પીએમ કેર ફન્ડ ની અંદર કઈ રીતે સરળતા થી ફાળો આપવો

By Gizbot Bureau
|

ભારત ની અંદર કોરોના વાઇરસ ના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. અને તેને રોકવા માટે સરકાર દ્વારા 21 દિવસ ણ લોકડાઉન ની જાહેરાત કરવા માં આવી છે. તેમ છત્તા ભારત ની અંદર સ્થિતિ કોઈ પણ સમયે નાજુક બની શકે છે કેમ કે આ વિશ્વ નો બીજા નંબર નો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા ભારત ત્રીજા સ્ટેજ ની અંદર પહોંચે ત્યારે ક્યાં પ્રકાર ની પરિસ્થિતિ સર્જાય શકે છે તેના માટે અત્યાર થી તૈયારી કરવા માં આવી રહી છે.

પીએમ કેર ફન્ડ ની અંદર કઈ રીતે સરળતા થી ફાળો આપવો

અને તેના માટે ઘણા બધા પગલાંઓ પણ લેવા માં આવી રહ્યા છે ત્યારે પીએમ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાઈમ મિનિસ્ટર સીટીઝન એસ્યોરન્સ એન્ડ રિલીફ ઈન ઇમરજન્સી સીટુએશન ફન્ડ એટલે કે પીએમ કેર ફન્ડ ની શરૂઆત કરવા માં આવી છે. તો આ દેશ ને બચાવવા માટે તમે કઈ રીતે આ પીએમ કેર ફન્ડ ની અંદર તમારો ફાળો આપી શકો છો તેના વિષે જણાવવા માં આવશે. અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી કે આ ફન્ડ આપવા માટે તમે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ અથવા કોઈ પણ ઈ વોલેટ જેવા કે પેટીએમ અથવા ગુગલ પે અથવા યુપીએએ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ નો જ ઉપીયોગ કરી શકો છો.

અને ત્યાર બાદ તમે બધી જ માહિતી ને ચેક પણ કરી શકો છો તેના માટે તમારે પીએમ ઇન્ડિયા. ગોવ. ઈન ની અંદર જય અને ડોનેશન ડિટેલ્સ ની અંદર જવા નું રહશે.

- આ ફન્ડ ની અંદર ડોનેશન આપવા માટે ની પ્રથમ રીત ની અંદર તમારે pmindia.gov.in વેબસાઈટ પર જવા નું રહશે અને તેની અંદર ક્લિક હીઅર ફોર ડોનેશન ડિટેલ્સ પર ક્લિક કરવા નું રહેશે. અને ત્યાર પછી તમને એક નવું પેજ આપવા માં આવશે જેની અંદર તમારે તમારી બધી જ અંગત વિગતો નાખી અને ડોનેશન કરવા નું રહશે.

- તમે પીએમ કેર ફન્ડ ની અંદર ઓફલાઈન પણ ડોનેશન આપી શકો છો. અને તેના માટે ટ્રાન્સફર કરવા માટે તમારે નીચે જણાવેલ વિગતો ને અનુસરવી પડશે.

એકાઉન્ટ નું નામ: પીએમ કેર્સ

એકરૂણત નંબર: 2121PM20202

એએફએસસી કોડ: SBIN0000691

યુપીએએ: pmcares@sbi

- આ ડોનેશન કરવા માટે નો સૌથી સરળ રસ્તો એ છે કે જો તમે કોઈ ઈ વોલેટ નો ઉપીયોગ કરતા હોવ તો તમે પીએમ ઇન્ડિયા ની ગવર્નમેન્ટ વેબસાઈટ પર જય અને ડોનેશન ડિટેલ્સ ના પેજ પર જય અને કયુઆર કોડ મેળવી શકો છો અને ત્યાર પછી કોઈ પણ પેટીમેં અથવા ગુગલ પે ની અંદર તે કોડ ને સ્કેન કરી અને તમે સરળતા થી ડોનેશન કરી શકો છો.

અને કોરોના સામે લાડવા માટે આ એકાઉન્ટ ની અંદર જય અને કોઈ પણ લોકો ગમે તેટલી રકમ જમા કરાવી શકે છે. અને આ બધા જ ફન્ડ નો ઉપીયોગ સરકાર દ્વારા આ લડાઈ ની અંદર મેડિકલ એકકવીપમેન્ટ, ડોક્ટર, નર્સ વગેરે માટે કરવા માં આવશે જેથી ભારત આ લડાઈ ને જીતી શકે.

Best Mobiles in India

Read more about:
English summary
PM Care Fund For Coronavirus: Here's How To Donate.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X