Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
WhatsApp ખોલ્યા વગર જ વાંચો આખો મેસેજ, આ છે સિક્રેટ ટ્રિક

આ એપમાં ઘણા ફીચર્સ છે, જે યુઝરનું કામ સરળ બનાવે છે. WhatsAppની કેટલીક એવી ટ્રિક્સ પણ છે, જે દરેક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે, પરંતુ યુઝર્સ તે જાણતા નથી. આવી જ એક ટ્રિક છે કે WhatsApp ખોલ્યા વગર જ તમે રિસીવ કરેલો આખો મેસેજ વાંચી શકો છો.
WhatsApp પર આવતા બધા જ મેસેજ તમે સૌથી પહેલા નોટિફિકેશન પેનલમાં વાંચી શકો છો. આ વાત તો લગભગ દરેક યુઝર જાણે છે. પરંતુ જો મેસેજ લાંબો છે તો નોટિફિકેશનમાં આખો મેસેજ નથી દેખાતો. ઘણીવાર એવું થાય છે કે કોઈ મેસેજનો તમે રિપ્લાય આપવા નથી ઈચ્છતા, સાથે જ તમારે એ પણ નથી દર્શાવવું કે તમે મેસેજ વાંચી લીધો છે. આવી સ્થિતિમાં એક ટ્રિક કામ આવે છે. જો તમે મેસેજ ખોલીને વાંચશો તો મોકલનારને ડબલ ટિક કે બ્લૂ ટિકથી ખબર પડી જશે, કે તમે મેસેજ વાંચી લીધો છે. પરંતુ અમે તમને એક એવી ટ્રિક જણાવીશું, જેનાથી તમે મોકલનારને ખબર પડ્યા વગર આખો મેસેજ વાંચી શક્શો.
બસ તમારે આ સ્ટેપ્સને ફોલો કરવાના છે.
આ ટ્રિક એકદમ સરળ છે. જે લોકો વિઝેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે, તેઓ આ ટ્રિકને કોઈ પણ મુશ્કેલી વગર વાપરી શક્શે.
- સૌથી પહેલા એન્ડ્રોઈડ ફોનમાં તમારે હોમ પેજ પર લોંગ પ્રેસ કરી રાખવાનું છે.
- હવે વિજેટ્સ પર ટેપ કરો અને તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર બધા જ વિજેટ્સ દેખાવા લાગશે.
- અહીં તમારે વ્હોટ્સ એપ વિજેટ શોધવાનું છે.
- હવે તમારે વ્હોટ્સ એપ વિજેટ પર ટેપ કરવાનું છે, જેનાથી આ વિજેટ તમારી હોમસ્ક્રીન પર આવી જશે.
- હવે આ વિજેટ પર લોંગ પ્રેસ કરો અને તેને જમણી તરફ ત્યાં સુધી ડ્રેગ કરો, જ્યાંસ ધી તમને ક્લિયર હોમપેજ સ્ક્રીન ઈન્ટરફેસ મળી જાય.
- હવે તમારે ડન બટન પર ક્લિક કરવાનું છે. બાદમાં તમારા વ્હોટ્સ એપ વિજેટને ટેપ કરીને ટોપ પર શિફ્ટ કરવાનું છે.
- બાદમાં તમને ફરી વિજેટને મોટું કરવાનો વિકલ્પ મળશે, જેને તમે ફુલ સ્ક્રીન પણ કરી શકો છે.
- આમ કરવાથી રિસીવ થનારા બધા જ મેસેજ તમે હોમ સ્ક્રીન પર જ વાંચી શક્શો.
એપ ખોલ્યા વગર કેવી રીતે વાંચશો WhatApp મેસેજ
એકવાર તમે WhatsApp વિજેટને હોમ પેજ પર સેટ કરી લો છો, તો પછી તમારે રિસીવ થનારા બધા જ મેસેજને આખા વાંચવા માટે માત્ર નીચેની તરફ સ્ક્રોલ કરવાનું રહેશે. અહી બધા જ મેસેજિસ બિલકુલ એપના ઈન્ટરફેસની જેમ જ વાંચી શકાશે. નવા આવેલા મેસેજ સૌથી ઉપર હશે, અને જૂના અનરીડ મેસેજ તેની નીચે મળશે.
દરેક એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર આ ટ્રિક અપનાવીને પોતાનો સમય બતાવી શકે છે. જયારે તમારે અરજન્ટ મેસેજ વાંચવા છે, તો વિજેટ વિકલ્પ તમને ખૂબ જ ઉપયોગી બની શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications