Just In
શું તમે સિગ્નલ પર સ્વીચ થઇ રહ્યા છો તો આ ટિપ્સ અને ટ્રિક્સ વિશે જાણો
ઘણા બધા લોકો દ્વારા વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને કારણે સિગ્નલ એપ ની અંદર સ્વીચ થઇ રહ્યા છે જેના કારણે સિગ્નલ ની અંદર યુઝર્સ બેઝ ની અંદર ખુબ જ મોટો વધારો જોવા માં આવી રહ્યો છે. અને આ એપ ને વધુ બુસ્ટ ત્યારે મળ્યું હતું જયારે ટેસ્લા ના મલિક એલોન મસ્ક દ્વારા સિગ્નલ યુઝ કરવા માટે જણાવવા માં આવ્યું હતું. પરંતુ જો તમે આ મેસેજિંગ એપ ને વાપરવા ની હજુ શરૂઆત જ કરી હશે તો તેના વિષે તમારે અમુક વસ્તુઓ જરૂર થી જાણવી જોઈએ.

તો તમે આ એપ નો ઉપીયોગ કેવી રીતે કરી શકો છો જેથી તેની અંદર રહેલા બધા જ ફીચર્સ ના તમે સંપૂર્ણ રીતે લાભ લઇ શકો તેના વિશે ની અમુક ટિપ્સ અને ટ્રિક્સ વિષે જાણવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.
- સ્ક્રીન લોક સેટ અપ કરો.
સિગ્નલ એપ ની અંદર લોક ફીચર આપવા માં આવે છે જેથી જો તમારો ફોન અનલોક પણ હશે અને ત્યારે કોઈ વ્યક્તિ દ્વારા આ એપ ને ઓપન કરવી હશે તો તેની અંદર પણ પહેલા તમારા સ્માર્ટફોન ના પિન અથવા તેના બાયોમેટ્રિક આપવા પડશે જેથી તેને અનલોક કરી શકાય. જેથી જયારે તમે તમારા ફોન ને કોઈ બીજા વ્યક્તિ ના હાથ માં આપો છો ત્યારે પણ તે તમારા મેસેજીસ ને વાંચી નહિ શેક.
અને આ ફીચર માટે તમે એપ ની અંદર સેટિંગ્સ ની અંદર જઈ અને પ્રાઇવસી ની અંદર જવા નું રહેશે અને ત્યાર પછી સ્ક્રીન લોક ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહેશે.
- જોઇન્ડ સિગ્નલ નોટિફિકેશન ને ઓફ કરો.
આજ ના સમય ની અંદર ઘણા બધા લોકો દ્વારા સિગ્નલ નો ઉપીયોગ કરવા માં આવી રહ્યો છે અને ઘણા બધા લોકો દ્વારા તેને ડાઉનલોડ પણ કરવા માં આવી રહ્યો છે જેથી જો જોઇન્ડ સિગ્નલ ના નોટિફિકેશન ચાલુ હશે તો તમારો સ્માર્ટફોન આખો દિવસ નોટિફિકેશન આપ્યા કરશે. પરંતુ સારી વાત એ છે કે આ એપ ની અંદર આ પ્રકાર ના નોટિફિકેશન ને ખુબ જ સરળતા થી ઓફ કરી શકાય છે. જેથી તમે એપ નો શાંતિ થી ઉપીયોગ કરી શકો.
આ નોટિફિકેશન ઓફ કરવા માટે તમારે સેટિંગ્સ ની અંદર જય અને નોટિફિકેશન ના વિકલ્પ ની અંદર જવા નું રહેશે. અને ત્યાર પછી કોન્ટેક્ટ જોઇન્ડ સિગ્નલ ઓફ ના વિકલ્પ ને પસન્દ કરવા નો રહેશે.
- ફોટોઝ ની અંદર મોઢા ને બ્લર કરો.
