Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
SIM Card વગર પણ થઈ શકે છે કોલિંગ, આ ત્રણ રીત દ્વારા લાગશે ફોન
રોજિંદા જીવનમાં સૌથી વધુ વપરાતા ગેજેટ્સની વાત કરીએ તો સૌથી પહેલું નામ સ્માર્ટફોનનું આવે. જો તમે નવો કોઈ ફોન ખરીદ્યો છે, તો સૌથી પહેલા તેને યુઝ કરવા માટે તેમાં સિમ કાર્ડ હોવું જરૂરી છે. કારણ કે સિમ કાર્ડ નાખ્યા પછી જ ફોનમાં નેટવર્ક આવે અને કોલિંગ કરી શખાય. પરંતુ જો તમે નવા ફોનમાં સિમ કાર્ડ લગાવ્યા વગર પણ કોલિંગ શરૂ કરવા ઈચ્છો છો, તો તે સરળતાથી કરી શકાય છે. જો તમે પણ આ સાંભળીને એ સવાલ પૂછી રહ્યા છો કે ફોનમાં સિમકાર્ડ લગાવ્યા વગર કોલિંગ કેવી રીતે શક્ય છે, તો તમને જણાવી દઈએ કે આની ઘણી બધી રીત છે. જો કે આની સૌથી મોટી જરૂરિયાત એ છે કે તમારા ફોનમાં WiFi ચાલું હોવું જોઈએ અને ઈન્ટરનેટ સાથે કનેક્ટ હોવું જોઈએ.

VoIP એપ્સનો ઉપયોગ કરીને કોલિંગ
VoIP એટલે કે વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલનો વિકલ્પ જુદી જુદી ઘણી એપ્સમાં મળે છે, આવી એપ્સ તમે રોજે વાપરતા હશો. દાખલા તરીકે વ્હોટ્સ એપ કે સ્કાઈપ. આ એપ્સમાં અકાઉન્ટ બનાવીને લોગઈન કર્યા બાદ તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરીને કોલ કરી શકો છો, આના માટે સિમ કાર્ડ કનેક્ટિવિટીની જરૂર નથી પડતી. તમે હાલના કોન્ટેક્ટ્સને પણ આ એપ્સમાં સિંક કરીને સરળતાથી કોલિંગ કરી શકો છો.
વર્ચ્યુઅલ ફોન નંબર સર્વિસિસ
છેલ્લા કેટલાક મહિનાઓમાં વર્ચ્યુઅલ ફોન નંબર સર્વિસિઝની લોકપ્રિયતા પણ વધી છે, અને ઘણી એપ્સ કે વેબસાઈટ્સ પર જઈને તમે વર્ચ્યુઅલ નંબર જનરેટ કરી શકો છો. આ ફોન નંબર ઈન્ટરનેટ કનેક્ટિવિટીની મદદથી કોલિંગનો ઓપ્શન આપે છે. આના માટે તમારી કોઈ ફિઝિકલ સિમ કાર્ડની જરૂર નથી પડતી. જો કે, કેટલીક વર્ચ્યુઅલ ફોન નંબર સર્વિસિસ માટે પેમેન્ટ કરવું જરૂરી છે, તો કેટલીક આવી સર્વિસ સાવ ફ્રીમાં મળે છે. તમે તમારો આવો વર્ચ્યુઅલ નંબર બીજા યુઝર્સ સાથે શૅર પણ કરી શકો છો.
WiFi કોલિંગનો કરો ઉપયોગ
લેટેસ્ટ સ્માર્ટફોનમાં યુઝર્સ વાઈ ફાઈ કોલિંગના ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકો છો. વાઈફાઈ તમે સેટિંગ્સમાં જઈને અનેબલ કરી શકો છો. આ સુવિધા દ્વારા તમે તમારા ફોનના ડાયલરથી પણ કોલ્સ કરી શકો છો. જો કે આના માટે તમારે એકવાર સિમ કાર્ડ ઈન્સર્ટ કરવું પડશે અને પછી જ્યારે તમે કોલ કરશો, ત્યારે સામેવાળા વ્યક્તિને આ જ નંબર દેખાશે. જ્યારે તમારા ફોનમાં સેલ્યુલર નેટવર્ક ન હોય, ત્યારે પણ આ કોલિંગનો ઉપયોગ કરી શકો છો.
ટેલિકોમ કંપનીઓ હવે યુઝર્સને ઈ સિમનો પણ વિકલ્પ આપી રહી છે. આ સુવિધા દ્વારા ફોનમાં કોઈ પણ ફિઝિકલ સિમ કાર્ડ લગાવ્યા વગર સરળતાથી કોલિંગ, મેસેજ અને મોબાઈલ ડેટાના ઉપયોગ જેવી સર્વિસ એક્સેસ કરી શકાય છે. તમે ટેલિકોમ ઓપરેટરની હેલ્પલાઈન પર કોલ કરીને આ વિશે વધુ માહિતી મેળવી ઈ સિમ એક્ટિવેટ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
