Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઝડપથી વપરાઈ રહ્યો છે ઈન્ટરનેટ ડેટા? તો ફોનમાં કરો આ બે સેટિંગ
ભારતમાં 5જી નેટવર્ક હવે 70 ટકાથી વધુ વિસ્તારોમાં પહોંચી ચૂક્યુ છે. પરંતુ શું તમે એ વાત પર ધ્યાન આપ્યું, કે 5જીની સ્પીડમાં ડેટાનો ઉપયોગ કરવાની સાથે જ ડેટા વપરાવાની સ્પીડમાં પણ વધારો થયો છે. જો તમારો મબોઆઈલ ડેટા પણ વધારે સ્પીડમાં વપરાઈ રહ્યો છે, તો તમારે ડેટા બચાવવાની રીત પણ જાણી લેવી જોઈએ. જો તમને એવું લાગી રહ્યું હોય કે ડેટા બચાવવા માટે તમે 5જીના બદલે 4જીમાં સ્વિચ કવરાની સલાહ આપીશું, તો તમે ખોટા છો. આજે આ આર્ટિકલ દ્વારા અમે તમને કેટલીક એવી માહિતી આપીશું, જેના દ્વારા તમે મોબાઈલ ડેટા બચાવી શક્શો.

ટેલિકોમ પ્રોવાઈડર કંપનીઓ પોતાના રિચાર્જ પેકમાં યુઝર્સને લિમિટેડ ડેઈલી ડેટા એક્સેસ આપે છે. જેમાં યુઝર્સને રોજ 1 જીબી ડેટાથી લઈને 4 જીબી ડેટા વપારવાના ઓપ્શન મળે છે. મોટા ભાગના યુઝર્સ રોજના 1.5 જીબીથી લઈને 2.5 જીબી સુધીના ડેટા પેકનો ઉપયોગ કરે છે. પરંતુ 5જી આવ્યા બાદ ઈન્ટરનેટની સ્પીડ વધી જવાને કારણે 2.5 જીબીનો ડેટા પણ ઓછો પડવા લાગ્યો છે. જો તમારા ફોનમાં પણ ઈન્ટરનેટ ડેટા વધારે વપરાઈ રહ્યો હોય, તો તમારે ફોનમાં કેટલાક સેટિંગ્સ કરી લેવા જોઈએ. જેનાથી તમારો ડેટા બચશે, અને સરવાળે તમારો ખર્ચો પણ બચશે.
Auto Upadates બંધ કરો
જો તમારા ફોનમાં ઓટો અપડેટ્સ હંમેશા ઓન રહેતી હોય, તો તમારો ડેઈલી ડેટા ઝડપથી વપરાતો હોઈ શકે છે. ઓટો અપડેટ ઓન હોવાને કારણે જ્યારે કોઈ એપ અપડેટ માટે રેડી હોય કે મોબાઈલ ડેટા પર તે જાતે જ અપડેટ થવા લાગે છે. પરિણામે તમારું ઈન્ટરનેટ વપરાઈ જાય છે.
આ રીતે બંધ કરો ઓટો અપડેટ્સ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં પ્લે સ્ટો ઓપન કરો.
સ્ટેપ 2: હવે તમારે પ્લે સ્ટોરમાં સેટિંગ્સ ઓપ્શનમાં જવાનું છે.
સ્ટેપ 3: અહીં તમને નેટવર્ક પ્રેફરન્સ સેક્શન મળશે.
સ્ટેપ 4: તેના પર ક્લિક કરતાની સાથે જ તમને ઓટો અપડેટ્સ એપ ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 5: આગામી વિન્ડોમાં તમને Don’t Auto Update Apps ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરો.
બસ, આટલું કરતાની સાથે જ હવે તમારા ફોનની એપ્સ એની જાતે અપડેટ નહીં થાય. પરિણામે તમારો ડેટા બચશે.
બિનજરૂરી એપ્સ અનઈન્સ્ટોલ કરો
સ્માર્ટફોનમાં ઘણી એપ્સ એવી પણ હોય છે, જેનો ઉપયોગ આપણે નહિવત્ કરતા હોઈએ છીએ. ભલે આવી એપ્સનો આપણે ઉપયોગ ન કરીએ, પરંતુ બેકગ્રાઉન્ડમાં આવી એપ્સ ડેટા યુઝ કરતી હોય છે. તમારા સ્માર્ટપોનમાં ચેક કરો, કે કઈ એપ્સનો તમે ઉપયોગ નથી કરતા, કઈ એપ હવે તમારા માટે અગત્યની નથી. આવી એપ્સને અનઈન્સ્ટોલ કરી દો. જેનાથી તમારા ફોનનું સ્ટોરેજ પણ બચશે અને ડેઈલી ડેટા પણ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications