ટ્રાન્સફર કરવા ઈચ્છો છો અને સેન્ડ પર ટેપ કરો.
- તમે ઈચ્છો તો પેમેન્ટ માટે રિમાર્ક પણ આપી શકો છો.
- હવે ટ્રાન્ઝેક્શન કમ્પલિટ કરવા માટે UPI પિન એટર કરો.
બસ આટલું કરતા જ તમારું ઓફલાઈન UPI ટ્રાન્ઝેક્શન થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications