Just In
જાણો ભારત ની વોટ્સએપ અલ્ટરનેટિવ એપ વિષે
વોટ્સએપ ના અલ્ટરનેટિવ તરીકે સંદેશ નામ ની એઓ ને ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ કરી દેવા માં આવેલ છે. આ એપ ને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ડેવેલોપ કરવા માં આવેલ છે. અને આ એપ ને અત્યારે માત્ર એપલ એપ સ્ટોર ની અંદર જ ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

આ એપ ને હજુ સુધી ગુગલ પ્લે સ્ટોર પર લિસ્ટ કરવા માં આવેલ નથી. પરંતુ જે લોકો આ એપ નો ઉપીયોગ કરવા માંગે છે તેઓ એપ ની ઓફિશ્યલ વેબસાઈટ પર થી એપીકે ફાઈલ ને ડાઉનલોડ કરી શકે છે. અને આ એપ ને વેબ વરઝ્ન ને પણ ઉપલબ્ધ કરવા માં આવેલ છે.
આ એપ ની અંદર લગભગ બધા જ ફીચર્સ અને ફન્ક્શનાલીટી ને વોટ્સએપ ની જેમ જ આપવા માં આવ્યા છે અને આ એપ ની અંદર પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન આપવા માં આવેલ છે અને સાથે સાથે ઓડીઓ અને વિડિઓ કોલિંગ અને મલ્ટીમીડિયા ફાઈલ શેરિંગ ની સુવિધા પણ રાખવા માં આવેલ છે.
અને જો બીજા ફીચર્સ ની વાત કરવા માં આવે તો આ એપ ની અંદર કોન્ટેક્ટ શેરિંગ, મેસેજ સ્ટાઇલિંગ, ટેગિંગ અને ચેટ બેકઅપ વગેરે જેવા ઘણા બધા ફીચર્સ આપવા માં આવેલ છે.
તો જે લોકો આ એપ ને પોતાના એન્ડ્રોઇડ અને આઇઓએસ ડીવાઈસ ની અંદર ડાઉનલોડ કરી અને ઉપીયોગ કરવા માંગે છે તેઓ અમારા નીચે જણાવેલ પગલાં અનુસરી શકે છે.
આ એપ નો ઉપીયોગ કરવા માટે ની અમુક જરૂરિયાતો
- આઇઓએસ 11 અથવા તેના કરતા ઉપર નું વરઝ્ન
- એન્ડ્રોઇડ 5.0 અથવા તેના કરતા ઉપર નું વરઝ્ન
- એક્ટિવ ઇમેઇલ એડ્રેસ અને ફોન નંબર
- ચાલુ ઈન્ટરનેટ કનેક્ટિવિટી
આઈફોન પર સંદેશ એપ ને કઈ રીતે ડાઉનલોડ કરવી
તમારા આઈફોન પર એપ સ્ટોર ઓપન કરો, ત્યાર પછી સંદેશ સર્ચ કરી અને ગેટ બટન પર ક્લિક કરો.
એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર સંદેશ એપ કઈ રીતે ડાઉનલોડ કરવી
https://www.gims.gov.in/dash/dlink આ લિંક ને ઓપન કરો, અને ત્યાર પછી એન્ડ્રોઇડ સેક્શન ની અંદર આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો.
સંદેશ એપ ને કઈ રીતે સેટઅપ કરી અને ઉપીયોગ કરવો
- એપ ઓપન કરી અને તમારા ફોન નંબર ને તેની અંદર એન્ટર કરો.
- ત્યાર પછી તમારા ફોન નંબર પર જે ઓટીપી રિસીવ થયો છે તેને એન્ટર કરો.
- ત્યાર પછી જેન્ડર ડિટેલ્સ ને ફીલ કરો જોકે તે એક ઓપ્શનલ વિકલ્પ છે.
- અને બસ પછી જે લોકો આ એપ નો ઉપીયોગ કરી રહ્યા હોઈ તેઓ ને શોધી અને વોટ્સએપ ની જેમ જ ચેટ કરવા નું શરૂ કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470