જો તમને તમારી પ્રાઇવસી ની ચિંતા હોઈ તો તમે જયારે આ એપ ની અંદર જયારે તમે ફોટોઝ ને શેર કરો છો ત્યારે તેની અંદર મોઢા ને બ્લર કરી અને મોકલી શકો છો. સિવાય કે તમારી પાસે તેમની પરવાનગી છે. અને સામાન્ય રીતે આ પ્રક્રિયા કરવા ની અંદર ઘણો બધો સમય લાગી જતો હોઈ છે ત્યારે સિગ્નલ એપ ની અંદર જ તમને આ પ્રકારે મોઢા ને બ્લર કરવા ની અનુમતિ આપવા માં આવે છે અને માત્ર તેટલું જ નહિ પરંતુ તમે બીજી ભી કોઈ પણ જગ્યા કે જે સ્ક્રીન પર છે તેને જાતે બ્લર કરી શકો છો અને આ પ્રકાર નું ફીચર ત્યારે પણ ખુબ જ કામ માં આવે છે જયારે તમારે કોઈ ડોક્યુમેન્ટ મોકલવા ના હોઈ અને તેની અંદર અમુક વિગતો ને તમે બ્લર રાખવા માંગો છો.
આ ફીચર નો ઉપીયોગ કરવા માટે તમારે + સાઈન પર ક્લિક કરી અને ફોટા ને પસન્દ કરવા ઓ રહેશે કે જેને તમે મોકલવા માંગો છો. ત્યાર પછી તમારે બ્લર બટન પર ક્લિક કરવા નું રહેશે. ત્યાર પછી તમારે બ્લર ફેસ પર ટોગલ કરવા નું રહેશે. અને વધારા ની કોઈ પણ માહિતી ને બ્લર કરવા માટે તમે તમારી આંગળી ની મદદ થી તેને બ્લર કરી શકશો.
- ડિસપિઅરિંગ મેસેજીસ મોકલો.
વોટ્સએપ ની અંદર આ ડિસપીરિંગ મેસેજીસ ના ફીચર ને તાજેતર ની અંદર જ જોડવા માં આવેલ છે પરંતુ સિગ્નલ ની અંદર આ ફીચર ને ઘણા લાંબા સમય થી આપવા માં આવી રહ્યું છે. આ પ્રકાર ના મેસેજીસ ની અંદર એક ટાઈમ લિમિટ આપવા માં આવેલ હોઈ છે અને તે સમય બાદ તે મેસેજીસ પોતાની મેળે જ ડીલીટ થઇ જાય છે. જેથી તે માહિતી ને હંમેશા ગોપનીય રાખી શકાય.
આ ફીચર નો ઉપીયોગ કરવા માટે જેથી ચેટ ને ઓપન કરી અને જેતે નામ પર ક્લિક કરો જેથી તમે મેનુ ની અંદર પહોંચશો. ત્યાર પછી ડિસપિરિઅનગ મેસાજીસ ના વિકલ્પ ને પસન્દ કરો. અને આ મેસેજ ને તમે કેટલા લાંબા સમય સુધી રાખવા માંગો છો તેના સમય ને નક્કી કરો.
- અટેચમેન્ટ કેટલી વખત જોઈ શકાશે તેને પસન્દ કરો.
અદૃશ્ય થઈ રહેલી ચેટ સંદેશની અવધિ નક્કી કરે છે, પરંતુ તે સમયગાળા દરમિયાન બીજા વ્યક્તિએ તેને toક્સેસ કરવા માટે સક્ષમ થવું જરૂરી છે. જો તમે તેને 5-સેકંડ જેવી કોઈ વસ્તુ પર સેટ કરો છો, તો તે તમારી સાથે સક્રિય રીતે ચેટ ન કરે ત્યાં સુધી બીજી વ્યક્તિ વસ્તુ જોશે નહીં. સંલગ્નતા મર્યાદા એ સંદેશાઓને વધુ ખાનગી રીતે મોકલવાની થોડી જુદી રીત છે. આ સેટિંગ સાથે, તમે એક ચિત્ર અથવા વિડિઓ મોકલી શકો છો જે ફક્ત એકવાર જોઈ શકાય છે, અને એકવાર તે બંધ થઈ જાય, પછી કનેક્શન અદૃશ્ય થઈ જાય છે. તેથી, તમે તેને મોકલે તે પછીના દિવસો અથવા અઠવાડિયા પછી જોઈ શકાય છે, પરંતુ ફક્ત એક જ વાર.
આ ફીચર નો ઉપીયોગ કરવા માટે + સાઈન પર ક્લિક કરો અને ત્યાર પછી જે ફોટો ને મોકલવા માંગો છો તેને પસન્દ કરો. ત્યાર પાંચ નીચે ની તરફ જે ઇન્ફિનિટી આઇકોન આપવા માં આવેલ છે તેના પર ક્લિક કરો. અને ત્યાર પછી તમે અટેચમેન્ટ ને સામાન્ય રીતે મોકલી શકશો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470