Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બેન્ક અકાઉન્ટ વગર પણ થશે UPI પેમેન્ટ, આ રીતે બનાવો આઈડી
UPI Without Bank Account: UPI એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસના આવવાથી દેશભરમાં ડિજિટલ લેવડદેવડ ખૂબ સરળ બની ગઈ છે. ઘણા લોકો નાનાથી મોટા બધા જ પેમેન્ટ ફોન પે, પેટીએમ અને ગૂગલ પે દ્વારા જ કરે છે. કરિયાણાની ખરીદી હોય કે પછી ઓનલાઈન પેમેન્ટ દરેક જગ્યાએ યુપીઆઈ દ્વારા પેમેન્ટ થઈ જાય છે. ડિજિટલ પેમેન્ટ સરળ બની જવાથી મારા જેવા અનેક લોકોએ હવે કૅશ રાખવાનું પ્રમાણ ઘટાડી દીધું છે.
યુપીઆઈ પેમેન્ટ દ્વારા યુઝર્સની સુવિધા માટે નવા નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે. પહેલા જ્યાં યુપીઆઈ પેમેન્ટ માટે બેન્ક અકાઉન્ટ જરૂરી હતું, તેવું હવે રહ્યું નથી. એટલે કે જો તમારી પાસે બેન્ક અકાઉન્ટ નથી તો પણ તમે યુપીઆઈ અકાઉન્ટ બનાવી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને યુપીઆઈ અકાઉન્ટ કેવી રીતે બનાવવું તે શીખવીશું.

બેન્ક અકાઉન્ટ વગર પેમેન્ટ
NPCIએ તાજેતરમાં જ ડેલિગેટેડ પેમેન્ટ સિસ્ટમ લોન્ચ કરી છે. જેની મદદથી યુઝર્સ બેન્ક અકાઉન્ટ વગર પણ યુપીઆઈ અકાઉન્ટ બનાવી શકે છે. અત્યાર સુધી એવું હતું કે યુપીઆઈ સર્વિસ યુઝ કરવા માટે બેન્ક અકાઉન્ટ હોવું જરૂરી છે. તેની સાથે જ યુપીઆઈ આઈડી એક્ટિવ કરવા માટે બેન્ક અકાઉન્ટ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર પણ લિંક હોવા જરૂરી છે.
પરંતુ NPCIના નવા ફીચરની મદદથી યુપીઆઈ સર્વિસ માટે બેન્ક અકાઉન્ટની જરૂર નહીં પડે. હવે યુઝર્સ પોતાના સેવિંગ અકાઉન્ટ દ્વારા બીજા માટે પણ યુપીઆઈ અકાઉન્ટ બનાવી શકે છે. આ સર્વિસ અબલ કરવા માટે યુઝર્સે એક નાનકડું વેરિફિકેશન કરવું પડશે, જે બાદ યુઝર્સ યુપીઆઈ પેમેન્ટ કરી શક્શે.
પ્રાઈમરી અકાઉન્ટ હોલ્ડર પાસે રહેશે કંટ્રોલ
UPIના આ ફીચરની મદદથી એક બેન્ક અકાઉન્ટ દ્વારા તમે પરિવારના કોઈ અન્ય સભ્યના UPI અકાઉન્ટ પણ મેનેજ કરી શકો છો. સાથે જ પ્રાઈમરી અકાઉન્ટ હોલ્ડર પાસે જ આખો કંટ્રોલ રહેશે. પ્રાઈમરી અકાઉન્ટ હોલ્ડર લિંક અકાઉન્ટને પેમેન્ટનું એક્સેસ આપી શક્શે, કે એક્સેસ ડિસેબલ પણ કરી શક્શે.
બેન્ક અકાઉન્ટ વગર આ રીતે બનાવો UPI આઈડી
સ્ટેપ 1: સૌથી પહેલા તમારી UPI પેમેન્ટ એપમાં UPI સર્કલ પર ક્લિક કરીને Add Family And Friend પર ટેપ કરો.
સ્ટેપ 2: હવે તમારે સેકન્ડરી UPI આઈડી એડ કરવાનું છે. તેના માટે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી જે વ્યક્તિને એડ કરવા છે, સીધો જ તેનો નંબર એડ કરી શકો છો.
સ્ટેપ 3: બાદમાં તમારા સેકન્ડરી અકાઉન્ટની લિમિટ અને દરેક પેમેન્ટની અપ્રૂવલ સેટ કરવાનો તમને ઓપ્શન મળશે.
સ્ટેપ 4: સેકન્ડરી યુઝરને સિક્વેસ્ટ એક્સેપ્ટ કરવા માટેનું નોટિફિકેશન મળશે. આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ સેકન્ડરી યુઝર યુપીઆઈ અકાઉન્ટથી લેવડ દેવડ કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications