Just In
- 516 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 517 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 518 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 519 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
પ્લેટફોર્મ ટિકિટ પણ મળે છે ઓનલાઈન, જાણો કેવી રીતે કરશો બુક
ભારતમાં રોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. રેલવે સ્ટેશન પર હંમેશા તમને હજારો લોકોની ભીડ જોવા મળશે. જેમાંથી કેટલાક પોતે મુસાફર હોય છે તો કેટલાક લોકો મુસાફરોને મૂકવા માટે આવતા હોય છે. પણ જો તમે તમારા કોઈ મિત્ર, સંબંધીને મૂકવા પણ જાવ છો, તો ટ્રેન સુધી જવા માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લેવી જરૂરી છે. પરંતુ ઘણીવાર પ્લેટફોર્મ ટિકિટની લાઈનથી કંટાળીને લોકો ખરીદતા નથી. જો કે, પ્લેટફોર્મ ટિકિટ વગર પકડાવાથી તમને મોટો દંડ થઈ શકે છે. એટલે આ સમસ્યાથી બચવા માટે તમે ઓનલાઈન પ્લેટફોર્મ ટિકિટ ખરીદી શકો છો, જોમાં તમારે લાઈનમાં નહીં ઉભા રહેવું પડે.
પ્લેટફોર્મ ટિકિટ સ્ટેશનની ભીડને કંટ્રોલ કરે છે. સામાન્ય કિંમતની આ ટિકિટ લેવાથી એ નક્કી થાય છે કે માત્ર ટિકિટ લીધેલા લોકો જ પ્લેટફોર્મ સુધી જઈ શકે. ભારતીય રેલવે આધુનિક બની ચૂકી છે. મુસાફરોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ટિકિટની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.

આ રીતે ઓનલાઈન ખરીદો પ્લેટફોર્મ ટિકિટ
UTS એટલે કે અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ એપ દ્વારા ભારતીય રેલવેની મુસાફરીની ટિકિટની સાથે સાથે પ્લેટફોર્મ ટિકિટ પણ બુક કરી શખાય છે. આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આ એપ ડાઉનલોડ કર્યા બાદ તમારે ટ્રેનની ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકો છો. ઓનલાઈન ટિકિટ બુક કરવાથી સમય બચે છે, અને ડિજિટલ પેમેન્ટ થવાથી છૂટાની પણ ઝંઝટ નથી થતી.
UTS દ્વારા કેવી રીતે ખરીદશો ઓનલાઈન ટિકિટ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં યુટીએસ એપ ડાઉનલોડ કરો અને રજિસ્ટ્રેશન કરો.
સ્ટેપ 2: હવે UPI, નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તમારા આર વોલેટને રિચાર્જ કરો.
સ્ટેપ 3: હવે એપના હોમ પેજ પર જાવ અને પ્લેટફોર્મ બુકિંગ ઓપ્શન પર ટેપ કરો.
સ્ટેપ 4: આ એપ તમારા લોકેશનના આધારે તમારી નજીક કયા રેલવે સ્ટેશન છે, તેનો ઓપ્શન બતાવશે.
સ્ટેપ 5: હવે પેપરલેસ કે પછી પેપર ટિકિટ ગમે તે એક વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ 6: હવે સ્ટેશન, ટિકિટની સંખ્યા અને તમારે કેવી રીતે પેમેન્ટ કરવું છે, તે ઓપ્શન સિલેક્ટ કરો.
સ્ટેપ 7: છેલ્લે બુક ટિકિટ ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 8: પૈસા આપી દીધા બાદ બુકિંગ હિસ્ટ્રી સેક્શનમાં તમને તમારી ટિકિટ જોવા મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications