Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp સ્કેમથી બચવા માટે આટલું રાખો ધ્યાન, અકાઉન્ટ રહેશે સુરક્ષિત
વધતી ટેક્નોલોજીની સાથે સાઈબર એટેક્સ અને તેને લગતા ભયસ્થાનો પણ વધી રહ્યા છે. સાઈબર ક્રિમિનલ્સ યુઝરને ઠગવા માટે જુદા જુદા કારનામા કરે છે. આજકાલ ઘમા એવા સ્કેમ્સ છે, જેમાં સાઈબર ઠગ મેસેજ દ્વારા યઝર્સને ઠગવાની કોશિશ કરે છે.

આવા સ્કેમ્સ હવે વ્હોટ્સ એપ પર પણ થઈ રહ્યા છે. જેમ કે આપણે જાણીએ છીએ, વ્હોટ્સ એપ ભારત અને આખા વિશ્વમાં કરોડો લોકો દ્વારા સૌથી વધુ વપરાતી એપ્સમાંની એક છે. પરંતુ તેની આ જ લોકપ્રિયતાને કારણે સ્કેમર્સ તેને લોકોને ઠગવાનો માર્ગ પણ બનાવી રહ્યા છે.
આ માટે યુઝર્સ જરૂરી માહિતી મેળવવાથી લઈને, કૉલ ફોરવર્ડિંગ શરૂ કરવાથી લઈને અથવા તો વ્હોટ્સ એપ એકાઉન્ટ એક્સેસ કરવા માટે યુઝર્સને ધમકાવવાની કોશિશ કરે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે તમે તમરા વ્હોટ્સ એપ અકાઉન્ટને સ્કેમર્સ પાસેથી સુરક્ષિત રાખી શકો છો.
કેવી રીતે ઠગાઈ કરે છે સ્કેમર્સ?
સ્કેમર્સ માટે વ્હોટ્સ એપ એક સરળ માધ્યમ છે, કારણ કે તેના દ્વારા તેમને લાખો યુઝર્સ સુધીનું એક્સેસ મળી જાય છે. આ સ્કેમમાં સાઈબર ક્રાઈમ કરનાર લોકો વ્હોટ્સ એપ યુઝર્સને ઓફર આપે છે, યુઝર્સને લાલચ આપીને વિશ્વાસમાં લે છે, જેને કારણે લોકો જાળમાં ફસાઈ જાય છે. ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.
રેલવે, ગવર્નમેન્ટ પ્લાનની ગિવ અવે ફ્રી લિંક
- આપણને ઘણીવાર વ્હોટ્સ એપ ફોરવર્ડ મેસેજ મળે છે, જેમાં તમને નવો iPhone 15 આપવાનો વાયદો કરવામાં આવે છે. આ પ્રકારના મેલ કે મેસેજ તમને બીજા 5 લોકોને ફોરવર્ડ કરવાનું કહેવામાં આવે છે.
- આ પ્રોસેસ દરમિયાન સ્કેમર્સ તમારા ઈમેઈલ આઈડી અને પાસવર્ડ વિશે પૂછવામાં આવે છે. જેના દ્વારા સ્કેમર્સ તમારા અગત્યના પાસવર્ડ મેળવી લે છે, બાદમાં તમારા અકાઉન્ટ એક્સેસ કરે છે. એટલે આવા મેસેજ પર બિલકુલ ભરોસો ન કરો. તમારો વ્યક્તિગત ડેટા માગતા મેસેજ પર ધ્યાન ન આપો.
એપ ડાઉલોડ કરતા સમયે ધ્યાન રાખો
- સ્કેમર્સ હવે વધુ એડવાન્સ રીતોનો ઉપયોગ કરે છે. જેમાં સ્કેમર્સ બેન્કની એપ્લિકેશન APK બનાવે છે અને તેની સાથે એ કોડ જોડે છે, જે તમારા ફોનને હૅક કરી શકે છે.
- ક્યારેક ક્યારે સ્કેમર્સ તમારા બેન્કિંગ એજન્ટ તરીકે વાત કરે છે અને ફેક ફિશઇંગ વેબસાઈટ્સ દ્વારા તમારો સંપર્ક કરે છે. બાદમાં તમને એક એપ ઈન્સ્ટોલ કરવાનું કહે છે.
- જેવા તમે તેમની વાતમાં આવીને એપ્સ ઈન્સ્ટોલ કરો છો, કે તરત જ એપ તમારા ફોનનું એક્સેસ લઈ લે છે. કોઈ પણ એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરનો ઉપયોગ કરો.
રેન્ડમ લિંક પર ક્લિક ન કરો.
- હેકર્સ અને સાઈબર ક્રિમિનલ હંમેશા આ રીતનો ઉપયોગ કરે છે. એઓ યુઝર્સને એવી લિંક મોકલે છે, જેના પર તમારે ક્લિક કરવી પડે છે. લિંક પર ક્લિક કરતા જ હેકર્સને તમારા ડિવાઈસનું એક્સેસ મળી જાય છે.
- સીધા શબ્દોમાં કહીએ તો જેવું યુઝર આ લિંક પર ક્લિક કરે છે, તે લિંક તમને ફિશિંગ વેબસાઈટ પર લઈ જાય છે, અથવા તો સ્કેમર્સના નિયંત્રણમાં પહોંચી જાય છે.
- એટલે કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા બે વાર વિચાર કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications