Just In
- 629 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 630 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 631 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 632 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જો તમારો ફોન વારંવાર હેંગ થાય છે, તો આ ટિપ્સ કરો ફોલો, સમસ્યાથી મળશે રાહત
આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો અગત્યનો ભાગ બની ચૂક્યુ છે. પોતાના મિત્રો સાથે કનેક્ટ રહેવાથી લઈને ઓનલાઈન ખરીદી અને પેમેન્ટ કરવા સુધીના દરેક કામ માટે આપણે મોબાઈલનો ઉપયોગ કરી છીએ. પણ જેમ જેમ મોબાઈલનો વધુ ઉપયોગ થાય, તેમ તેમ મોબાઈલ હેન્ગ થવા લાગે છે, જેને કારણે જરૂરી મેસેજ મોકલવામાં અને પેમેન્ટ કરવા જેવા મહત્વના કામ ધીરા થઈ જાય છે કે પછી અટકી જાય છે. આ ઘણું ઈરિટેટિંગ છે. એટલે આ આર્ટિકલમાં અમે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જેના દ્વારા તમે ફોન હેન્ગ થવાની સમસ્યાનો ઉકેલ લાવી શક્શો.

સ્માર્ટફોન હેન્ગ થવાનો ઈસ્યુ સોલ્વ કરવા આ સ્ટેપ્સ ફોલો કરો
Cache ક્લિયર કરો
તમારા ફોનમાં કૅશે ફાઈલ વધારે હશે, તો પણ તમારો ફોન હેન્ગ થઈ શકે છે. આ સમસ્યાનો અંત લાવવા માટે સૌથી પહેલા ફોનમાં રહેલી કેશ ફાઈલ્સ ડિલીટ કરો. આટલું કરતા જ તમારો ફોન પહેલાની જેમ જ કામ કરવા લાગશે. તમને ખાસ જણાવી દઈએ કે જ્યારે પણ તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો, ત્યારે કેશે ફાઈલ તમારા ફોનમાં સેવ થઈ જાય છે. જેને કારણે તમારો ફોન સ્લો થઈ જાય છે. આ ફાઈલ્સ સમયાંતરે ડિલીટ કરવી જરૂરી છે.
લાઈટ એપ
સ્માર્ટફોનમાં જો એપ્સ હેવી હશે, તો પણ ફોન હેન્ગ થયા કરે છે. આ સમસ્યાનો અંત લાગવવા માટે તમે એપના લાઈટ વર્ઝનનો ઉપયોગ કરી શકો છો. તેનાથઈ ફોનની સ્પીડ પણ નહીં ઘટે અને ફોન પણ હેન્ગ નહીં થાય. ડિવાઈસ પહેલાની જેમ સ્મૂથ ચાલવા લાગશે
એપ્લિકેશન ડિલીટ કરો
વધારે એપ્લીકેશન હોવાને લીધે પણ તમારો ફોન હેન્ગ થવા લાગે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમારે ફોનમાં એવી એપ્સ ડિલીટ કરી દેવી જોઈએ, જેનો તમે સાવ ઓછો ઉપયોગ કરો છો. તેનાથી ડિવાઈસ બરાબર ચાલવા લાગશે અને ફાસ્ટ કામ કરશે.
ફેક્ટરી રિસેટ
ઉપર આર્ટિકલમાં જણાવેલી બધી જ ટિપ્સ અપનાવ્યા બાદ પણ જો તમારો સ્માર્ટફોન હેન્ગ થતો હોય, તો તમારે તેને ફેક્ટરી રિસેટ કરવો પડશે. તેનાથી ફોનમાં રહેલી બધી જ ફાઈલ્સ ડિલીટ થઈ જશે, અને ફોન નવા હેન્ડસેટની જેમ કામ કરવા લાગશે. પરંતુ ફોનને ફેક્ટરી રિસેટ કરતા પહેલા તમારા ડેટાનો બેકઅપ જરૂર લો. કારણ કે ફેક્ટરી રિસેટ એટલો ફોન સાવ જ ખાલી જઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications