Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Paytm Walletમાંથી બેન્ક અકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરો, આ રહ્યા સ્ટેપ્સ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતમાં Paytm Payments Bankની સર્વિસ પર રોક લગાવી દીધી છે. 29 ફેબ્રુઆરીથી Paytm Payments Bankના યુઝર્સ પોતાના બેન્ક અકાઉન્ટમાં, ફાસ્ટેગમાં અને પેટીએમ વોલેટમાં પૈસા જમા નહીં કરાવી શકે. જો કે, જે યુઝર્સ પાસે હાલ પેટીએમ વોલેટમાં બેલેન્સ છે, તેઓ પોતાનું બેલેન્સ પાછું બેન્કમાં જમા કરી શકે છે અથવા તો વિથડ્રો કરી શકે છે. એકવાર જો તમે વોલેટમાં રહેલી રકમને ઉપાડી લીધી તો બાદમાં તમે ફરીવાર પેટીએમ વોલેટનો ઉપયોગ નહીં કરી શકો.

એટલે આ પરિસ્થિતિમાં એ જરૂરી છે કે પેટીએમ વોલેટ યુઝર્સ પોતાના વોલેટમાં રહેલું બેલેન્સ બીજી બેન્કના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે. આ આર્ટિકલમાં અમે તમને પેટીએમ વોલેટમાં રહેલું બેલેન્સ કેવી રીતે બેન્ક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું તેનું માર્ગદર્શન આપી રહ્યા છીએ.
પેટીએમ વોલેટમાં રહેલું બેલેન્સ બેન્કમાં ટ્રાન્સફર કરવા આટલું કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનાં Paytm એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે હોમ સ્ક્રીન પર દેખાતા Banking & Payments સેક્શનમાં જઈને Wallet ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે તમને Pay અને Fastagની બાજુમાં જે Transfer to Bank ઓપ્શન દેખાય છે, તેના પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે તમારે જેટલી રકમ ટ્રાન્સફર કરવી છે, તે એન્ટર કરો.
સ્ટેપ 5: જો તમે પેટીએમ વોલેટમાં બેન્ક અકાઉન્ટ એડ કરેલું નથી તો નવું બેન્ક અકાઉન્ટ એડ કરવા માટે Add New Bank પર ક્લિક કરો અથવા તો એક્ઝિસ્ટિંગ બેન્ક અકાઉન્ટ પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે આગળ વધવા માટે કન્ફર્મ બટન પર ટેપ કરો.
Paytm Payment Bankમાંથી અન્ય બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવા આટલું કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનાં Paytm એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે હોમ સ્ક્રીન પર દેખાતા Banking & Payments સેક્શનમાં જઈને Wallet ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે તમારા બેન્ક અકાઉન્ટને એક્સેસ કરવા માટે પાસકોડ એન્ટર કરો.
સ્ટેપ 4: તમારા સેવિંગ્સ અકાઉન્ટ બેલેન્સ પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે Money Transfer બટન પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે Self A/c પર ટેપ કરો.
સ્ટેપ 7: જો તમારે એક્ઝિસ્ટિંગ બેન્ક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા છે તો તેના પર ટેપ કરો અથવા નવું અકાઉન્ટ એડ કરવા માટે Add Bank Account પર ટેપ કરો.
સ્ટેપ 8: હવે તમારે જે અમાઉન્ટ ટ્રાન્સફર કરવી છે, તે એન્ટર કરીને Proceed Securely બટન પર ટેપ કરો.
સ્ટેપ 9: હવે તમારી પેટીએમ પેમેન્ટ બેન્કનો પાસવર્ડ એન્ટર કરો અને રકમ ટ્રાન્સફર થઈ જશે.
ધ્યાન રાખો કે પેટીએમ પેમેન્ટ્સ બેન્ક અથવા પેટીએમ વોલેટમાંથી બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ લાગતો નથી. સાથે જ એ પણ ધ્યાન રાખો કે રિઝર્વ બેન્કના નિર્ણયની અસર માત્ર પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર જ પડવાની છે, પેટીએમ એપ તો જેમ કામ કરી રહી છે, તેમ જ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications