SBI KYC Update Online: ઓનલાઈન સરળ રીતે કરો KYC સબમિટ અને અપડેટ કરો અકાઉન્ટ

By Gizbot Bureau
|

બેન્કમાં ખાતું ખોલાવવા માટે ઘણા દસ્તાવેજ ખૂબ જ જરૂરી હોય છે. આ તમામ દસ્તાવેજ અપડેટેડ હોવા પણ જરૂરી છે. દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કના ખાતેદારો ઓનલાઈન ઘરે બેઠાં જ KYC ડિટેઈલ્સ અપડેટ કરી શકે છે. એટલે કે તમારે KYC અપડેટ કરવા માટે હવે બેન્કમાં ધક્કો ખાવાની જરૂર નથી.

SBI KYC Update Online: ઓનલાઈન સરળ રીતે કરો KYC  સબમિટ અને અપડેટ કરો

ખાતું થઈ શકે છે ફ્રીઝ!

જો બેન્ક પાસે તમારા અપડેટેડ ડોક્યુમેન્ટ્સ નથી તો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તમારા બેન્ક અકાઉન્ટ ફ્રીઝ કરી શકે છે. જેને કારણે તમે તમારા બેન્ક અકાઉન્ટથી કોઈ પણ પ્રકારની નાણાંકીય લેવડ દેવડ નહીં કરી શકો. તમારે તમારા ખાતાને અનફ્રીઝ કરવા માટે, નોર્મલી વાપરવા માટે પોતાની KYC ડિટેઈલ્સ અપડેટ કરવી જરૂરી છે.

કોરોનાકાળથી ઓનલાઈન અપડેટ થઈ શકે છે KYC

જ્યારથી ભારતમાં કોવિડના કેસ આવ્યા અને લોકડાઉન લાગ્યું, ત્યારથી જ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા KYC માટેના દસ્તાવેજ ઓનલાઈન સ્વીકારી રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ એ વાતને સત્તાવાર સમર્થન આપ્યું છે કે તેમના ખાતેદારો પોસ્ટ દ્વારા કે પછી રજિસ્ટર્ડ ઈમેઈલ દ્વારા KYCના દસ્તાવેજ અપડેટ કરી શકે છે. એટલે કે ખાતેદારોએ KYC અપડેટ કરાવવા માટે જાતે બેન્કની બ્રાંચમાં જવું જરૂરી નથી. ચાલો જાણીએ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતેદારો ઓનલાઈન KYC કેવી રીતે અપડેટ કરી શકે છે.

KYC ઓનલાઈન અપડેટ કરાવવા માટે તમારે તમારી બેન્કની બ્રાંચમાં કેટલાક દસ્તાવેજ જમા કરાવવાના રહે છે. ખાતેદારો એટલે કે નાગરિકો તેમજ NRI ગ્રાહકોએ KYC માટે કયા દસ્તાવેજ જમા કરાવવા પડશે, તે નીચે દર્શાવ્યું છે.

આટલા દસ્તાવેજ KYC તરીકે છે માન્ય

એક વ્યક્તિએ પોતાની ઓળખ અને એડ્રેસ તરીકે કેટલાક પ્રૂફ આપવાના હોય છે. નીચે આપેલા દસ્તાવેજ ઓળખ અને એડ્રેસ તરીકે બેન્કમાં આપી શકાય છે.

- પાસપોર્ટ

- વોટર આઈડી કાર્ડ

- ડ્રાઈવિંગ લાઈસન્સ

- આધાર કાર્ડ

- નરેગા કાર્ડ

- પાન કાર્ડ

NRI ગ્રાહકો માટે KYC દસ્તાવેજ

- ફોરેન ઓફિસ

- નોટરી પબ્લિક

- ભારતીય દૂતાવાસ

- ઓથોરાઈઝ્ડ બેન્કના અધિકારી જેમની સહી સત્તાવાર અકાઉન્ટમાં ઓથોરાઈઝ્ડ છે.

બસ આ રીતે SBIના ગ્રાહકો KYC ઓનલાઈન અપડેટ કરી શકે છે.

1. KYC Proof તરીકે તમારે જે ડોક્યુમેન્ટ્સ બેન્કને આપવાના છે, તેને સ્કેન કરીને તૈયાર રાખો.

2. તમામ દસ્તાવેજને બેન્કના ઈમેઈલ એડ્રેસ પર ઈમેઈલ કરો અથવા તો કુરિયર કરી તો.

3. એકવાર તમારી બેન્કને તમારા દસ્તાવેજ મળી જશે, તો તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફાય થવામાં થોડો સમય લાગશે.

4. એકવાર તમારા દસ્તાવેજ વેરિફાઈ થઈ જશે, તો તમારા ખાતામાં KYC ડિટેઈલ્સ અપડેટ થઈ જશે.

5. ઓનલાઈન KYC દસ્તાવેજ મોકલવા માટે અથવા તો બેન્કની બ્રાંચ પર ડોક્યુમેન્ટ્સ કુરિયર કરવા માટે તમને ઈમેઈલ આઈડી અથવા એડ્રેસ પાસબુકના પહેલા પાને મળી જશે.

Best Mobiles in India

Read more about:
English summary
SBI customers can update kyc online know how

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X