Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
મોબાઈલ ડેટાના નેટવર્કમાં થાય છે ગરબડ? આ 5 ટિપ્સથી દૂર કરો મુશ્કેલી

ભારતમાં 5જી ઈન્ટરનેટ સર્વિસ સત્તાવાર રીતે તો 2022ના ઓક્ટોબર મહિનાથી જ શરૂ થઈ ચૂકી છે. એક તરફ જ્યાં કેટલાક યુઝર્સ 5જીના હાઈસ્પીડ ઈન્ટરનેટની મજા લઈ રહ્યા છે, તો કેટલાક યુઝર્સ એવા પણ છે, જે મેટ્રો સિટીઝમાં પણ નેટવર્ક કનેક્ટિવિટીને લઈને પરેશાન રહે છે. આપણા બધાની સાથે ઘણી વાર એવું થાય છે કે મોબાઈલ ડેટાની સ્પીડ બરાબર નથી હોતી, તો ક્યારેક નેટવર્ક જ નથી હોતું. કેટલીકવાર લોડિંગ સ્ક્રીનમાં વાર લાગે છે, તો કેટલીકવાર ડેટા સાવ ગાયબ જ થઈ જાય છે.
જો તમને પણ ઈન્ટરનેટનો ઉપયોગ કરવા દરમિયાન આવી કોઈ સમસ્યા આવી રહી છે, તો અમે તમારા માટે કેટલીક સાવ સરળ ટિપ્સ લઈને આવ્યા છીએ, જેનો ઉપયોગ કરવાથી ડેટા કનેક્શનનો ઉપયોગ કરવાનો તમારો અનુભવ વધારે સારો બનશે. તમે જાતે જ નીચે આપેલી ટિપ્સ ટ્રાય કરી શકો છો.
એરોપ્લેન મોડ ઓન કરો, અથવા ફોન રિસ્ટાર્ટ કરો
જો તમને સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ યુઝ કરવામાં સમસ્યા આવી રહી છે, તો કેટલીક મિનિટો માટે તમારા ફોનનો એરોપ્લેન મોડ ઓન કરો, અને થોડીક મિનિટો બાદ આ મોડ બંધ કરી દો. ઘણા કિસ્સામાં મોબાઈલ ડેટા નેટવર્કને વ્યવસ્થિત ચલાવવા માટે એરોપ્લેન મોડ ચાલુ કરવો એ ફાસ્ટ સોલ્યુશન હોય છે. જો એરોપ્લેન મોડ ચાલુ બંધ કરવા છતાંય, તમને સમસ્યા આવી રહી છે, તો તમે ફોનને રિસ્ટાર્ટ પણ કરી શકો છો. મોટા ભાગે આમ કરવાથી તમારી સમસ્યા સોલ્વ થઈ જશે.
સિમકાર્ડ કાઢીને ફરી લગાવો
જો તમે ફિઝિકલ સિમકાર્ડનો ઉપયોગ કરો છો, તો તમે ડિવાઈસમાંથી સિમ કાર્ડ કાઢીને ફરી ઈન્સર્ટ કરી શકો છો. આમ કરવાથી પણ તમારા ડેટા નેટવર્કની સમસ્યાનો ઉકેલ આવી જશે.
નેટવર્કની વચ્ચે સ્વિચ કરતા રહો
જો તમારી પાસે બે જુદી જુદી કંપનીના સિમકાર્ડ છે, તો તમે આ ઉપાય અજમાવી શકો છો. તમારા ફોન પર ઉપલબ્ધ બે નેટવર્કમાંથી કયા નેટવર્કની સ્પીડ વધારે સારી છે, તે જોવા માટે તમે બંને નેટવર્કમાં સ્વિચ કરી શકો છો. બસ તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરવાના છે.
આઈફોન યુઝર્સ માટે
- સેટિંગ્સ મેન્યુમાં જઈને મોબાઈલ ડેટા પર ક્લિક કરો.
- અહીં Allow Mobile Data Switching વિકલ્પ પર ટેપ કરો અને તેને ઓન કરો.
એન્ડ્રોઈડ યુઝર્સ માટે
- સેટિંગ્સ મેન્યુમાં જઈને મોબાઈલ નેટવર્ક સિલેક્ટ કરો.
- સિમ મેનેજમેન્ટ પર ક્લિક કરો.
- કોલ ઓપ્શન દરમિયાન સ્વિચ ડેટા કનેક્શન અનેબલ કરો.
બસ, આ ઉપાય અજમાવવા માટે તમારા બંને સિમકાર્ડમાં ડેટા પ્લાન ચાલુ હોવો જરૂરી છે.
મોબાઈલ નેટવર્ક લિમિટ ચેક કરો
જો તમે રોજબરોજ વધારે મોબાઈલ ડેટાનો યુઝ કરો છો, તો તમારી ડેઈલી ડેટા લિમિટ પૂરી થવાની શક્યતા હોય છે. જો આ લિમિટ પૂરી થઈ જાય તો પણ પ્લાન મુજબ તમારા ડેટાની સ્પીડ ઘટી શકે છે. લગભગ બધા જ સર્વિસ પ્રોવાઈડર એક દિવસ માટે મોબાઈલ ડેટાની મર્યાદા પૂરી થવા પર એલર્ટ મેસેજ આપે છે. આવા મેસેજ પર નજર રાખો, અને એવો ડેટા પ્લાન પસંદ કરો, જેમાં તમારું કામ પુરુ થવા સુધી ડેટા પૂરો ન થતો હોય.
ફોન અપડેટ રાખો
ઘણીવાર યુઝર્સ સોફ્ટવેર અપડેટને બિનજરૂરી માનીને અવગણે છે. પરંતુ દરેક સોફ્ટવેર માટે અપડેટ જરૂરી છે. જો તમારા ફોનનો મોબાઈલ ડેટા કામ નથી કરી રહ્યો, અને તમે ઘણા સમયથી તમારા ફોનને અપડેટ નથી કર્યો, તો શક્ય છે કે તમે એવી કોઈ અપડેટ ચૂકી ગયા હશો, જે તમારી ઈન્ટરનેટ કનેક્ટિવિટીને થોડી સુધારે છે. આ માટે ફોનના સેટિંગ્સ મેન્યુમાં જઈને સોફ્ટવેર અપડેટ કરો.
જો આ બધા જ ઉપાય પણ કામ ન કરે, તો તમારે તમારા સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરવો જોઈએ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications