આરકોમ તમારી માટે લાવ્યુ છે સૌથી સસ્તો પ્લાન જેમાં તમે મેળવી શકો છો 1GB ડેટા માત્ર 9 રૂપિયા મા, તો જાણો આ પ્લાન ને ચાલુ કરવા ની રીત

By: Keval Vachharajani

હમણાં જ નવા નવા આવેલા રિલાયન્સ જીઓ ને પછાડી નાખવા માટે બધી જ ટેલિકોમ કંપનીઓ નવા નવા ટેરિફ પ્લાન અને જુદી જુદી ઓફર આપી રહી છે, જેમ કે સસ્તા ડેટા પેક, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને બીજું ઘણું બધુ. આમા સૌથી વધુ સ્પર્ધાત્મક રેહનાર કંપનીઓ વોડાફોન, આઈડિયા, BSNL, એરટેલ છે જયારે આ સ્પર્ધા માં આરકોમ જેવી કંપની ઓ પણ ખુબ પાછળ નથી રહી.

આરકોમ તમારી માટે લાવ્યુ છે સૌથી સસ્તો પ્લાન જેમાં તમે મેળવી શકો છો 1GB

આરકોમે રિલાયન્સ જીઓ ને પછાડી નાખવા માટે કોઈ કસર બાકી નથી છોડી પછી ભલે તે સસ્તા ડેટા પ્લાન્સ હોઈ, ઇન્ટરનેશનલ કોલ્સ હોઈ કે અનલિમિટેડ વોઇસ કોલ્સ હોઈ, આરકોમે રિલાયન્સ જીઓ ને પછાડી નાખવા માં કોઈ કસર બાકી નથી છોડી.

હેલો પોલીસ એક એવું વોટ્સએપ ગ્રુપ જેના દ્વારા તમે પોલીસ ને માત્ર એક મેસેજ મોકલી અને જાણ કરી શકો છો

આરકોમ લગભગ દરરોજ એક નવી ઓફર લઇ ને બહાર આવી રહ્યું છે, અને તેમાં સૌથી લેટેસ્ટ છે 1GB ડેટા માત્ર 9 રૂપિયા ના ખર્ચ મા. તો આવો જાણીયે કે યુઝર્સ કઈ રીતે આ ઓફર ને પોતાના રિલાયન્સ ના નંબર પર ચાલુ કરવી શકશે અને તેના વિષે ધ્યાન મા રાખવા ની બધી જ બાબતો.

તમારા રિલાયન્સ ના નંબર પર થી *129# ડાયલ કરો

તમારા રિલાયન્સ ના નંબર પર થી *129# ડાયલ કરો

આ ઓફર નો લાભ લેવા માટે, સૌથી પેહલા તો યુઝર્સે પોતાના રિલાયન્સ ના નંબર વાળા ફોન માંથી *129# ડાયલ કરવા નું રહેશે જેથી તે ઓફર તમારા ફોન પર ઉપલબ્ધ થઇ શકે.

Rs.9 સ્ટોર ઓપ્શન ને પસંદ કરો

Rs.9 સ્ટોર ઓપ્શન ને પસંદ કરો

તમારા રિલાયન્સ ના નંબર પર થી ઉપર આપેલો નંબર ડાયલ કર્યા બાદ, તમને તમારા નંબર પર ઉપલબ્ધ થયેલી બધી જ ઑફર્સ નું એક લિસ્ટ દેખાશે, તેમાં થી બીજા ઓપ્શન ને પસંદ કરો Rs. 9 સ્ટોર.

પસંદ કરો Rs.9=1GB ડેટા

પસંદ કરો Rs.9=1GB ડેટા

તે ઓપ્શન ને પસન્દ કર્યા બાદ તમારી સામે એક બીજું નવી લિસ્ટ ખુલશે જેમાંથી તમારે Rs.9=1GB ડેટા વાળો પ્લાન પસંદ કરવા નો રહેશે, જેના માટે તમારે આપેલી જગ્યા મા તમારો નંબર નાખવા નો રહેશે, અને ત્યાંર બાદ તેની નીચે આપેલા સેન્ડ બટન પર ક્લિક કરવા નું રહેશે.

તમને એક વેરિફાયડ મેસેજ મોકલવા માં આવશે

તમને એક વેરિફાયડ મેસેજ મોકલવા માં આવશે

એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારા એકાઉંન્ટ ની અંદર પૂરતું બેલેન્સ હોઈ કેમ કે Rs.9 તમારા ખાતા માંથી તુરંત જ કાપી નાખવા મા આવશે, અને જો તે નહિ હોઈ તો આ રિચાર્જ પોતાની મેળે જ કેન્સલ થઇ જશે. એક વખત જયારે રિચાર્જ સરખી રીતે થઇ જશે ત્યાર બાદ તમને ઓપરેટર દ્વારા એક કન્ફોરમેશન ટેક્સ્ટ મોકલવા માં આવશે.

આ ઓફર ની મર્યાદાઓ

આ ઓફર ની મર્યાદાઓ

  • માત્ર 2G આરકોમ યુઝર્સ માટે જ વેલીડ છે
  • માત્ર પ્રીપેડ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે
  • માત્ર એક જ દિવસ માટે આ પેક વેલીડ રહેશે
  • અત્યાર પૂરતું આ ઓફર ને માત્ર સિલિક્ટિવે જગ્યાઓ પર જ ચાલુ કરવા માં આવ્યું છે

Source

English summary
RComm now offers 1GB data at just Rs. 9. Here's how to avail the offer.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot