Smartphone Care:વરસાદમાં ફોન પલળી જાય તો કરો આટલું, રિપેર કરાવવાની નહીં પડે જરૂર

By Gizbot Bureau
|

ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે. મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ક્યાંક અનરાધાર તો ક્યાંક અમીછાંટણાથી ધરતી ભીંજાઈ છે. ચોમાસામાં આપણને સૌને સૌથી મોટો ડર હોય છે મોબાઈલ ફોન પલળી જવાનો. ક્યાંક આવતા જતા અચાનક વરસાદ પડે અને ફોન પલળી જાય તો શું? આ ડરને કારણે આપણામાંથી ઘણા બધા ફોનને બેગમાં, પ્લાસ્ટિકની ઝભલા થેલીમાં લઈને ફરે છે.

વરસાદમાં ફોન પલળી જાય તો કરો આટલું, રિપેર કરાવવાની નહીં પડે જરૂર

જો ફોન પાણીમાં પલળી જાય તો તેની અંદરના સ્પેરપાર્ટ્સ ખરાબ થઈ શકે છે. કેટલીકવાર પ્રોટેક્શન રાખવા છતાંય ફોન પલળી જાય છે. જો તમે પણ વરસાદમાં બહાર નીકળો છો, તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું, જેને કારણે તમારો ફોન પલળી જાય તો પણ સરળતાથી પાછો ચાલુ થઈ જશે.

વાઈપરથી કાઢો પાણી

જો તમારો ફોન વરસાદમાં પલળી જાય છે, અને ફોનમાં ઓછું પાણી જાય છે, તો તમે તેને ઘરે લાવીને વાઈપરની મદદથી ચોખ્ખો કરી શકો છો. વાઈપર પાણીના નાના નાના ટીપાને પણ ઘસીને ફોનની બહાર કાઢે છે. પાણી નીકળી જવાથી સ્માર્ટફોનને વધુ નુક્સાન થતું નથી. જો તમારો સ્માર્ટફોન પાણીના સંપર્કમં આવ્યો છે, તો તમે વાઈપરની મદદથી તેને ક્લીન કરી શકો છો. પરંતુ આ ઉપાય ત્યારે જ ચાલશે, જો ફોનમાં થોડુંક જ પાણી ગયું છે. જો ફોન વધારે પલળી ગયો હોય તો તેને રિપેરિંગ શોપમાં લઈ જાવ.

ચોખા બચાવશે ફોન

આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે છે પરંતુ આ ઘરગથ્થુ ઉપાય એકદમ કારગર છે. ચોખા પાણી શોસી લે છે. એટલે કે જો ભૂલથી પણ તમારો ફોન વરસાદમાં કે કોઈ અન્ય રીતે પાણીમાં પલળી ગયો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઘરે આવીને ફોનને ચોખા ભરેલા ડબ્બામાં વચ્ચોવચ મૂકી દો. બસ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમારા સ્માર્ટફોનને ચાલુ કરવાની કોશિશ ન કરો. ચોખામાંથી આ ફોન 24 કલાક બાદ જ બહાર કાઢો. 24 કલાકમાં તમારો ફોન બિલકુલ બરાબર થઈ ચૂક્યો હશે.

Silica Gels સાથે પોલિથીન બેગમાં સીલ કરી દો

વરસાદની સિઝનમાં જો તમારો ફોન પલળી જાય છે, તો એક આ ઉપાયથી પણ તમે ફોનને બગડતો બચાવી શકો છો. તમે ફોનને સિલીકા જેલવાળી પોલિથીનમાં પેક કરીને મૂકી શકો છો. સિલિકા જેલ કોઈ પણ વસ્તુને ગરમ રાખે છે. આ જેલ જૂતાના થેલામાં કે ઈલેક્ટ્રોનિક સામાનની બેગમાં કે ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી આવતી વસ્તુઓમાં મળી શકે છે. આ સિલિકોન જેલથી તમારો ફોન એકદમ સેફ રહેશે.

વરસાદની સીઝનમાં ફોન પલળી જવો સામાન્ય છે. આમ તો આપણે સૌ પ્લાસ્ટિકની બેગમાં કે ફોનને ડિક્કીમાં સાચવીને જ રાખતા હોઈ છીએ. પરંતુ લુચ્ચા વરસાદનું કોઈ ઠેકાણું નથી. એટલે જો તમારો ફોન પણ પલળી જાય છે, તો બસ ઉપરના ઉપાયો અજમાવી જુઓ. તમારો મોટો ખર્ચો બચી જશે.

Best Mobiles in India

Read more about:
English summary
Smartphone Rain Care Tips: How To Protect Your Phone During Monsoon?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X