Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનમાં ઓન કરો આ એક સેટિંગ, સ્પામ મેસેજથી મળશે છૂટકારો
સ્માર્ટફોનનો ઉપયોગ તો આજકાલ દરેક વ્યક્તિ કરતું હોય છે. સ્માર્ટફોન વગર એક મિનિટ પણ સર્વાઈવ કરવું હવે કોઈ પણ વ્યક્તિ માટે અઘરું બની ચૂક્યુ છે. સાથે જ ફોનમાં હવે જુદા જુદા ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અવેલેબલ છે. જો કે આ બધાની વચ્ચે પણ ઘણી મોટી સંખ્યામાં હજીય લોકો ફોનના ટેક્સ્ટ મેસેજનો ઉપયોગ કરે છે.
જુદા જુદા કામ માટે આપણે હજીય ટેક્સ્ટ મેસેજનો સહારો લઈએ છીએ. પરંતુ અહીં એક એવી સમસ્યા છે, જે યુઝર્સ માટે મુસીબત સાબિત થઈ રહી છે. એ છે સ્પામ મેસેજ. આજકાલ આપણા બધાના ફોન નંબર સહિતના ડેટા ઘણી બધી માર્કેટિંગ કંપનીઓ પાસે અવેલેબલ છે. એેટલે રોજે રોજ બેન્કથી લઈને બીજા ઘણા સ્પામ મેસેજ આવતા રહે છે. આ સ્પામ મેસેજ એટલી મોટી સંખ્યામાં આવે છે કે લોકો કંટાળી જાય છે. હવે તમે એ વિચારતા હશો કે આવા સ્પામ મેસેજથી છૂટકારો કેવી રીતે મેળવવો?

અહીં આ આર્ટિકલમાં અમે ને આવ્યા છીએ. જી હા, જો તમે પણ ગૂગલ મેસેજનો ઉપયોગ કરો છો, તો તમારી સ્પામ મેસેજની સમસ્યા માત્ર ચપટીમાં સોલ્વ થઈ શકે છે. કારણ કે ગૂગલ મેસેજમાં સ્પામ મેસેજ બ્લોક કરવાની સુવિધા મળે છે. ચાલો જાણીએ કેવી રીતે.
સ્પામ મેસેજને અલગ ફોલ્ડરમાં શિફ્ટ કરો
ગૂગલ મેસેજમાં સ્પામ મેસેજને એક અલગ ફોલ્ડરમાં નાખી શકાય છે. આ ઉપરાં સ્પામ મેસેજ મોકલનાર નંબરને પણ બ્લોક કરી શકાય છે. આવું કરવાથી તમારા ફોનમાં એ જ નંબરથી બીજી વાર મેસેજ નહીં આવે અને કોલ પણ નહીં આવે. આના માટે તમારે ગૂગલ મેસેજમાં સ્પામ પ્રોટેક્શન ફીચર ઓન કરવાનું છે.
કેવી રીતે ગૂગલ મેસેજમાં સ્પામ પ્રોટેક્શન ફીચર ઓન કરશો?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં Google Message એપ ઓપન કરો.
સ્ટેપ 2: બાદમાં ઉપરની તરફ રાઈટ સાઈડ દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે મેસેજ સેટિંગ પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે અહીં સ્પામ પ્રોટેક્શન ઓપ્શન પર ક્લિક કરો અને તેની સામે રહેલા ટોગલને એક્ટિવેટ કરો.
સ્ટેપ 5: આટલું કરતા જ તમારું સ્પામ પ્રોટેક્શન ફીચર ઓન થઈ જશે અને ગૂગલ મેસેજમાં જેવો કોઈ સ્પામ મેસેજ આશે, તે નવા ફોલ્ડરમાં જતો રહેશે.
Google Messageમાં સ્પામ મેસેજ આ રીતે બ્લોક કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ મેસેજ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે ઉપરની તરફ જમણી બાજુ દેખાતા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે સ્પામ એન્ડ બ્લોક ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: નંબર બ્લોક કરવા માટે જમણી બાજુ મેન્યુમાં જાવ.
સ્ટેપ 5: હવે તમારે નંબર બ્લોક ઓપ્શન પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 6: પછી અનનોન નંબરની સામે દેખાતા ટોગલને એક્ટિવેટ કરો.
સ્ટેપ 7: જો તમે કોઈ નંબર એડ કરવા ઈચ્છો છો તો Add A પર ક્લિક કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications