યૂએએન એકાઉન્ટ ની અંદર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને કઈ રીતે ચેન્જ કરવો

By Gizbot Buereau
|

જો તમે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા હશો તો તમને પ્રોવિડન્ટ ફન્ડ વિષે ખબર હશે કે જે તમારા પગાર માંથી દર મહિને કાપવા માં આવે છે. અને આ બધી વસ્તુ ને વધુ સરળ બનાવવા માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓ દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર જેને યૂએએન તરીકે પણ ઓળખવા માં આવે છે તેને મેમ્બર્સ માટે જાહેર કરવા માં આવેલ છે જેના કારણે એકાઉન્ટ ની અંદર જે ડિપોઝિટ કરવા માં આવે છે તેનો ટ્રેક રાખી શકાય. અને આ એક એવો એકાઉન્ટ નંબર છે કે જે સરખો જ રહે છે પછી તમે ભલે ગમે તેટલી કંપની અથવા પ્રોફેશન બદલાવો આ નંબર એક જ રહે છે.

યૂએએન એકાઉન્ટ ની અંદર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ને કઈ રીતે ચેન્જ કરવો

અન્ય કોઈપણ બેંક ખાતાની જેમ, યુએએનએ પણ સભ્યોને સક્રિય ફોન નંબર નોંધાવવાની જરૂર છે, જેના દ્વારા ભાવિ તમામ સંદેશાવ્યવહાર કરવામાં આવશે. આનો અર્થ એ કે તમે તાજેતરમાં એક નવો નંબર મેળવ્યો હોય અને પાછલા નંબર લાંબા સમય સુધી સક્રિય ન હોય તેવા કિસ્સામાં એકાઉન્ટમાં તમારા ફોન નંબરને અપડેટ કરવું પણ મહત્વપૂર્ણ છે. ઇપીએફઓ પોર્ટલનો ઉપયોગ કરીને તમારા ફોન નંબરને કેવી રીતે બદલવો / અપડેટ કરવો તે શીખવા નીચે આપેલા પગલાં અનુસરો.

- https://www.epfindia.gov.in/site_en/index.php વેબસાઈટ પર જય અને તમારા યૂએએન અને પાસવર્ડ ની મદદ થી લોગઇન કરો.

- ત્યાર પછી મેનેજ ટેબ ના વિકલ્પ ને પસન્દ કરી અને ડ્રોપ ડાઉન મેનુ ની અંદર થી કોન્ટેક્ટ ડીટેલ ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી તેની અંદર આપેલ વિકલ્પ ચેન્જ મોબાઈલ નંબર ચેક બોક્સ ને પસન્દ કરો.

- ત્યાર પછી તમારો નવો મોબાઈલ નંબર નાખો અને તેને કન્ફ્રર્મ કરવા માટે રી એન્ટર કરો.

- ત્યાર પછી ઓટીપી મેળવવા માટે ગેટ ઓથોરાઇઝેશન બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી તમને તમારા નવા મોબાઈલ નંબર પર જે ઓટીપી મોકલવા માં આવેલ છે તેને એન્ટર કરી અને કન્ફ્રર્મ કરો.

- ત્યાર પછી તમને એક નવો મેસેજ મોકલવા માં આવશે જેની અંદર જણાવવા માં આવેલ હશે કે તમારા કોન્ટેક્ટ ડિટેલ્સ ને સક્સેસફુલી અપડેટ કરી દેવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Steps to change registered mobile number in UAN account

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X