Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા સ્માર્ટફોનને બનાવો ટીવીનું રિમોટ કંટ્રોલ, બસ આટલું જ કરો
તમારા બધા સાથે ક્યારેકને ક્યારેક તો એવું થયું જ હશે, જ્યારે ટીવીના રિમોટની જરૂર હોય, અને રિમોટ મળી જ ન રહ્યું હોય. એમાંય જો ઘરમાં બાળકો હશે, તો ટીવીનું રિમોટ ક્યારેક સોફાની નીચેથી, બેડની પાછળથી મળતું હશે. કારણ કે ટીવીનું રિમોટ એવી વસ્તુ છે, જે વારેવારે ખોવાઈ જાય છે, અને પછી શોધવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. એટલે ટીવીના રિમોટને શોધવામાં જે તકલીફ થાય, એ તો તે જ સમજી શકે છે, જેમનું રિમોટ ખોવાઈ ગયું હોય.
પણ હવે જો તમારા ટીવીનું રિમોટ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારા સ્માર્ટફોનને તમે ટીવીના રિમોટ તરીકે યુઝ કરી શકો છો. જો તમારા ઘરમાં એન્ડ્રોઈડ ટીવી છે, તો તમે ગૂગલ ટીવી એપની મદદથી ફોનને રિમોટ તરીકે યુઝ કરી શકો છો. ચાલો જાણીએ કે આ એપ કેવી રીતે કામ કરે છે, અને કેવી રીતે યુઝ કરી શકાય છે. ગૂગલ ટીવી એપ એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને જગ્યાએથી ડાઉનલોડ કરી શકાય છે.

સ્ટેપ 1: સૌથી પહેલા તો તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો અને ગૂગલ ટીવી એપ ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 2: હવે ફોનને એ જ વાઈ ફાઈ નેટવર્ક સાથે કનેક્ટ કરો, જેની સાથે તમારું ટીવી કનેક્ટેડ છે.
સ્ટેપ 3: જો તમારું ટીવી વાઈ ફાઈ સાથે કનેક્ટ નથી, તો બ્લૂટૂથ પણ યુઝ કરી શકો છો.
સ્ટેપ 4: હવે ગૂગલ ટીવી એપ ઓપન કરો અને નીચેની બાજુ આપેલા રિમોટ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે આ એપ ડિવાઈસ સ્કેન કરશે, જેવું તમારા ટીવીનું નામ એપમાં દેખાય, એટલે આ ટીવી સિલેક્ટ કરી લો.
સ્ટેપ 6: એકવાર તમારો ફોન અને ટીવી વાઈ ફાઈ કે બ્લૂટૂથની મદદથી કનેક્ટ થઈ જાય બાદમાં તમારા ટીવી સ્ક્રીન પર દેખાતા કોડને ફોનમાં ઈન્સર્ટ કરો.
બસ હવે તમારા ફોનને તમે ટીવી રિમોટ તરીકે વાપરી શકો છો.
iPhoneને ટીવીના રિમોટ તરીકે વાપરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા આઈફોન અને ટીવીને એક જ વાઈ ફાઈ નેટવર્કથી કનેક્ટ કરો.
સ્ટેપ 2: હવે એપ સ્ટોર પરથી ગૂગલ ટીવી એપ ઈન્સ્ટોલ કરો.
સ્ટેપ 3: બાદમાં એપ ઓપન કરી ટીવી રિમોટના આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 4: એકવાર એપ ઓપન થશે એટલે ઓટોમેટિકલી ટીવીને સ્કેન કરવાની શરૂઆત કરશે.
સ્ટેપ 5: જેવું એપમાં તમારા ટીવીનું નામ દેખાય કે તરત તેને સિલેક્ટ કરો અને 6 આંકડાનો ટીવી પર દેખાતો કોડ ફોન એપમાં ઈન્સર્ટ કરો.
સ્ટેપ 6: બાદમાં પેરિંગ ઓપ્શન પર ટેપ કરો અને આઈફોનને ટીવી સાથે કનેક્ટ કરો. બસ તમારો ફોન ટીવીના રિમોટ તરીકે કામ કરવા લાગશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications