Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Laptopનું ટચપેડ બગડી ગયું છે? અજમાવો આ ટ્રિક્સ, કામ થશે સરળ
હવે ઓફિસથી લઈને ઘરમાં કે પછી ગેમિંગમાં પણ બધા જ યુઝર્સ લેપટોપનો ઉપયોગ કરે છે. લેપટોપના વધારે પડતા ઉપયોગને કારણે ઘણીવાર તેમાં જુદી જુદી મુશ્કેલીઓ પણ આવે છે. ક્યારેક સોફ્ટવેર રિલેટેડ પ્રોબ્લેમ્સ આવે છે, તો ક્યારેક હાર્ડવેરમાં કંઈક બગડી જાય છે. ક્યારેક કોઈ કી ખરાબ થઈ જાય છે, તો ક્યારેક ટચપેડ બગડી જાય છે. લેપટોપનું ટચ પેડ નેવિગેશન અને સરળ કંટ્રોલ માટે ખૂબ જ ઉપયોગી છે.

ટચપેડના ઉપયોગને કારણે માઉસની જરૂર નથી પડતી. લેપટોપ પર ફિંગરની મદદથી જ તમે નેવિગેશન કરી શકો છો, ક્લિક કરી શખો છો. પરંતુ ઘણીવાર ટચપેડ હેંગ થવા લાગે છે, અથવા તો સાવ જ કામ નથી કરતું. આવી સ્થિતિમાં તમારા વર્ક પર અસર પડી શકે છે. પરંતુ કેટલીક એવી ટિપ્સ છે, જેના ઉપયોગથી તમે ટચપેડને ફિક્સ કરી શકો છો.
ટચપેડને ફરી કામ કરતું કરવા માટે આટલું કરો.
ફિઝિકલ ડેમેજ ચેક કરો
જો તમારા લેપટોપનું ટચપેડ કામ નથી કરતું, તો તેનું એક કારણ ટચપેડનું ફિઝિકલ ડેમેજ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ટચપેડની સપાટીને એક સોફ્ટ કપડાથી સાફ કરો. સાથે જ ટચપેડની લેફ્ટ અને રાઈટ કી પણ ચેક કરો. ઘણીવાર સિમ્પલ ક્લિનિંગની મદદથી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે.
ટચપેડના સેટિંગને ચેક કરો.
જો તમારું ટચ પેડ કામ નથી કરી રહ્યું, અને તેમાં કોઈ ફિઝિકલ ડેમેજ પણ નથી તો તમારે એકવાર ટચપેડના સેટિંગ્સ ચેક કરવા જોઈએ. લેપટોપમાં કંટ્રોલ પેનલ પર જઈને ટચપેડનું સેટિંગ ચેક કરી શકો છો. અહીં તમને ગેસ્ચર, સ્ક્રોલિંગ બિહેવિયર મળશે. જેને તમે ચેક કરીને ચેન્જ પણ કરી શકો છો.
સિસ્ટમ રિસ્ટાર્ટ કરો
જો તમારું ટચપેડ અચાનક જ કામ કરવાનું બંધ કરી દે છે, તો તમારે સિસ્ટમને રિસ્ટાર્ટ કરવી જોઈએ. કેટલીકવાર ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલી કોઈ એરરના કારણે ટચપેડ બંધ થઈ શકે છે. આવી સ્થિતિમાં રિસ્ટાર્ટ કરવાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. લેપટોપ રિસ્ટાર્ટ કરવાથી સોફ્ટવેર ગ્લિચ અને ઈસ્યુને ઠીક કરી શકાય છે. પરંતુ સિસ્ટમ રિસ્ટાર્ટ કરતા પહેલા જો તમારી કોઈ ફાઈલ ખુલ્લી હોય તો તેને સેવ કરવાની ન ભૂલશો.
આઉટડેટેડ સોફ્ટવેર પણ હોઈ શકે છે કારણ
જો તમારા લેપટોપનું ટચપેડ કામ નથી કરી રહ્યું, તો તેનું એક કારણ આઉટડેટેડ સોફ્ટવેર પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં મેન્યુફેક્ચરરની વેબસાઈટ પર જઈને તમે ટચપેડ માટેના લેટેસ્ટ ડ્રાઈવર પણ ચેક કરી શકો છો. જો ડ્રાઈવરમાં કોઈ અપડેટ આવી હોય, તો તેને ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કરવાથી પણ કેટલીકવાર પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications