આ ટ્રીક દ્વારા તમે તમારા વોટ્સએપ ચેટ ને હાઇડ કરી શકશો

By Gizbot Bureau
|

વોટ્સએપે થોડા સમય પહેલા જ તમારા ચેટ ને સુરક્ષિત કરવા માટે એક નવા સેફગાર્ડ ફીચર ને ઉમેર્યું છે. અને તેની અંદર તમે તમારા વોટ્સએપ ચેટ ને પ્રેયિંગ આયઝ થી ફેસાઇડી અને પાસકૉડ દ્વારા બચાવી શકો છો. જોકે આ ફીચર્સ ને અત્યારે માત્ર આઈફોન પૂરતું સીમિત રાખવા માં આવ્યું છે. અને આજ ફીચર ના એન્ડ્રોઇડ વરઝ્ન પર અત્યારે કામ ચાલી રહ્યું છે. પરંતુ એક બીજી પણ સરળ ટ્રીક છે જેના દ્વારા બંને આઈફોન અને એન્ડ્રોઇડ યુઝર્સ પોતાના ચેટ ને બચાવી શકે છે.

આ ટ્રીક દ્વારા તમે તમારા વોટ્સએપ ચેટ ને હાઇડ કરી શકશો

અને તેનું નામ છે આર્ચીવ ચેટ્સ, આ ફીચર ની અંદર તમે તમારા ચેટ ને ચેટ સ્ક્રીન પર થી છોડી દ્યો છો અને ત્યાર બાદ ફરી થી તેનો એક્સેસ કરી શકો છો. અને તામેં બંને ગ્રુપ અને વ્યક્તિગત ચેટ ને રચિવ માં નાખી શકો છો. એક વાત નું ખાસ ધ્યાન રાખો કે આર્ચીવ ચેટ્સ તમારા ચેટ ને ડીલીટ નથી કરતું કે તેનું બેકઅપ પણ નથી લેતું.

તો શું તમે એજ વિચારી રહ્યા છો કે આ ફીચર નો ઉપીયોગ કઈ રીતે કરવો? તો તેના વિષે જાણવા માટે નીચે આગળ વાંચો.

એન્ડ્રોઇડ પર ચેટ્સ ને કઈ રીતે આર્ચીવ કરવા

એન્ડ્રોઇડ પર ચેટ્સ ને કઈ રીતે આર્ચીવ કરવા

1. વોટ્સએપ ને ઓપન કરો

2. ચેટ સ્ક્રીન પર તમે જે ચેટ ને હાઇડ કરવા માંગો છો તેને ટેપ કરી અને હોલ્ડ કરી રાખો

3. અને ટોપ બાર પર આર્ચીવ આઇકોન ને પસન્દ કરો

આવું કરવા થી તે તમારી ચેટ આર્ચીવ ની અંદર ચાલી જશે અને ત્યાર બાદ તમારા સ્ક્રીન પર નહિ બતાવવા માં આવે. અને તમે તમારા બધા જ આર્ચીવ કરેલા ચેટ ને તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સ્ક્રીન ની નીચે ની તરફ થી તેમને એક્સેસ કરી શકો છો.

આઈફોન પર ચેટ ને આર્ચીવ કેમ કરવા

આઈફોન પર ચેટ ને આર્ચીવ કેમ કરવા

1. વોટ્સએપ ને ઓપન કરો

2. અને ચેટ સ્ક્રીન પર તમે જે ચેટ ને આર્ચીવ કરવા માંગો છો તેની જમણી તરફ થી ડાબી બાજુ પર સ્વાઇપ કરો.

3. અને ત્યાર બાદ આર્ચીવ પર ટેપ કરો.

આઈફોન પર આર્ચીવ કરેલા ચેટ્સ ને એક્સેસ કરવા માટે ટોપ પર જય અને પુલ ડાઉન કરો, અને જો ત્યાર બાદ તેમને એવું લાગે કે તમારે આ ચેટ ને અનહાઇડ કરવા છે તો તમે તેને અનરચિવ પણ કરી શકો છો.

એન્ડ્રોઇડ પર ચેટ ને અનરચિવ કઈ રીતે કરવા

એન્ડ્રોઇડ પર ચેટ ને અનરચિવ કઈ રીતે કરવા

1. ચેટ સ્ક્રીન પુરી થાય ત્યાં સુધી સ્ક્રોલ ડાઉન કરો.

2. આર્ચીવ્ડ ચેટ્સ પર ટેપ કરો.

3. અને તમે જે ચેટ ને અનરચિવ કરવા માંગો છો તેના પર ટેપ કરી અને હોલ્ડ કરી રાખો.

4. અને ટોપ બાર પર અનરચિવ આઇકોન પર ટેપ કરો

આઈફોન પર ચેટ્સ ને અનઆર્ચીવ કઈ રીતે કરવા

1. આર્ચીવ ચેટ સ્ક્રીન ની અંદર જે ચેટ ને અનરચિવ કરવા માંગતા હોવ તેને જમણી બાજુ થી ડાબી બાજુ તરફ સ્વાઇપ કરો.

2. અનરચિવ પર ટેપ કરો

Most Read Articles
Best Mobiles in India

English summary
This simple trick will let you hide your WhatsApp chats

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X