Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વારંવાર સ્ટોરેજ થઈ જાય છે ફૂલ? તો આ સ્ટેપ્સ કરો ફોલો, ચિંતા જ નહીં રહે
સ્માર્ટફોન આપણા દરેકની જરૂરિયાત બની ચૂક્યો છે. નાના મોટા દરેક કામ સ્માર્ટફોન પર થાય છે, તેના માટે ફોનમા જુદી જુદી એપ્સ નાખવી પડે છે. ફોનનો ઉપયોગ વધવાને કારણે તેમાં સ્ટોર થતો ડેટા પણ વધ્યો છે. જો કે, આજકાલ મોટા ભાગના સ્માર્ટફોન 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજથી લઈને 1 ટીબી સ્ટોરેજ સુધીના આવે છે. જો કે કેમેરા સ્પેસિફિકેશન્સ વધવાથી ફોટોની સાઈઝ પણ વધે છે. ફોનમાં જરૂરી ફોટોઝ, વીડિયોઝ, ડોક્યુમેન્ટ સેવ થવાની ઓછા સ્ટોરેજ વાળો ફોન તો ફટાફટ ફૂલ થઈ જાય છે. એકવાર ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય તો તેના પર્ફોમન્સ પર પણ અસર પડે છે. આ ઉપરાંત તમે નવી એપ્સ, નવી ફાઈલ ફોનમાં એડ કરી શક્તા નથી.

આવી સ્થિતિમાં તમારે સ્માર્ટફોનમાંથી જરૂરી ફાઈલ્સ ડિલીટ કરવી પડે છે. જો કે, અમે તમને એક એવી ટ્રિક આ આર્ટિકલમાં જણાવીશું, જેમાં ફોનનું સ્ટોરેજ ફૂલ થવાની સમસ્યાથી કાયમી છૂટકારો મળી જશે. એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં તમારી અંગત ફાઈલ્સની સાથે સાથે એપ્સ પણ ઘણી બધી જગ્યા રોકતા હોય છે. વળી સમયાંતરે આ એપ્સ પણ અપડેટ થતી રહે છે, એટલે તે સ્ટોરોજ વધારે રોકે છે, જેને કારણે સ્ટોરેજ જલ્દી ફૂલ થઈ જાય છે.
તમારા ફોનમાં એવી ઘણી એપ્સ ઈન્સ્ટોલ હોય છે, જેનો તમે લાંબા સમયથી ઉપયોગ નથી કરી રહ્યા. આવી એપ્સ તમારા ફોનમાં જગ્યા રોકે છે. એકવાર આવી એપ ઈન્સ્ટોલ કર્યા પછી તમે ભૂલી જાવ છો. ગૂગલે આવી એપ્સ માટે એન્ડ્રોઈડ યુઝર્સ માટે ખાસ ફીચર આપ્યા છે, જેનો ઉપયોગ કરીને તમે આવી અનયુઝ્ડ એપને પોતાના ફોનમાંથી ડિલીટ કરી શકો છો. બસ આના માટે તમારે ફોનમાં એક નાનકડું સેટિંગ કરવાનું છે.
વણજોઈતી કે ઓછી વપરાતી એપ્સને ડિલીટ કરવા નીચે આપેલા સ્ટેપ્સ ફોલોટ કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં Google Play Store ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ લેફ્ટ કોર્નર પર દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને જુદા જુદા ઓપ્શન દેખાશે, જેમાંથી તમારે Settings ઓપ્શન સિલેક્ટ કરવાનું છે.
સ્ટેપ 4: હવે સૌથી ઉપરની બાજુ દેખાતા જનરલ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે અહીં દેખાતા જુદા જુદા ઓપ્શનમાંથી તમારે નીચે સ્ક્રોલ કરીને Automatically archive Apps નું ટોગલ ઓન કરવાનું છે.
આ ટોગલ ઓન કરવાની સાથે જ તમારા ફોનમાં રહેલી એવી બધી જ એપ્સ આર્કાઈવ થઈ જશે, જેનો તમે રોજેરોજ ઉપયોગ નથી કરી રહ્યા. એપ્સ આર્કાઈવ લિસ્ટમાં ગયા બાદ તમારા ફોનમાંથી સ્ટોરેજ ખાલી થઈ જશે. હવે તમારે ફોનમાંથી કોઈ જરૂરી ફોટોઝ, વીડિયોઝ, ડિલીટ કરવાની જરૂર નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications