Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 633 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone વેચી રહ્યા છો, તો વેચતા પહેલા આટલું જરૂર કરજો
એપલના આઈફોનની લોકપ્રિયતા જબરજસ્ત છે. એટલે સુધી કે લોકો આ ફોન સેકન્ડમાં પણ મોટી સંખ્યામાં ખરીદે છે. એટલે આઈફોનની રિસેલ વેલ્યુ પણ વધારે હોય છે. માર્કેટમાં તમને ઘણા જુદા જુદા રિફર્બિશ્ડ અને યુઝ્ડ આઈપોન ડિવાઈસ મળી જશે. કાઉન્ટરપોઈન્ટના એક રિસર્ચ પ્રમઆણે રિફર્બિશ્ડ સ્માર્ટફોનના કેસમાં 2022ના આંકડા પ્રમાણે ટોટલ ફોન્સમાંથી 49 ટકા ફોન્સ એપલના હતા. આઈફોન વર્ષો સુધી સારી રીતે કામ કરી શકે છે, જેને કારણે સેકન્ડ હેનડ્, થર્ડ હેન્ડ પાર્ટી બાયર્સ પણ તેનો પૂરતો ઉપયોગ કરી શકે છે. જે યુઝર્સને આઈફોનનો ક્રેઝ છે, તેઓ ઓછા ખર્ચે મળતા આવા સેકન્ડ હેન્ડ આઈફોન ખરીદતા હોય છે.

સાથે જ આ વાત સેલર્સને પણ ફાયદો કરાવે છે. એન્ડ્રોઈડનો એક જૂનો ફોન જેટલી કિંમતે વેચાય છે, તેટલા જ સમય જૂનો આઈફોન તેનાથી વધારે કિંમતે વેચાય છે. પરંતુ જે યુઝર્સ જૂનો આઈફોન વેચી રહ્યા છે, તેઓ પોતાના ડિવાઈસને વેચતા પહેલા કટેલાક મહત્વના સ્ટેપ્સ ભૂલી જાય છે. જો તમે પણ તમારો જૂનો આઈફોન વેચવા જઈ રહ્યા છો, તો તમારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
જૂનો આઈફોન વેચતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખો
જ્યારે તમે આઈફોન વેચો છો, ત્યારે ખાસ ધ્યાન રાખો કે આઈફોનમાં રહેલા બધા જ અકાઉન્ટમાંથી તમે લોગાઉટ કર્યું છે. એટલે કે iCould અને Apple ID જેવા અકાઉન્ટમાંથી તમે લોગાઉટ કર્યું છે. સાથે જ ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટ જેવી થર્ડ પાર્ટી એપ્સના અકાઉન્ટમાંથી પણ લોગઆઉટ કરી નાખો. આમ કરવાથી જે પણ વ્યક્તિ તમારો ફોન યુઝ કરશે, તે તમારા કોઈ પણ અંગત અકાઉન્ટનો ઉપયોગ નહીં કરી શકે, સાથે જ તમારા ક્લાઉડમાં સેવ ડેટાને પણ એક્સેસ નહીં કરી શકે. સાથે જ તમારા ફોનમાં જે ડેટા સેવ છે, તેને પણ બેકઅપ લઈને પોનમાંથી ડિલીટ કરી દો. તમે આઈફોનમાં રહેલો બધો જ ડેટા એક સાથે ડિલીટ કરી શકો છો.
આટલું ધ્યાન રાખવું પણ જરૂરી
- જરૂરી હોય તો તમારા ફોનના કેરિયરને અનલૉક કરો. જો તમારો ફોન કોઈ સ્પેસિફિક કેરિયર માટે લોક્ડ છે, તો તે જ કેરિયરના સિમકાર્ડ તેમાં કામ કરશે. એટલે તમારો ફોન બીજા કોઈને પણ વેચતા પહેલા કેરિયર અનલૉક કરો.
- ફાઈન્ડ માય આઈફોન ફીચર ઓફ કરો. એકવાર તમે એપલ આઈડી રિમૂવ કરી દો છો, તો તેનાથી ફાઈન્ડ માય સર્વિસ બંધ નથી થઈ જતી. તમારે મેન્યુઅલી ફોનના સેટિંગ્સમાં જઈને ફાઈન્ડ માય ડિવાઈસ ફીચર ઓફ કરવું પડશે. જેથી ફોન વેચ્યા પછી ટ્રેક ન થઈ શકે.
- ફોન વેચતા પહેલા તેમાંથી સિમકાર્ડ કાઢવાનું ન ભૂલશો.
- ફોનને વેચતા પહેલા તેને ચોખ્ખો કરીને પોલિશ કરી નાખો, જેથી બાયરને તે સારો દેખાય.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications