Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 495 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
QR Code બનાવવો છે? તો બસ અહીં આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરો
દુનિયા ડિજિટલ બની ચૂકી છે, અને આ ડિજિટલ દુનિયામાં QR Codeનો ઉપયોગ પણ ડગલેને પગલે થઈ કરહ્યો છે. પેમેન્ટ કરવાથી લઈને કન્ટેન્ટ શેર કરવા માટે QR Codeનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે સુધી કે લગ્નની કંકોત્રીમાં એડ્રેસ માટે પણ QR Code આપવામાં આવે છે. કોન્ટેક્ટ લેસ પેમેન્ટથી લઈને એક્સક્લુઝિવ કન્ટેન્ટ એક્સેસ કરવા માટે QR Codeનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે એ વિચાર્યું છે કે તમે જાતે પણ તમારા કામનો QR Code બનાવી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી QR Code જનરેટર એપ ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી. તમે માત્ર એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી લઈને ડેસ્કટોપ પર સરળતાથી QR Code ક્રિએટ કરી શકો છો.

તમે આ QR Code કેવી રીતે બનાવી શકો છો, તેની સરળ રીત અમે તમને આ આર્ટિકલમાં જણાવવા જઈ રહ્યા છીએ. તમે આ પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને સરતાથી પોતાનો QR Code જનરેટ કરી શકો છો. તમે એન્ડ્રોઈડ અને કમ્પ્યુટર એટલે કે વિન્ડોઝ બંનેમાં QR Code બનાવી શકો છો.
એન્ડ્રોઈડ ફોનમાં QR Code ક્રિએટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સ્માર્ટ ફોન દ્વારા QR Code જનરેટ કરવા માટે તમારે સૌથી પહેલા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે.
સ્ટેપ 2: હવે એ વેબસાઈટ કે પછી આર્ટિકલની લિંક અથવા તો તમારે જે પણ લિંકનો ક્યૂ આર કોડ બનાવવો છે, તે લિંક ઓપન કરો.
સ્ટેપ 3: હવે એ વેબસાઈટ અથવા આર્ટિકલની લિંકની બાજુમાં દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
સ્ટેપ 4: પછી સ્ક્રોલ ડાઉન કરીને Share ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે તમને નીચેની બાજુ ક્યૂઆર કોડનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 6: બાદમાં ડાઉનલોડ પર ક્લિક કરો અને હવે તમારો ક્યૂઆર કોડ ડાઉનલોડ થઈ જશે, જેને તમે કોઈ પણ વ્યક્તિ સાથે શૅર કરી શકો છો.
વિન્ડોઝમાં ક્યૂઆર કોડ જનરેટ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: ડેસ્કટોપ દ્વારા ક્યૂઆર કોડ જનરેટ કરવા માટે તમારે સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે.
સ્ટેપ 2: હવે એ આર્ટિકલ, વેબસાઈટ કે પછી લિંક ઓપન કરો, જેનો તમે ક્યૂઆર કોડ જનરેટ કરવા ઈચ્છો છો.
સ્ટેપ 3: બાદમાં લિંકની બાજુમાં દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમને Save and Shareનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: બાદમાં તમને ક્યૂઆર કોડ જનરેટ કરવાનો ઓપ્શન મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications