Aadhaar Cardમાં ફોટો કરો અપડેટ, ઘરે બેઠા જ થઈ જશે પ્રોસેસ

By Gizbot Bureau
|

આધાર કાર્ડ ભારતમાં સૌથી જરૂરી દસ્તાવેજ છે. કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવાથી લઈને ઓળખ પત્ર સુધી આધાર કાર્ડ ઉપયોગમાં આવે છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી, તો તમારા કેટલાક કામ અટકી શકે છે. આધાર કાર્ડ હોટેલ બુકિંગથી લઈને ટ્રેનમાં ટિકિટ ચેકરને પણ બતાવવું પડે છે. હવે, જો તમારા આધાર કાર્ડમાં તમારો ફોટો સારો નથી કે ઓળખી શકાય તેવો નથી, તો કેટલીકવાર ઓળખ સાબિત કરવામાં મુશ્કેલી આવી શકે છે. તો ઘણીવાર આધાર કાર્ડ બનાવતા સમયે ફોટો પડાવ્યાના કેટલાક વર્ષોમાં આપણા ચહેરામાં પણ ફેરફાર આવે છે, પરિણામે કેટલાક વર્ષે ફોટો અપડેટ કરવો જરૂરી બને છે.

Aadhaar Cardમાં ફોટો કરો અપડેટ, ઘરે બેઠા જ થઈ જશે પ્રોસેસ

જો તમને પણ આધાર કાર્ડના ફોટોને લઈને આવી કોઈ સમસ્યા છે, તો આજે અમે તમને એવા કેટલાક સ્ટેપ્સ જણાવીશું જેને કારણે તમે ઘરે બેઠા બેઠા ગણતરીની મિનિટોમાં જ તમારો ફોટો અપડેટ કરી શક્શે. હવે આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી.

UIDAIની સત્તાવાર વેબસાઈટ પર કરી શકાય છે પ્રોસેસ

જો તમારે આધાર કાર્ડમાં તમારો ફોટો અપડેટ કરવો છે, તમારે બીજો નવો ફોટો લગાવવો છે, તો હવે તમે ઓનલાઈન આ સુધારો કરી શકો છો. Unique Identification Authority of Indiaની મદદથી તમે ઘરે બેઠા બેઠા મોબાઈલ કે કમ્પ્યુટરથી આધાર કાર્ડમાં તમારું નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, જાતિ, જન્મતારીખ બદલી શકો છો.

આ સ્ટેપ્સ ફોલો કરીને ફોટો કરો અપડેટ

- આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવા માટે સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ પર લોગઈન કરવું પડશે.

- હવે અહીં આધાર સેક્શનમાં જઈને આધાર અપડેટ ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. અહીં તમારે જે ડિટેઈલ્સ અપડેટ કરવી છે, તેના વિશે માહિતી આપવાની રહેશે.

- આ ફોર્મ ભરીને તમારે પર્મેનેન્ટ એનરોલમેન્ટ સેન્ટરમાં જમા કરાવવાનું છે.

- અહીં તમારી બાયોમેટ્રિક ડિટેઈલ્સ પણ લેવામાં આવશે.

- આ આખી પ્રોસેસ કરીને તમારે 100 રૂપિયા ફી જમા કરાવવી પડશે.

- આ પ્રક્રિયા પૂરી થયા બાદ તમને એક્નોલેજમેન્ટ સ્પિલ આપવામાં આવશે, જેમાં એક URL મળશે.

- આ URLનો ઉપયોગ કરીને તમે તમારા આધાર કાર્ડમાં અપડેટ્સ આવી કે નહીં તે ચેક કરી શકો છો.

તમારા આધાર કાર્ડમાં અપડેટ્સ થઈ ગયા પછી તમે નીચે દર્શાવેલા સ્ટેપ્સ પ્રમાણે અપડેટેડ આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.

- સૌથી પહેલા આધાર કાર્ડની સત્તાવાર વેબસાઈટ એટલે કે UIDAIની વેબસાઈટ ઓપન કરો.

- હવે અહીં તમારે My Aadhaar વિકલ્પ પર ક્લિક કરવાનું છે.

- બાદમાં Download Aadhaar ઓપ્શન પર ક્લિક કરો.

- હવે તમારી સામે જે પેજ ખુલશે, તેમાં તમારે તમારો આધાર નંબર, એનરોલમેન્ટ આઈડી અથવા વર્ચ્યુઅલ આઈડી ઈનપુટ કરો.

- હવે કેપ્ચા ઈનપુટ કરો અને Send OTP વિકલ્પ પર ક્લિક કરો.

- આટલુ કર્યા બાદ તમને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મળશે. આ ઓટીપી ઈનપુટ કરો અને માસ્ક્ડ આધાર કાર્ડ જોઈતું હોય તો ચેક બોક્સ પર ક્લિક કરો.

- હવે Verify & Download પર ક્લિક કરીને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી લો.

Best Mobiles in India

English summary
Update your photo in Aadhaar card online know the steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X