Uber Hack: 90 દિવસ પહેલા બૂક કરી શકો છો કેબ, આટલું કરો

By Gizbot Bureau
|

Uber Cab સર્વિસ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જે Uber Reserve નામથી ઓળખાઈ રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ હવે 90 દિવસ પહેલા એટલે કે ત્રણ મહિના એડવાન્સમાં કેબ બુક કરી શક્શે. ફ્લાઈટ્સ અ હોટેલ્સની જેમ હવે મુસાફરો પણ પોતાની ટ્રિપના પ્લાનિંગ મુજબ એડવાન્સમાં કેબ રિઝર્વ કરાવી શક્શે. આ ફીચર હાલ પુરતું ઉબર કેબ સર્વિસ દ્વારા માત્ર અમેરિકા અને કેનેડામાં જ રોલ આઉટ કરવામાં આવ્યું છે.

Uber Hack: 90 દિવસ પહેલા બૂક કરી શકો છો કેબ, આટલું કરો

ઉબરના સત્તાવાર બ્લોગ પર આપવામાં આવેલી માહિતી મુજબ આ ફીચર આજથી જ રોલ આઉટ કરવામાં આવ્યું છે. કંપનીએ પોતાના બ્લોગ પર લખ્યું છે કે,’અમે તમારા માટે ઉબર રિઝર્વ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેના દ્વારા યુઝર્સ 90 દિવસ પહેલા કેબ બૂક કરી શક્શે. આ દરમિયાન તમને રાઈડનું ભાડું અને ડ્રાઈવરની ડિટેઈલ્સ પણ એડવાન્સમાં મળી જશે.’

આ રીતે 90 દિવસ પહેલા બૂક કરો ઉબર રાઈડ

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે માત્ર એપ ઓપન કરવાની છે. એપ પર તમને Uber Reserve નામનો વિકલ્પ મળશે. હવે તમારે જે દિવસની કેબ બુક કરવી છે, તે દિવસની તારીખ અને સમય સહિત પિક અપ ડિટેઈલ્સ ઈનપુટ કરો. બસ તમારી કેબ રિઝર્વ થઈ જશે. ઉબરે આ સાથે એ વાત પણ જણાવી છે કે આ એડવાન્સમાં બુક થયેલી કેબ યુઝર્સ પીકઅપના 60 મિનિટથી પહેલા ફ્રીમાં કેન્સલ પણ કરી શક્શે. જે યુઝર્સ એડવાન્સમાં કેબ બુક કરી રહ્યા છે, તેમને એડવાન્સમાં ફેર પણ જાણવા મળશે, જે બાદ યુઝર કેબ બુક કરવી કે નહીં તે નક્કી કરી શક્શે.

આ સાથે જ ઉબર કેબ સર્વિસ દ્વારા એપમાં બીજા પણ કેટલાક ફીચર્સ એડ કરવામાં આવ્યા છે, જેમાં પિકઅપ માટેના ડિરેક્શન અને Walking ETAsનો સમાવેશ થાય છે.

ડિરેક્શન ટુ પિકઅપ ફીચર દ્વારા એપ જ હવે પોતાના યુઝર્સને ઉબર પિકઅપ એરિયા સુધી પહોંચવા માટે સ્ટેપ બાય સ્ટેબ ગાઈડન્સ આપશે. ઉબરના બ્લોગ પર આ ફીચર અંગે લખવામાં આવ્યું છે કે,’અમારું આ રસ્તો શોધવાનું નવું ફીચર આખા વિશ્વમાં 30થી વધુ એરપોર્ટ પર સચોટ રીતે રસ્તો બતાવે છે. આગામી મહિનામાં અમે આ સર્વિસને હજી વધુ વિસ્તારવાના છીએ.’

Walking ETA ફીચર અંગે પણ કંપનીનું કહેવું છે કે,’ આ ફીચર વિશ્વભરના 400થી વધુ એરપોર્ટ પર ટૂંક સમયમાં ગેટથી બેગેજ ક્લેમ સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે તેનું વધુ સચોટ આયોજન કરવામાં તમને મદદ કરશે.’

વધુમાં Uber દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે, કંપની Uber for Business ટૂંક સમયમાં જ તેના રાઇડર્સ માટે નવી 'બિઝનેસ કમ્ફર્ટ' સુવિધા રજૂ કરશે. આ વિકલ્પ "કામકાજ માટે મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ બિઝનેસ-ક્લાસ અનુભવ સાથે વિશિષ્ટ રાઈડ વિકલ્પ" છે. જો કે, આ સુવિધા માત્ર પસંદગીના શહેરોમાં જ ઉપલબ્ધ થશે.

Best Mobiles in India

English summary
Uber hack how to book a cab before 90 days

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X