ઉનાળામાં આ કામ કરશો, તો બગડી જશે ફોન, જાણો શું ન કરવું?

By Gizbot Bureau
|

સ્માર્ટ ફોન વગર હવે આપણે એક ડગલું પણ ભરતા નથી. સવારથી સાંજ સુધી ફોન આપણી સાથે હોય છે. આ ફોનને સાચવવા પણ જરૂરી છે. તમને સાંભળવામાં વિચિત્ર લાગશે, પણ જેમ ઋતુ બદલાય તેમ તેની અસર ફોનને પણ થાય છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે, તાપમાન વધી રહ્યું છે, ત્યારે ગરમીને કારણે પણ તમારો ફોન બગડી શકે છે. જો 40 ડિગ્રી કરતા વધારે ગરમી પડે, તો ફોનની બેટરી અને બીજા પાર્ટ્સ ખરાબ થઈ શકે છે, એટલે તમારે કેટલીક આદતો તાત્કાલિક બદલી નાખવી જોઈએ, નહીં તો તમારો ફોન બગડી જશે.

ઉનાળામાં આ કામ કરશો, તો બગડી જશે ફોન, જાણો શું ન કરવું?

ગાડની અંદર કે ડેશબોર્ડ પર ફોન ન મૂકી રાખો.

ફોનને ક્યારેય કારના ડેશબોર્ડ પર ન મૂકી રાખવો જોઈએ. કારણ કે ત્યાં સતત તડકો આવતો રહેતો હોય છે, જેથી ફોન વધારે ગરમ થઈ શકે છે. આ ઉપરાંત ફોનને કારમાં જ મૂકી રાખીને કલાકો સુધી કાર લૉક કરવાની ભૂલ ન કરો. કારની અંદર ગરમી વધવાથી ફોનનું પ્રોસેસર, ડિસ્પ્લે અતવા બેટરી ખરાબ થઈ શકે છે.

લાંબો સમય સુધી ચાર્જિંગ ન કરો

તમારો ફોન એવી જગ્યાએ ચાર્જ પર ન મૂકો, જ્યાં સીધો જ તડકો આવતો હોય. ફોનને ચાર્જ કરવા માટે ઓરિજિનલ કેબલ અને ચાર્જરનો ઉપયોગ કરો. આ ઉપરાંક ઉનાળામાં ફોનને લાંબો સમય સુધી ચાર્જ ન કરો, બહારના ગરમ વાતાવરણને કારણે ફોન પણ ગરમ થઈ શકે છે. ઓવરચાર્જિંગની કે ઓવરહિટની સ્થિતિમાં ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે.

ફોન ગરમ થાય તો ઉપયોગ ન કરો

જો તમે સતત ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, અને તમને લાગે છે કે ફોન ગરમ થઈ ગયો છે. તો થોડો સમય તેનો ઉપયોગ ન કરો. કોઈ પણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસની જેમ ફોન પણ ગરમ થવો એ સારી વાત નથી. ફોન ગરમ થાય અને તો પણ યુઝ કરશો, તો ફોન બગડી તો શકે જ છે, તેમાં બ્લાસ્ટ થવાની પણ શક્યતા રહે છે.

વધારે જાડા બેક કવરનો ઉપયોગ ન કરો

જો તમને ફોન લેધર કે ફ્લિપ કવરમાં રાખવાની કે કાળા બેક કવર રાખવાની આદત છે, તો ગરમીમાં આ ન કરવું જ વધુ યોગ્ય રહેશે. આવા કવરને કારણે ફોન વધારે ગરમ થાય છે, અને તેને નુક્સાન થવાની પણ શક્યતા રહે છે. ખાસ કરીને ચાર્જિંગ સમયે ફોનને કવરમાંથી કાઢીને ખુલ્લો મૂકી દો.

ફોન પર વધારે વજન ન આપો

જો ફોનને ઓશિકા નીચે મૂકીને સૂવાની આદત છે કે પછી એવી રીતે બેક પોકેટમાં મૂકો છો, જેનાથી તેના પર વધારે વજન આવે, તો તેના કારણે ફોનની બેટરી ડેમેજ થઈ શકે છે. આ આદત તરત બદલી નાખો.

Best Mobiles in India

English summary
Smart phone tips for summer dont do this things with phone in summer

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X