Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 588 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર પોસ્ટ અને રીલ કરો શેડ્યુલ, આ રહ્યા સ્ટેપ્સ
મેટાની માલિકીનું પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે નવા ફીચર્સ રોલઆઉટ કરતુ રહે છે. હવે ઈન્સ્ટાગ્રામ દ્વારા પોતાના યુઝ્સ માટે પોસ્ટ શેડ્યુલ કરવા માટે ખાસ નવું ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે.

જે યુઝર્સ કે ક્રિએટર્સ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કે રીલ્સ બનાવે છે, તેઓ ખાસ સમયે પોતાના ફોલોઅરસને પોતાની રીલ્સ કે પોસ્ટ બતાવવા ઈચ્છે છે. આ માટે તેમણે યાદ કરીને તે સમયે પોતાનું કન્ટેન્ટ અપલોડ કરવું પડે છે. પરંતુ, ઘણીવાર આ નક્કી કરેલા સમયે પોસ્ટ કરવાનું ભૂલી જવાય છે. પરિણામે ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ પોસ્ટ કે રીલ શેડ્યુલ કરી સખે તો માટે ખાસ ફીચર લોન્ચ કર્યું છે. જેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે જણાવી રહ્યા છીએ.
આ રીતે શેડ્યુલ કરો રીલ અને પોસ્ટ
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કે રીલ કોઈ સ્પેસિફિક સમય પર પોસ્ટ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો અને ક્રિએટ રીલ અને પોસ્ટ વાળા + આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે તમારે જે રીલને શેડ્યુલ કરવી છે, તે રીલ સિલેક્ટ કરો. બાદમાં નેક્સ્ટ પર ક્લિક કરો. જો તમારે તે રીલ એડિટ કરવી છે, તો એડિટ કરો અથવા નેક્સ્ટ પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે તમારી સામે શૅરનું ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરો. બાદમાં તમને શેડ્યુલ પોસ્ટનું ઓપ્શન જોવા મળશે. અહીં તમારે જે સમય અને તારીખ સેટ કરવી છે, જ્યારે તમે રીલ કે પોસ્ટ અપલોડ કરવા ઈચ્છો છો, તે સમય અને તારીખ સિલેક્ટ કરો.
સ્ટેપ 4: હવે છેલ્લે તમારે માત્ર કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે.
તમે ઈન્સ્ટાગ્રામ પર 75 દિવસ અગાઉ કોઈ પણ રીલ કે પોસ્ટ શેડ્યૂલ કરી શકો છો.
ઈન્સ્ટાગ્રામ પર એન્ગેજન્ટમેન્ટ વધારો.
જો તમે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રીચ વધારવા ઈચ્છો છો, તો તમે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરી શકો છો.
ઓડિયન્સ સાથે એન્ગેજ થાવ.
જો તમે તમારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની રીચ વધારવા ઈચ્છો છો, તો તમારી પોસ્ટ પર આવતી કમેન્ટ્સના રિપ્લાય આપવાનું રાખો. તેનાથી તમારા ફોલોઅર્સને લાગશે કે તમે તેમના પર ધ્યાન આપી રહ્યા છો.
ટ્રેન્ડ્ઝ ફોલો કરો.
ઈન્સ્ટાગ્રામ પર જો ટ્રેન્ડ્ઝ ફોલો કરીને તમે કન્ટેન્ટ બનાવશો, તો તમારા અકાઉન્ટની રીચ વધારવામાં મદદ થશે.
રેગ્યુલર પોસ્ટ કરો.
તમે ભલે 75 દિવસ માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેડ્યુલ કરી શકો છો, પરંતુ એનો મતલબ એ નથી કે તમે પોસ્ટ શેડ્યુલ કરીને ઈન્સ્ટાગ્રામ પરથી ગાયબ થઈ જાવ. તમારે ઈન્સ્ટાગ્રામ પર રોજ સક્રિય રહેવાનું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications