Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા સ્લો લેપટોપને એક્સપ્રેસ સ્પીડમાં ચલાવશે આ 10 ટિપ્સ, તાત્કાલિક અજમાવો
શું તમારું જૂનું લેપટોપ ધીમું ચાલી રહ્યું છે? શું કોઈ પ્રોગ્રામ ખુલવામાં વધારે સમય લાગી રહ્યો છે? તો ચિંતા ન કરો, કારણ કે એવી ઘણી રીત છે, જેનાથી તમે તમારા જૂના લેપટોપને નવા જેવું બનાવી શકો છો, તેને સ્પીડમાં યુઝ કરી શકો છો. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું, જે તમારી મદદ કરશે.
બિનજરૂરી સોફ્ટવેર અનઈન્સ્ટોલ કરો
તમારા લેપટોપમાંથી એ બધા જ પ્રોગ્રામ અનઈન્સ્ટોલ કરી નાખો, જેનો તમે ઉપયોગ નથી કરતા. આ પ્રોગ્રામ બેકગ્રાઉન્ડમાં ચાલતા રહેતા હોય છે, અને તમારા સિસ્ટમના રિસોર્સિઝનો ઉપયોગ કરતા રહેતા હોય છે. જેને કારણે લેપટોપ ધીમું ચાલે છે.

સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ ઓછા કરો
ઘણા પ્રોગ્રામ તમારા લેપટોપની ચાલુ થવાની સાથે જ શરૂ થઈ જાય છે, એટલે ભલે તમે તેને એક્ટિવલી યુઝ ન કરતા હો, તો પણ તે ચાલુ થઈ જશે. પરંતુ કેટલાક પ્રોગ્રામ કામના નથી હોતા. એટલે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ ઓછા કરીને તમે લેપટોપનો બૂટ ટાઈમ ઓછો કરી શકો છો, જેનાથી પણ લેપટોપ ફાસ્ટ થઈ જશે.
ડિસ્ક ક્લીનઅપ કરો
Windowsમાં એક ડિસ્ક ક્લીનઅપ ટૂલ મળે છે, જે ટેમ્પરરી ફાઈલ્સ અને અન્ય બિનજરૂરી ડેટા દૂર કરીને તમારા હાર્ડ ડ્રાઈવને ક્લીન કરવામાં મદદ કરે છે. તેનાથી તમારા લેપટોપમાં ફ્રી સ્પેસ મળે છે, અને લેપટોપ ઝડપી કામ કરે છે.
ડિફ્રેગમેન્ટ કરો
જો તમારા લેપટોપમાં હાર્ડ ડિસ્ક ડ્રાઈવ છે, તો તમે તેને ડિફ્રેગમેન્ટ કરીને તેનું પર્ફોમન્સ સુધારી શકો છો. ડિફ્રેગમેન્ટેશન ડેટાને તમારા હાર્ડ ડ્રાઈવ પર વધારે સારી રીતે મેનેજ કરે છે, જેને કારણે ડેટા રીડ અને રાઈટ ટાઈમમાં સુધારો આવે છે.
રેમ અપગ્રેડ કરો
જો તમારા લેપટોપમાં ઓછી રેમ છે, તો તમે તેને અપગ્રેડ કરીને પર્ફોમન્સ સુધારી શકો છો. રેમ તમારા લેપટોપમાં એક સાથે અનેક પ્રોગ્રામ ચલાવવાની પરમિશન આપે છે. જો તમારી પાસે વધારે રેમ નથી, તો તમારું લેપટોપ ધીમું ચાલી શકે છે, તેના રિએક્શન ટાઈમમાં ફરક પડી શકે છે.
SSDમાં અપગ્રેડ કરો
જો તમારા લેપટોપના પર્ફોમન્સમાં સુધારો કરવો હોય તો તમારા HDD ડ્રાઈવને SSDમાં અપગ્રેડ કરવી જોઈએ. SSD HDDની સરખામણીએ વધારે ફાસ્ટ હોય છે, જે તમારા લેપટોપના બૂટ ટાઈમ અને એપ્લીકેશન લોડ ટાઈમ ઘટી જાય છે.
બ્રાઉઝર કસ્ટમાઈઝ કરો
જો તમારું વેબબ્રાઉઝિંગ ધીમું થતું હોય, તો તમે તમારા બ્રાઉઝરને કસ્ટમાઈઝ કરીને પર્ફોમન્સ સુધારી શકો છો. એક્સટેન્શન હટાવીને, કેશ અને કૂકીઝ ક્લીન કરીને તમે પ્રાઈવસી સેટિંગ્સ મેનેજ કરીને આ કામ કરી શકો છો.
માલવેર સ્કેન કરો
જો તમારા લેપટોપમાં કોઈ માલવેર આવી ગયું હોય, તો પણ તમારું લેપટોપ સ્લો થઈ શકે છે, આ ઉપરાંત અન્ય મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલે લેપટોપને માલવેર માટે નિયમિત રીતે સ્કેન કરવું જરૂરી છે, જેનાથી કોઈ પણ માલવેર હોય તો તરત જ ખબર પડી જાય, તેને દૂર કરી શકાય.
લેપટોપ ચોખ્ખું રાખો
લેપટોપમાં ધૂળ પણ જતી હોય છે, જેને કારણે ફેન્સ અને વેન્ટ બ્લોક થતા હોય છે પરિણામે લેપટોપ વધુ ગરમ થાય છે, જેને કારણે પર્ફોમન્સ પર અસર પડે છે. લેપટોપ નિયમિત રીતે સ્વચ્છ કરવાથી આ સમસ્યાનો ઉકેલ આવી જશે.
વિન્ડોઝ અપડેટ કરો.
માઈક્રોસોફ્ટ નિયમિત રીતે વિન્ડોઝ માટે અપડેટ્સ આપતું રહે છે, તમારા લેપટોપને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરી લો. જેનાથી ડિવાઈસમાં બગ્સ હશે, તો અપડેટ્સથી ફિક્સ થઈ જશે. લેપટોપ યોગ્ય સ્પીડમાં કામ કરશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications