ઓછા પ્રકાશમાં પણ ક્લિક થશે જબરજસ્ત ફોટોઝ, બસ આ ટિપ્સ ફોલો કરો

By Gizbot Bureau
|

સ્માર્ટફોન અને એમાંય કેમેરાવાળા સ્માર્ટફોન આવ્યા પછી, દરેક વ્યક્તિના ફોટો પાડવાના શોખનો જબરદસ્ત વિકાસ થયો છે. આજકાલ આપણે દરેક નાની મોટી મોમેન્ટને મોબાઈલ કેમેરામાં કેપ્ચર કરીએ છીએ. જેને કારણે જુદા જુદા પ્રકારના કેમેરા ધરાવતા ફોનનું સેગમેન્ટ પણ ખાસ્સુ વિકસ્યુ છે. ખાસ કરીને લો લાઈટમાં પણ સારા ફોટોઝ આવે એવા ફોન માર્કેટમાં આવી ગયા છે.

જેમ કે અંધારી રાત્રે દૂર દેખાતી સ્ટ્રીટ લાઈટ કે કેન્ડલ લાઈટ ડિનર દરમિયાન ફોટો લેવામાં મુશ્કેલી પડતી હોય, ત્યારે લો લાઈટમાં સારો ફોટો આવે તેવા ફોન કામ લાગે છે. જો કે દરેક ફોનમાં કેટલાક એવા ફીચર્સ હોય છે, જેનો યોગ્ય રીતે પયોગ કરવામાં આવે તો અંધારા પણ પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ જેવા ફોટોઝ ક્લિક કરી શકાય છે. આ આર્ટિકલમાં અમે તમને એવી એડવાન્સ્ડ ટ્રિક્સ જણાવીશું, જેનાથી તમે તમારા સ્માર્ટફોનના દરેક ફીચરનો પૂરો ઉપયોગ કરીને લો લાઈટમાં પણ ફેન્ટાસ્ટિક ફોટોઝ ક્લિક કરી શક્શો.

ઓછા પ્રકાશમાં પણ ક્લિક થશે જબરજસ્ત ફોટોઝ, બસ આ ટિપ્સ ફોલો કરો

સ્માર્ટફોનના ફીચર્સને સમજો

આમ તો સ્માર્ટ ફોનના કેમેરામાં હવે અગણિત ફીચર્સ આવે છે, પરંતુ તેના કેમેરામાં રહેલા નાના સેન્સર્સ લો લાઈટમાં સરખા ફોટોઝ ક્લિક નથી કરી શક્તા. કારણ કે સેન્સર નાના હોવાથી તેમાં લાઈટ પણ ઓછી પહોંચે છે, જેને કારણે ફોટોની ડિટેઈલ કેપ્ચર નથી થતી. પણ ચિંતા કરવાની જરૂર નથી. ફોનના કેમેરાની મર્યાદા સમજીને કેટલીક ટેકનિક ફોલો કરીને તમે આ સમસ્યા દૂર કરી સરખા ફોટોઝ પાડી શકો છો.

મેન્યુઅલ સેટિંગ્સનો ઉપયોગ કરો

ISO

આ સેટિંગ તમારા કેમેરામાં આવતી લાઈટને એડજસ્ટ કરે છે. ISO જેટલો વધારે, તેટલી જ તમારી ઈમેજ વધારે બ્રાઈટ થશે, જો કે સાથે સાથે ફોટોઝમાં નોઈઝ પણ એડ થશે. એટલે મોડરેટ ISO 800થી શરૂઆત કરો અને જરૂર પડે તો જ તેને વધારો. દાખલા તરીકે ડીમ લાઈટ ધરાવતી રેસ્ટોરન્ટમાં તમે ISOને 800 કે 1600 પર રાખીને ફોટો પાડી શકો છો

શટર સ્પીડ

શટર સ્પીડ નક્કી કરે છે કે કેમેરાનું સેન્સર કેટલા સમય સુધી લાઈટને અંદર આવવા દેશે. એટલે જેટલી શટર સ્પીડ ઓછી, એટલી ફોટોમાં લાઈટ વધારે. પરંતુ વધારે શટર સ્પીડ રાખવાથી ફોટો બ્લર થઈ શકે છે, કારણ કે આપણા હાથ એકદમ સ્ટેડી નથી રહેતા. પરિણામે આ બ્લરીનેસ દૂર કરવા વધારે શટર સ્પીડથી ફોટો પાડવાનો હોય, ત્યારે તમારે ટ્રાઈપોડનો ઉપયોગ કરવો જોઈએ.

લો લાઈટમાં ફોકસ

લો લાઈટ દરમિયાન તમારો કેમેરા ફોકસ કરવામાં સ્ટ્રગલ કરી શકે છે. એટલે મેન્યુઅલી ફોકસ પોઈન્ટનો ઉપયોગ કરો. સ્ક્રીન પર ટેપ કરીને સબ્જેક્ટ પર ફોકસ કરીને ફોટો ક્લિક કરો.

નાઈટ મોડનો ઉપયોગ કરો

ઘણા બધા સ્માર્ટફોનમાં ડેડિકેટેડ નાઈટ મોડ ફીચર પણ આ છે. આ પાવરફૂલ ફીચરની મદદથી ફોન જાતે જ અંધારામાં બ્રાઈટનેસ, એક્સપોઝર એડજસ્ટ કરે છે, નોઈઝ ઘટાડે છે અને હાઈક્વોલિટી પિક્ચર્સ ક્લિક કરે છે. એટલે લો લાઈટમાં નાઈટ મોડનો ઉપયોગ કરીને પણ તમે સારા ફોટોઝ ક્લિક કરી શકો છો. ખાસ કરીને આઈફોન અને ગૂગલ પિક્સલ્સ જેવા ફોનના આ ફીચર બેસ્ટ છે.

આર્ટિફિશિયલ લાઈટિંગ

જ્યારે કુદરતી પ્રકાશ ઓછો હોય, ત્યારે તમે સબ્જેક્ટ પર અલગથી લાઈટ પણ મારી શકો છો. ખાસ કરીને નાની, પોર્ટેબલ એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરીને સબ્જેક્ટનો ઉઠાવ આપી શકો છો. સ્માર્ટફોનની ફ્લેશ લાઈટ પણ આ કામમાં ઉપયોગી બની શકે છે. તમારે બસ તેનો ક્રિએટિવલી ઉપયોગ કરવાનો છે. જો લાઈટ વધારે પડતી હોય, તો તમે તેને રૂમાલ, પેપરનો ઉપયોગ કરીને ઓછી પણ કરી શકો છો.

Best Mobiles in India

English summary
Smartphone tips photography tips in low light

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X