અન ઈન્સ્ટોલ કર્યા બાદ પણ એપ્સ ચોરે છે તમારો ડેટા, આ સેટિંગથી ડેટા રાખો સુરક્ષિત

By Gizbot Bureau
|

આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતું હોય તેવું માણસ મળવું મુશ્કેલ છે. ભાગ્યે જ તમને કોઈ એવું માણસ મળશે, જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતું હોય. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે આજકાલ મોટા ભાગના કામ ફોન દ્વારા જ થઈ જાય છે. નોર્મલ કોલ કરીને વાત કરવાથી લઈને વીડિયો કોલની સાથે ઈન્ટરનેટને લગતી તમામ સુવિધાઓ આપણને હથેળીમાં રહેલા ફોનમાં જ મળી જાય છે.

યુઝર્સ એક્સપીરિયન્સ સુધારવા માટે ફોનમાં ઘણી જુદા જદા પ્રકારની એપ્સ પણ મળી જાય છે, જે આપણા ઘણા બધા કામ આંગળીના ટેરવે કરી આપે છે. એપને ડાઉનલોડ કરતા સમયે યુઝર્સ ઘણી બધી બાબતોનું ધ્યાન આપે છે, પરંતુ શું તમે જાણો છો કે એપ ડાઉનલોડ કરી લીધા બાદ પણ તમારે કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે એપ અન ઈન્સ્ટોલ કર્યા બાદ પણ તમારે સાવચેતી રાખવાની જરૂર હોય છે?

અન ઈન્સ્ટોલ કર્યા બાદ પણ એપ્સ ચોરે છે તમારો ડેટા

જો તમે નથી જાણતા કે એપ અનઈન્સ્ટોલ કર્યા બાદ પણ મોબાઈલનો ડેટા ચોરાતો રહે છે, તો તમારે આ આર્ટિકલ આખો વાંચવાની જરૂર છે. ઘણીવાર એવું થાય છે કે આપણે એપ થોડા દિવસ વાપરીએ અને પછી અનઈન્સ્ટોલ કરી નાખીએ. આ એપ ફોનના હોમપેજ પરથી તો ડિલીટ થઈ જાય છે, પરંતુ ફોનના સેટિંગમાં તો હોય જ છે, અને ત્યાંથી તમારો ડેટા ચોરાતો રહે છે.

આવી સ્થિતિમાં તમારી પ્રાઈવસી એટલે કે અંગત માહિતી ચોરી થવાનો ખતરો સર્જાય છે. હવે તમે એ વિચારતા હશો કે સમસ્યા તો ઠીક છે, પરંતુ તેનો ઉકેલ શું. તો અમે તમારી આ સમસ્યા માટે સમાધાન લઈને આવ્યા છીએ. જેનાથી તમે ડેટા ચોરી થવાથી બચાવી શક્શો.

આ ટ્રિકનો ઉપયોગ કરશો, તો તમારો ડેટા નહીં લીક થાય

સ્ટેપ 1: સૌથી પહેલા ફોનના સેટિંગ્સમાં ગૂગલ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 2: હવે Manage Your Google Account પર જાવ.

સ્ટેપ 3: હવે અહીં દેખાતા Data and Privacy ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 4: જેની નીચે તમને થ્ડ પાર્ટી એપ્સ એન્ડ સર્વિસ નામનો ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 5: આ ઓપ્શન પર ક્લિક કરીને તમે ફોનમાં રહેલી ડિલીટ કરેલી એપ્સ જોઈ સ્કશો. આ લિસ્ટમાં અન ઈનસ્ટોલ એપ પર ક્લિક કરો.

સ્ટેપ 6: હવે એક્સેસ એન્ડ કનેક્શન ડિલીટ પર ક્લિક કરો.

આ આખી પ્રોસેસ ફોલો કર્યા બાદ મોબાઈલ ડેટા શૅર થવાનો બંધ થઈ જશે, અને તમારો ડેટા સેફ રહેશે.

Best Mobiles in India

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X