Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સ્માર્ટ ફોનમાં ક્લિયર ન આવે અવાજ, તો આ ચાર ટ્રિક્સ કરો ફોલો, ઠીક થઈ જશે ફોન
આજના સુપરફાસ્ટ ઈન્ટરનેટ અને સુપરફાસ્ટ જિંદગીમાં સ્માર્ટફોન આપણા બધાની લાઈફનો મહત્વનો ભાગ બની ચૂક્યુ છે. જો કે, ઈલેક્ટ્રોનિક ડિવાઈસમાં કોઈને કોઈ મુશ્કેલી આવતી રહેતી હોય છે. એટલે તમારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે આ મુશ્કેલીઓ સરખી કરવાની કોઈ સરળ અને કામની ટ્રિક્સ તમને ખબર હોય. તમારામાંથી ઘણા લોકો એવા હશે, જેમને સ્માર્ટફોન પર વાત કરતા સમયે અવાજ ક્લિયર ન આવતો હોય. આજે અમે તમને ચાર એવી ટ્રિક્સ જણાવીશું, જેનાથી તમે એન્ડ્રોઈડ ફોનમાં અવાજ ક્લિયર ન આવવાની સમસ્યાનો ઉકેલ લાવી શકો છો, એ પણ સર્વિસ સેન્ટરમાં ગયા વગર. ચાલો, જાણીએ કેવી રીતે.
માઈક્રો ફોન કે સ્પીકર ચેક કરો
ફોનના અવાજ કે વોઈસ ક્વોલિટીને વધારે સારી કરવા માટે સૌથી પહેલા એ જરૂરી છે કે તમે તમારા ફોનમાં માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને ચેક કરો. ઘણીવાર માઈક, ઈયરફોન અને સ્પીકર ગંદા હોવાને કારણે વોઈસ ક્વોલિટી ઓછી થઈ જાય છે. નિષ્ણાતોવોનું કહેવું છે કે આ પ્રકારના પાર્ટ્સ સાફ કરવા માટે તમારે સુપર સોફ્ટ બ્રિસલ ટૂથબ્રશનો ઉપયોગ કરવો જોઈએ. ઘણીવાર ફોનનું પ્રોટેક્ટિંગ કેસ પણ ફોનની કોલિંગ ક્વોલિટી બગાડી નાખે છે. આ પ્રકારના કેસને કારણે વેવ્સમાં અડચણ આવે છે, જેને કારણએ વોઈસ કોલિંગ ક્વોલિટી ખરાબ થવા લાગે છે.

હાઈ ક્વોલિટી કોલિંગ ઓન કરો
વોઈસ કોલિંગ ક્વોલિટી વધારે સારી કરવા માટે તમે એચડી વોઈઝ કે પછી VoLTE ફીચર ઓન કરી શકો છો. ઘણા એન્ડ્રોઈડ ફોનમાં તમે સરળતાથી એ ચેક કરી શકો છો કે ફોનમાં એચડી વોઈસ એક્ટિવેટેડ છે કે નહીં. કોલિંગ સમયે HD ડાયલિંગ ટોપ રાઈટ કોર્નરમાં દેખાતા હોય છે. જ્યારે પણ તમે કોઈને કોલ કરો છો, તેની સાથે જ એડવાન્સ કોલિંગમાં જઈને પણ આ વિકલ્પ ઓન કરી શકો છો. કેટલાક સ્માર્ટફોનમાં કંપનીઓ આ ફીચર ઈન બિલ્ટ મળે છે. પણ જો તમારો ફોન વધારે જૂનો છે, તો તમે આ ફીચરને ફોનમાંથી શોધીને ઓન કરી શકો છો, અને એચડી ઓડિયો ક્વોલિટી ઓન કરી શકો છો.
વાઈ ફાઈ કોલિંગ
તમે જ્યાંથી કોલ કરી રહ્યા છો, ત્યાં જો સેલ્યુલર સિગ્નલ નબળા હશે, તો પણ તમે ફોનમાં વાઈ ફાઈ કોલિંગનો વિકલ્પ ઓન કરી શકો છો. આમ તો વાઈ ફાઈ કોલિંગમાં અવાજ ઘણો સ્પષ્ટ આવે છે, પણ ઘણીવાર તેમાંય ઈકો આવી શકે છે. એટલે જો તમે નબળા નેટવર્કમાં વાત કરી રહ્યા છો, તો તેના કરતા વધારે સારો વિકલ્પ વાઈ ફાઈ કોલિંગ છે. એ પણ ધ્યાન રાખો કે વાઈ ફાઈ કોલિંગ માટે ફોન અને કેરિયર બંનેમાં તેનો સપોર્ટ હોવો જરૂરી છે.
એપ્સ દ્વારા કોલિંગ
જો તમારી પાસે વાઈ ફાઈ નથી, કે વાઈ ફાઈ નેટવર્ક નથી, તો તમે ગૂગલ ડ્યુઓ, વ્હોટ્સ એપ, ફેસબુક મેસેન્જર જેવી એપ્સનો ઉપયોગ કરીને પણ ઈન્ટરનેટ કોલિંગ કરી શકો છો. તેનાથી પણ ઓડિયો ક્વોલિટી સુધરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
