Google Pay, PayTM, Phone Pe પર આ રીતે સ્પ્લિટ કરો બિલ્સ, વાંચો સ્ટેપ્સ

By Gizbot Bureau
|

જોડે રહેતા લોકો, જોડે પ્રવાસે જનારા લોકોને ખર્ચાની વહેંચણી કરવાની હોય છે. આવી સ્થિતિમાં હિસાબ રાખવો એક મુશ્કેલ કાર્ય છે. જો કે, પ્લે સ્ટોર પર આ કામને સરળ બનાવવા માટે ઘણી બધી એપ્સ ઉપલબ્ધ છે, જેને કારણે કોણે શું ખર્ચો કર્યો તે યાદ નથી રાખવું પડતું અને કોણે કોને કેટલી રકમ ચૂકવવાની તે ગણતરી પણ નથી કરવી પડતી.

Google Pay, PayTM, Phone Pe પર આ રીતે સ્પ્લિટ કરો બિલ્સ, વાંચો સ્ટેપ્સ

જો કે, હવે આ બધા કામ માટે વધારાની એપ્સ મોબાઈલમાં રાખવાની જરૂરિયાત નથી. આપણે બધા જ મિત્રો અને પરિવારજનોને UPI એપ્સથી સરળતાથી પૈસા મોકલીએ છીએ, જુદી જુદી ખરીદીની ચૂકવણી પણ કરીએ છીએ. કોઈને પૈસા મોકલવાની અને ચૂકવણી કરવાની સુવિધાની સાતે સાથે આ UPI એપ્સના બીજા કેટલાક ફીચર્સ પણ ખૂબ જ ઉપયોગી છે. જેમ કે 4-5 લોકો આ જ એપ્સની મદદથી બિલ સ્પ્લિટ પણ કરી શકે છે. આ ફીચર Google Pay, Paytm અને Phone Pay પર ઉપલબ્ધ છે.

આ ફીચરની મદદને કારણે તમારે ઓફલાઈન હિસાબ-કિતાબ રાખવો પડતો નથી કે પછી બિલના હિસાબ માટે અન્ય કોઈ વધારાની એપ પણ યુઝ કરવાની જરૂર પડતી નથી. યુપીઆઈ એપ્સનું આ જ ફીચર દર્શાવી દે છે કે જે વ્યક્તિએ ચૂકવણી કરી છે, તેમને બીજા કોણે કેટલી રકમ ચૂકવવાની છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે તમે કોઈ જગ્યાએ ચૂકવણી કરો છો, ત્યારે ચૂકવણી સમયે જ દરેક યુઝરમાં બિલ સ્પ્લિટ થઈ શકે છે, અથવા તો તમે પાછળથી પણ બિલ સ્પ્લિટ કરી શકો છો.

Google Payની મદદથી આ રીતે સ્પ્લિટ કરો બિલ

1. સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ પે એપ્લીકેશન ઓપન કરો.

2. હવે ન્યૂ પેમેન્ટ પર ક્લિક કરીને અથવા તો સ્કેનર ઓપન કરીને તમારું બિલ પે કરો.

3. અહીં તમને નીચેની તરફ ડાબી બાજુ સ્પ્લિટ ધ બિલનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.

4. હવે તમારે જેની જેની સાથે બિલ સ્પ્લિટ કરવું છે, તેનું નામ એડ કરવા માટે કોન્ટેક્ટ પર ક્લિક કરીને એક ગ્રુપ બનાવો.

5. એકવાર ગ્રુપ બની જાય, ત્યાર બાદ સ્પ્લિટ એન એક્સપેન્સ વિકલ્પ પર ક્લિક કરો.

6. અહીં તમારે જે રકમ ચૂકવવાની છે તે અમાઉન્ટ એન્ટર કરો.

7. બાદમાં સેન્ડ રિક્વેસ્ટ બટન પર ક્લિક કરો અને જેની જેની પાસેથી બિલની અમાઉન્ટ લેવાની છે, તેમને પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી દો.

એકવાર આ રિક્વેસ્ટ મોકલાઈ જાય તો બાદમાં તમે પેમેન્ટનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો.

Paytm પર આ રીતે સ્પ્લિટ કરો બિલ

1. તમારા ફોનમાં પેટીએમ એપ ઓપન કરો.

2. હવે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા મેસેજ બોક્સના આઈકન પર ક્લિક કરીને કન્વર્ઝેશનનું પેજ ઓપન કરો.

3. અહીં નીચેની તરફ સ્પ્લિટ બિલનો વિકલ્પ છે, તેના પર ટેપ કરો.

4. જે અમાઉન્ટ ચૂકવવાની છે કે ચૂકવાઈ ગઈ છે તેનો આંકડો ઈનપુટ કરો.

5. હવે તમારે જેની જેની સાથે બિલ શૅર કરવાનું છે કે ભાગ પાડવાના છે, તેનું નામ એટર કરવા માટે કોન્ટેક્સ્ટ પર ક્લિક કરો.

6. હવે જમણી બાજુ ઉપરની તરફ દેખાતા કન્ટીન્યુ બટન પર ક્લિક કરો.

7. આગળના બોક્સમાં તમને ઓટો સ્પ્લિટ ઈક્વલીનો ઓપ્શન મળશે, તમે તેના ચેકબોક્સ પર ક્લિક કરી શકો છો, અ જો તમે મેન્યુઅલી રકમ એન્ટર કરવા ઈચ્છો છો, તો એ પણ કરી શકો છો.

8. બસ હવે સેન્ડ બટન પર ક્લિક કરો, ને બધાને જ નોટિફિકેશન મળી જશે કે તેમણે તમને કેટલી રકમ આપવાની છે.

PhonePe પર આ રીતે સ્પ્લિટ કરો બિલ

1. સૌથી પહેલા તમારા ફોનમાં ફોન પે એપ ઓપન કરો.

2. એપ્લીકેશનના હોમ પેજ પર જ તમને સ્પ્લિટ બિલનો ઓપ્શન મળી જશે.

3. અહીં તમારે જે રકમ ચૂકવવાની છે તે અમાઉન્ટ એન્ટર કરો.

4. હવેના સ્ટેપમાં તમારે એ કોન્ટેક્ટ સિલેક્ટ કરવાના છે, જેની સાથે તમારે બિલ સ્પ્લિટ કરવાનું છે.

5. બસ હવે સેન્ડ રિક્વેસ્ટ બટન ક્લિક કરો અને તમારું કામ થઈ ગયું.

Best Mobiles in India

Read more about:
English summary
Split Your Bill Using Google Pay Paytm Phone Pe Follow Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X