Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
TrueCallerએ લોન્ચ કર્યું કૉલ રેકોર્ડિંગ અને AI Transcription ફીચર, આ રીતે યુઝ કરો
TrueCallerએ ભારતમાં કૉલ રેકોર્ડિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પાવર્ડ ટ્રાન્સક્રિપ્શન ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે રિલીઝ કરી દેવાયું છે. આ ફીચર અમેરિકામાં ઓલરેડી જૂન 2023માં આપીદ ેવાયું હતું. પરંતુ ભારત સહિત બાકીના દેશો માટે હવે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સ ઈનકમિંગ અને આઉટગોઈંગ કૉલ રેકોર્ડ કરી શક્શે, સાથે જ AIની મદદથી તેની ટ્રાન્સ્ક્રિપ્ટ પણ બનાવી શક્શે. આ ફીચર પ્રીમિયમ ફીચર તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે, એટલે ટ્રુકૉલરનું પ્રીમિયમ વર્ઝન યુઝ કરતા યુઝર જ તેનો ઉપયોગ કરી શક્શે. ચાલો, જાણી લઈએ કે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

TrueCaller પર રેકોર્ડ કરી શકાશે કૉલ
TrueCallerનું કહેવું છે કે આ ફીચર યુઝર્સને સીધા જ એપની અંદર કોલ રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. હવે યુઝર્સે કોલ રેકોર્ડિંગ માટે કોઈ થર્ડ પાર્ટી એપ પર આધાર રાખવાની જરૂર નથી. આ ઉપરાંત કંપનીએ AI દ્વારા ટ્રાન્સક્રિપ્શનની સુવિધા પણ લોન્ચ કરી છે, જે કોલ પૂરો થયા બાદ તરત જ રેકોર્ડ કરેલા કોલનું ટ્રાન્સક્રિપ્શન આપી દેશે.
તમન જણાવી દઈએ કે એપ પર કોલ રેકોર્ડિંગની સુવિધા આ પહેલા પણ હતી. પરંતુ ગૂગલે કોલ રેકોર્ડ કરવા માટેની એક્સેસિબિલિટી સુવિધાઓ માટે ખાસ ડિઝાઈન કરેલા API યુઝ કરનાર એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારથી ટ્રુ કોલરે પોતાની સુવિધા બંધ કરી હતી.
એન્ડ્રોઈડ પર કોલ રેકોર્ડ કરવા આટલું કરો.
TrueCaller પર કોલ રેકોર્ડ કરવા માટે એપમાં કોલ સ્ક્રીન પરથી જ સીધા કોલ રેકોર્ડ કરવામાં સક્ષમ બનાવવા માટે યુઝર્સે પહેલા ટ્રુકૉલરને ડિફોલ્ટ ડાયલર તરીકે સેટ કરવાનું છે.
- આ માટે સૌથી પહેલા એન્ડ્રોઈડ સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાવ. બાદમાં એપ્સમાં જાવ અને હવે ડિફોલ્ટ એપ્લીકેશન પર ક્લિક કરો.
- હવે ફોન સિલેક્ટ કરો અને પછી TrueCaller પર ક્લિક કરો.
- હવે જ્યારે પણ તમે કોલ કરો છો કે કોલ રિસીવ કરો છો ત્યારે તમારે બસ Rec બટન પર ક્લિક કરવાનું છે અને બસ રેકોર્ડિંગ શરૂ થઈ જશે.
- કોલ કટ થઈ ગયા બાદ આ રેકોર્ડિંગ અને ટ્રાન્સક્રિપ્શનની એક નોટિફિકેશન આવી જશે.
- આઈફોન પર કોલ રેકોર્ડ કરવા માટે આટલું કરો.
- આઈફોન પર ટ્રુ કોલરમાં કોલ રેકોર્ડિંગ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ફોનના સેટિંગમાં જવાની જરૂર નથી.
- તમારે બસ ફોન પર આવતા કોલને રિસીવ કરવાના છે.
- કોલ કનેક્ટ થઈ ગયા બાદ, આઈફોનમાં ટ્રુકોલર ઓપન કરો.
- પછી સર્ચ પેજ પર જાવ અને રેકોર્ડ અ કોલ પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર નીચે તમને Call The Recording line ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
- બાદમાં કૉલ સ્ક્રીન પર પાછા જાવ અને મર્જ ઓપ્શન પર ક્લિક કરી દો.
- હવે કૉલ રેકોર્ડ થવાનું શરૂ થઈ જશે અને તમારો કોલ રેકોર્ડ થયા બાદ એક પુશ નોટિફિકેશન આવશે.
ઘ્યાન રાખો કે આ ટ્રુકોલર દ્વારા આપવામાં આવેલી ખાસ રેકોર્ડિંગ લાઈન હશે, કારણ કે એપલ કોલ રેકોર્ડિંગની પરવાનગી નથી આપતું. કૉલ્સને મર્જ કરવા માટે કંપની કોલને પોતાની સિસ્ટમ પર પણ રેકોર્ડ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications