Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
લાઈટ બિલ બચાવવાની સ્માર્ટ ટિપ્સ,આ રીતે બિલ આવશે એકદમ ઓછું
આમ તો ચોમાસું શરૂ થઈ ચૂક્યુ છે, પરંતુ હજી સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો નથી. વળી વરસાદ પડ્યા બાદનો બફારો વધારે હેરાન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં એસી અને પંખાનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. કૂલર, પંખા, એસી, ફ્રિજ જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ જેમ જેમ વધે છે, તેમ તેમ તેની અસર ખિસ્સા પર પણ પડે છે. આવી સ્થિતિમાં જ્યારે આ ગેજેટ્સનો ઉપયોગ ટાળી શકાતો નથી, ત્યારે આપણે લાઈટબિલ બચાવવા જુદી જુદી કોશિશ કરી છીએ. પરંતુ તેમ છતાંય આપણું કામ બનતું નથી. પરંતુ આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું, જેનું ધ્યાન રાખશો, તો લાઈટબિલનો ખર્ચો ઘટી જશે.

LED બલ્બનો કરો ઉપયોગ
જો તમે ફિલામેન્ટ કે પછી CFL બલ્બનો ઉપયોગ કરી રહ્યા છો, અને ઈચ્છો છો કે તમારું લાઈટબિલ ઘટી જાય તો આવું થવું મુશ્કેલ છે. કારણ કે આ રીતના બલ્બ વધારે વીજળી વાપરે છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડે છે. એટલે જો તમારે ફિલામેન્ટ કે સીએફએલના બદલે LED બલ્બનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી બિલ ઓછું આવશે.
5 સ્ટાર રેટિંગ ધરાવતા ડિવાઈસ
માર્કેટમાં જુદા જુદા ઘણા પ્રકારના ઈલેક્ટ્રિક ડિવાઈસ મળે છે, પરંતુ તમારે એવા જ ડિવાઈસ ખરીદવા જોઈએ જે 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. જો કોઈ ડિવાઈસને 5 સ્ટાર રેટિંગ નહીં મળ્યા હોય, તો તેનો અર્થ છે કે તે વધારે વીજળી ખાય છે. જો તમે 5 સ્ટાર રેટિંગ ધરાવતા ડિવાઈસ વાપરશો તો લાઈટ બિલ ઓછું આવશે. એટલે આવા ડિવાઈસ ખરીદવા વધારે યોગ્ય છે.
જરૂર ન હોય ત્યારે બંધ રાખો
ઘણા લોકોની એવી આદત હોય છે કે તેઓ જરૂર વગર પણ પંખા, લાઈટ, એસી ચાલુ રાખતા હોય છે. તેમને લાગે છે કે થોડી વાર ચાલુ રાખવાથી શું થશે. પરંતુ આવું કરવું એ મોટી ભૂલ છે. આના કારણે તમારું લાઈટ બિલ વધે છે અને તેની અસર તમારા ખિસ્સા પર પડે છે. એટલે ભલે તમે 5 મિનિટ માટે પણ રૂમની બહાર જાવ તો એસી, પંખા બંધ કરો.
એસીનો ઓટો મોડ પર ઉપયોગ કરો
ઉનાળાની સિઝનમાં એસીનો ઉપયોગ ઘણો થાય છે. જેને કારણે લાઈટબિલ પણ વધી જાય છે. લાઈટ બિલ વધવાનું કારણે એસીનો ખોટો ઉપયોગ પણ હોય છે. એટલે એસી હંમેશા ઓટો મોડમાં વાપરવું જોઈએ. જેને કારણે તમારે એસી વારંવાર ઓન ઓફ નહીં કરવું પડે. અને એસીનું ટેમ્પરેચર 23-24 ડિગ્રી પર જ રાખવાથી લાઈટ બિલ બચે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications