Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર પોસ્ટની રીચ વધારવા માટે આટલું કરો, ટિપ્સ કરશે કમાલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ આવતા જ મેટાનું પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ સૌથી પહેલા યાદ આવે છે. મેટાના આ ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મનો ઉપયોગ વિશ્વભરમાં કરોડો યુઝર્સ કરે છે. આ પ્લેટફોર્મ યંગસ્ટર્સનું સૌથી ગમતું પ્લેટફોર્મ છે.

જો તમે પણ ઈન્સ્ટાગ્રામ યુઝર છો, અને કન્ટેન્ટ પોસ્ટ કરવાના શોખીન છો, તો આ આર્ટિકલમાં આપેલી માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ પર જો કેટલીક ટિપ્સને ધ્યાનથી ફોલો કરવામાં આવે તો, તમારા ફોલોઅર્સની સંખ્યામાં જબરજસ્ત વધારો થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ રીચ વધારવા માટે જરૂરી ટિપ્સ અમે તમને નીચે જણાવી રહ્યા છીએ.
રેગ્યુલર પોસ્ટિંગ કરો.
ઈન્સ્ટાગ્રામ પર રીચ વધારવા માટે સૌથી અગત્યનો મુદ્દો છે કે તમારે કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આળસ ન કરવી જોઈએ. જો તમે રોજ કન્ટેન્ટ પોસ્ટ ન કરી શકો છો, તો પોસ્ટિંગ માટે એક કેલેન્ડર બનાવી લો. જો નિશ્ચિત સમયાંતરે તમારું કન્ટેન્ટ પોસ્ટ થતું રહેશે, તો ઈન્સ્ટાગ્રામ પોતે જ તમારી રીચ વધારવામાં મદદ કરશે. આમ કરવાથી ઈન્સ્ટાગ્રામ તમને એક્ટિવ યુઝર ગણશે.
યોગ્ય હૅશટેગનો ઉપયોગ કરો
કન્ટેન્ટ પોસ્ટ કરવી સાથે સાથે હૅશટેગનો પણ મહત્વનો રોલ હોય છે. જો તમે એવું કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યા છો, જે ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી નથી પહોંચી રહ્યું તો તમારી મહેનત બેકાર થઈ જશે. ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી તમારું કન્ટેન્ટ પહોંચાડવા માટે એવા હૅશટેગનો ઉપયોગ કરો, જે તમારા ફોલોઅર્સ રોજેરોજ સર્ચ કરે છે.
ફોલોઅર્સની પસંદનું ધ્યાન રાખો
કન્ટેન્ટ પોસ્ટ કરવાની સાથે સાથે એ પણ જરૂરી છે, કે કન્ટેન્ટ તમારા ફોલોઅર્સને ગમે પણ ખરું. ઈન્સ્ટાગ્રામ રીચ વધારવા માટે આ જાણવું અત્યંત જરૂરી છે કે તમારા ફોલોઅર્સને શું જોવું પસંદ છે. આ જાણવા માટે તમારા ફોલોઅર્સની કમેન્ટનું એનાલિસીસ કરો.
કન્વર્જેશનનું ધ્યાન રાખો
ઈન્સ્ટાગ્રામ પર મોટું ફેન ફોલોઈંગ બનાવવા માટે જરૂરી છે કે તમે અયોગ્ય મુદ્દા અને ફાલતુ વાતો અંગે પોસ્ટ ન કરો. સાથે જ તમે બીજા યુઝર્સ સાથે કેવું વર્તન કરો છો, તે પણ તમારા ઈન્સ્ટાગ્રામની રીચ વધારવા પર અસર પડે છે. સીરિયસ ટોપિક પર વાત કરવાની સાથે સાથે મીનિંગફૂલ કન્વર્ઝેશન કરવાથી લોકો તમારી સાથે જોડાય છે.
ફેક ફોલોઅર્સ
ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટે કેટલાક યુઝ્સ ફેક ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની મદદ લે છે. આમ કરવાથી તમારા ઈન્સ્ટાગ્રામની રીચ નથી વધતી, પરંતુ આનાથી ઓર્ગેનિક ફોલોઅર્સ કન્ફ્યુઝ થઈ જાય છે. આ ઉપરાંત ચેનલ મોનેટાઈઝ કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
જો તમે આ મુદ્દાઓનું ધ્યાન રાખશો, અને તમારા પ્રોફાઈલનું એનાલિસીસ કરીને યોગ્ય કન્ટેન્ટ પોસ્ટ કરશો, તો ટૂંક સમયમાં જ તમારી ઈન્સ્ટાગ્રામ રીચ પર તેની અસર જોવા મળશે. જો કે ઈન્સ્ટાગ્રામ રીચ વધારવા માટે સૌથી અગત્યની વાત છે કે કન્ટિન્યુટી. થાક્યા અને હાર્યા વગર સતત કન્ટેન્ટ બનાવીને પોસ્ટ કરતા રહેવાથી સફળતા મળશે જ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications