Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોન ચાર્જ નથી થતો, તો સર્વિસ સેન્ટર જતા પહેલા ઘરે જ કરો આ કામ
આજના સમયમાં સ્માર્ટફોન આપણા સૌની અગત્યની જરૂરિયાતોમાંની એક જરૂરિયાત છે. આપણા મોટા ભાગના કામ સ્માર્ટફોન દ્વારા જ થતા હોય છે. જો કે ઘણીવાર સ્માર્ટફોનમાં કેટલીક એવી મુશ્કેલી ઓવી જાય છે, જેને કારણે યુઝર પરેશાન થાય છે. જો તમારી સાથે પણ એવું થતું હોય કે તમારો ફોન ચાર્જમાં મૂકવા છતાંય, ચાર્જ નથી થતી રહ્યો તો અહીં અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યા છીે, જે સર્વિસ સેન્ટર જતા પહેલા તમારે ઘરે જ ટ્રાય કરવી જોઈએ. મોટા ભાગે તમારો સર્વિસ સેન્ટરનો ધક્કો ઘટી જશે.

ચાર્જિંગ કેબલ ચેક કરો.
જો તમારો ફોન નથી ચાર્જ થઈ રહ્યો તો ચાર્જિંગ કેબલ ખરાબ હોઈ શકે છે. ઘણીવાર એવું થાય છે કે ચાર્જિંગ કેબલ પાવર સપ્લાય નથી કરતો, જેને કારણે તમારો ફોન ચાર્જ નથી થતો. એટલે આવી સ્થિતિમાં ચાર્જિંગ કેબલ ચેક કરવો ખૂબ જરૂરી છે. ચાર્જિંગ કેબલ બદલવાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે.
ચાર્જિંગ પોર્ટ પણ ચેક કરો
ઘણીવાર તમારો ચાર્જિંગ પોર્ટ ખરાબ થઈ ગયો હોય, તો પણ તમારો ફોન ચાર્જ નથી થતો. અથવા તો ચાર્જિંગ પોર્ટમાં ધૂળ જામી જાય, તો પણ તે કામ કરવાનું બંધ કરી દે છે. આ મુશ્કેલીથી રાહત મેળવવા માટે તમારે સમયાંતરે ચાર્જિંગ પોર્ટને સાફ કરવો જોઈએ. જેને લીધે તમારે સર્વિસ સ્ટેશન પર નહીં જવું પડે અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
લૂઝ કનેક્શન
તમારો ફોન જો ચાર્જ ન થતો હોય, તો તેનું કનેક્શન પણ એકવાર ચેક કરી લેવું જોઈએ. કારણ કે ઘણીવાર તમારા ફોનનું કનેક્શન ઢીલું થઈ જાય, તો પણ ફોન ચાર્જ નથી થતો. તમારો ચાર્જિંગ પોર્ટ હલી ગયો હોય, તો પણ કનેક્શન લૂઝ થઈ શકે છે. આ ચેક કરી લેશો તો કદાચ તમારો સર્વિસ સેન્ટરનો ધક્કો બચી જશે.
પાવર સોકેટ
જો તમારા પાવર સોકેટમાં કોઈ પ્રોબ્લેમ હશે, તો પણ તમારો ફોન ચાર્જ નહીં થાય. એટલે સર્વિસ સેન્ટરમાં ફોન બતાવતા પહેલા તમારા ફોનનું ચાર્જિંગ સોકેટ એકવાર જરૂર ચેક કરજો.
એડપ્ટરમાં પ્રોબ્લેમ
ચાર્જરનો મુખ્ય ભાગ તમારું એડપ્ટર હોય છે, તેમાં જો કંઈક પ્રોબ્લેમ હશે, તો પણ તમારો ફોન ચાર્જ નહીં થાય. જો તમારો ફોન ચાર્જ નથી થઈ રહ્યો, તો એકવાર એડપ્ટરને જરૂર ચેક કરો. જો એડપ્ટરમાં ઈસ્યુ છે, તો પછી તેને સર્વિસ સેન્ટરમાં બતાવો.
તૂટેલો ચાર્જિંગ પોર્ટ
ફોનમાં લાગેલો ચાર્જિંગ પોર્ટ પણ જો તૂટેલો હશે, તો ગમે તેટલો પ્રયત્ન કરવા છતાંય, તમારો ફોન ચાર્જ નહીં થાય. આવી મુશ્કેલી ત્યારે આવે છે, જ્યારે આપણે ચાર્જિંગ દરમિયાન સતત ફોનનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ સમસ્યા ટાળવા ફોનને ચાર્જાં મૂકીને તેનો ઉપયોગ ન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications