Just In
ટ્રુકોલર પર કોલ રેકોર્ડિંગ ના ફીચર ને ફરી લોન્ચ કરવા માં આવ્યું તેનો ઉપીયોગ કઈ રીતે કરવો?
ટ્રુકોલર દ્વારા તેમના ઘણા બધા નવા ફીચર્સ ને લોન્ચ કરવા માં આવ્યા છે. જેની અંદર વિડિઓ કોલર આઈડી, ઘોસ્ટ કોલ, કોલ એનાનુંસ વગેરે જેવા ફીચર્સ નો સમાવેશ કરવા માં આવેલ છે. અને તેની સાથે સાથે ટ્રુકોલર દ્વારા ભારત ના યુઝર્સ માટે તેમના કોલ રેકોર્ડિંગ ના ફીચર ને પણ લોન્ચ કરવા માં આવેલ છે. આ ફીચર ની મદદ થી યુઝર્સ ઇનકમિંગ અને આઉટગોઈંગ કોલ્સ ને રેકોર્ડ કરી શકશે.

વિડિઓ કોલર આઈડી ની અંદર જયારે તેમના કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર થી કોઈ પણ કોલ કરવા માં આવે છે ત્યારે એક શોર્ટ વિડિઓ બતાવવા માં આવે છે જેને યુઝર્સ રેકોર્ડ કરી શકે છે. અને આ સેલ્ફી વિડિઓઝ પ્રિ લોડેડ ટેમ્પ્લેટ્સ અથવા ઓરીજનલ વિડિઓ કઈ પણ હોઈ શકે છે. અને આ ફીચર માત્ર એ કોન્ટેક્ટ ની અંદર જ કામ કરશે કે જેને તમારા સ્માર્ટફોન ની અંદર સેવ કરવા માં આવેલ છે અને તે પણ માત્ર વેરિફાઇડ બિઝનેસ કોલ્સ સાથે જ કામ કરી શકશે.
કંપની દ્વારા તેમના બ્લોગપોસ્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, ઘોસ્ટ કૉલ્સ તમને વાસ્તવિક જીવનમાં સ્કેમર્સથી બચવા અથવા ફક્ત થોડો વિરામ લેવા માટે અગાઉથી નકલી કૉલ્સ શેડ્યૂલ કરવાની મંજૂરી આપે છે. તમે નામ, નંબર અને પ્રોફાઇલ ચિત્ર નક્કી કરો અથવા તમે તમારા સંપર્કોમાંથી એક પસંદ કરી શકો છો.
જોકે આ ફીચર્સ ને અત્યારે માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ લોન્ચ કરવા માં આવેલ છે. અને આ ફીચર્સ ને ક્યારે આઇઓએસ યુઝર્સ માટે લોન્ચ કરવા માં આવશે તેના વિષે કંપની દ્વારા કોઈ માહિતી આપવા માં આવેલ નથી.
એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ટ્રુકોલર ની મદદ થી કોલ્સ ને કઈ રીતે રેકોર્ડ કરી શકાય છે?
- તમારા સ્માર્ટફોન સેટિંગ્સ ની અંદર જય અને એક્સેસીબિલીટી ની અંદર જાવ.
- ત્યાર પછી તરૂ કોલર રેકોર્ડિંગ ના વિકલ્પ ને પસન્દ કરો.
- તેના પછી યુઝ ટ્રુકોલર કોલ રેકોર્ડિંગ ના વિકલ્પ ની સામે આપેલા ટોગલ ને ઓન કરો.
તમે આ કોલ્સ ને શોર્ટકટ ની મદદ થી પણ રેકોર્ડ કરી શકો છો. અને તમે આ જ બધા સ્ટેપ્સ ને અનુસરી ને કોલ રેકોર્ડિંગ ને ઓફ પણ કરી શકો છો. અને જો યુઝર્સ દ્વારા તમારા કોલ્સ ને રેકોર્ડ કરવા માં આવતા હશે તો તેના વિષે તમને કોઈ પણ જાણ કરવા માં નહિ આવે.
આ રેકોર્ડ કરેલા કોલ્સ ને તમારા સ્માર્ટફોન ની અંદર લોકલી સ્ટોર કરવા માં આવે છે અને ત્યાર પછી તમે તેને બ્લુટુથ, ઇમેઇલ, અથવા બીજી કોઈ પણ મેસેજિંગ સર્વિસ ની મદદ થી શેર કરી શકો છો.
અને આ બધા ફીચર્સ ની સાથે ટ્રુકોલર ની અંદર હવે કોલ્સ અને એસએમએસ માટે અલગ અલગ ટેબ પણ આપવા માં આવેલ છે. અને કંપની દ્વારા આ બાબત વિષે જણાવવા માં આવ્યું હતું કે એપ ની યુઆઈ ને ડિક્લટર કરવા માટે આ પગલું લેવા માં આવેલ છે. અને હવે યુઝર્સ તેમની એપ ની હોમ સ્ક્રીન પર થી જ તેમના બધા જેલ્સ અને એસએમએસ નું ધ્યાન રાખી શકશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470